હિન્દ ન્યૂઝ, ધારી
ધારી અને આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારો માં આગ્જનિ નો બનાવ બને ત્યારે ફાયર ફાઈટર ના હોવાથી અને હમણા ધારી ગામમાં આગ લાગવા ના ઘણા બનાવ બનવા પામેલ છે, ત્યારે આજુ બાજુ ના શહેરો માથી ફાયર ફાઈટર મંગાવુ પડે છે, ત્યા સુધી બધુ બળી ને ખાખ થઈ જાય છે. તેવી જ રીતે ધારી ગામ માં વેક્યુમ મસીન ન હોવાથી ગટર ના પાણી રોડ ઉપર અને ઘર મા આવે છે ત્યારે પણ આજુ બાજુ ના શહેરો માથી વેક્યુમ મસીન મગાવી ગટરના પાણી સાફ કરવા પડે છે, ત્યારે આ બંને પ્રશ્ન ઝડપથી ઉકેલવા માટે પ્રભારી મંત્રી હકુભા જાડેજા અને ધારી તાલુકાને વિકાસની કેડી ઉપર લઈ જનાર લોકપ્રિય ધારાસભ્ય જે.વી. કાકડીયા ને ભાજપ અગ્રણી અને બજરંગ ગ્રુપ પ્રમુખ પરેશ પટ્ટણી દ્વારા ધારી ગામ ના આ મહત્વ ના બંને પ્રશ્ન ના બાબતે રૂબરૂ ગાંધીનગર મુલાકાત કરી રજુઆત કરતા ઝડપથી આ બંને પ્રશ્ન નો ઉકેલ આવશે એવી લોક ચાહના ઉદભવી રહી છે.
રિપોર્ટર : સંજય વાળા, ધારી