ભુજ નો કિશોર પાવર લીફટીંગ માં રાષ્ટ્રીય ચેમ્પીઓન બન્યો

હિન્દ ન્યુઝ, ભુજ

        ભુજ નો ૧૭ વરસનો વત્સલ મહેશ્વરી પાવર લીફટીંગ જેવી અતિ કઠીન શારીરિક બળ અને કળ માંગી લેતી રમત માં ૪૬૦ કિલો વજન ઊંચકી સબ જુનિયર વિભાગ ની રાષ્ટ્રીય ચેમ્પીઓન્શીપ હાંસલ કરી છે.અત્રે ની ચાણક્ય સંચાલિત ફીઝીઓથેરાપી કોલેજમાં સાડા ચાર વરસના ડિગ્રી અભ્યાસક્રમ ના પ્રથમ વરસમાં પ્રવેશ મેળવનાર વત્સલણે ગોલ્ડ મેડલ, ટ્રોફી  મળેલ છે

      આ સ્પર્ધામાં દેશ ભર માંથી પોતાના રાજ્યો માં રાજ્ય  ચેમ્પીઓન થયેલા ૪૫   સ્પર્ધકો એ ૬૬ કિલો વજન ની અઢાર વરસ ની નીચેનાઓ માટે ની  કેટેગરી ભાગ લીધો,જેમાં વત્સલે સૌથી વધુ ૪૬૦ કિલો વજન ઊંચકી ને પ્રથમ સ્થાન હાંસલ કર્યો હતો. અ અગાઉ છેલા બે વરસ માં વત્સલ ગુજરાત માં ત્રણ વખત રાજ્ય ચેમ્પીઓન તેમજ ચેમ્પીઓન ઓફ ચેમ્પીઓનશીપ મેળવી ચુક્યો છે.

        વત્સલે પાવર લીફટીંગ ત્રણ વાર ના રાષ્ટ્રીય ચેમ્પીઓન પિતા નિખિલ મહેશ્વરી પાસેથી તાલીમ લીધી છે.ચાણક્ય અકાદેમી ના સ્થાપક અને રાજકીય અને સામાજિક અગ્રણી પંકજ મેહતા એ ગૌરવ અનુભવતા વત્સલ ને અભિનંદન આપ્યા છે.

Related posts

Leave a Comment