હિન્દ ન્યૂઝ, હિંમતનગર
સાબરકાંઠા જિલ્લા નાં હિંમતનગર તાલુકામાં આવેલ ટાવર રોડ પર હિમ્મત હાઇસ્કુલ ખાતે રસીકરણ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મોટી સંખ્યામાં લોકો આ રસીકરણનો લાભ માટે ઉમટી પડ્યા હતા.
આ રસીકરણ નું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય કર્મચારી ડો. સતીશ કુમાર વ્યાસ એ પણ આ રસીકરણનો લાભ લીધો હતો.
આ રસીકરણનો લાભ લેતા કોઈ આ રસીકરણથી સાઈડ ઈફેક્ટ થતી નથી એ સરકાર દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
રસીકરણમાં સૌ સાથ…. કોરોનાને આપીશું માત….
– ૬૦ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે વિનામૂલ્યે રસીકરણ કાર્યક્રમ
— સત્યતા : રસીકરણની કોઈ આડઅસર નથી, ખોટી વાતોમાં ભરમાશો નહીં. ડાયાબિટીસ, બી.પી, કિડની, કેન્સર તથા માનસિક રોગો ધરાવતી વ્યક્તિ માટે રસીકરણ ફાયદાકારક છે.
— સમય/ રસીકરણ કેન્દ્ર ની માહિતી :
– માર્ચના પ્રથમ અઠવાડિયાથી રસીકરણ શરૂ થનાર છે.
– વિગતવાર જાણ આશા/ આરોગ્ય કર્મચારી દ્વારા કરવામાં આવશે.
કંટ્રોલરૂમ નંબર :- 02772-246422.
રસીકરણનો લાભ લો અને આવનાર સમયમાં આપણા થકી પરિવાર સમાજ અને રાષ્ટ્રને સશક્ત બનાવીએ અને લોકો માટે ઉદાહરણ બનીએ.
— આરોગ્ય શાખા, સાબરકાંઠા જીલ્લા પંચાયત-હિંમતનગર
રિપોર્ટર : શાહબુદ્દીન શિરોયા, હિંમતનગર