હિન્દ ન્યૂઝ, માંગરોળ
તારીખ 6 માર્ચના સુરતની જીવન ભારતી સ્કૂલ ખાતે બોપોરે 12 કલાકે બાળકો સાથે જાતિય દુરવ્યવહાર અંગે શિક્ષકો માટે માર્ગદર્શિકા પુસ્તિકાનું સુરતનાં કલેક્ટર ડો.ધવલ પટેલના હસ્તે વિમોચન કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં સુરતનાં જિલ્લા વિકાસ અધિકારી હિતેશભાઈ કોયા, જિલ્લા શિક્ષણાધિકારી એચ.એચ. રાજ્ય ગુરૂ, DPEO ડો.દિપક આર.દરજી, ડો.લતિકા શાહ, ડો.કેતનભાઈ ઉપસ્થિત રહી માર્ગદર્શન પણ આપશે. એમ નાયબ DPEO સ્વાતિ બેન પટેલે જણાવ્યું છે.
રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)