હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ
તા. ૦૫, ગીર સોમનાથ જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ -૨૦૨૧ દરમ્યાન નોંધાયેલા નવા મતદારો કે જેમણે ફોર્મ નં-૬માં પોતાનો મોબાઈલ નંબર આપેલ છે. તેઓ સંબંધિત મોબાઈલ એપ્લીકેશન nvsp.in તથા Voter Hepline Application (મોબાઈલ એપ)નો ઉપયોગ કરીને એપિક કાર્ડ ડાઉનલોડ કરી શકશે. આ માટે nvsp.in ઉપર જઈ રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને વેબ સાઇટમાં દાખલ થવાનું રહેશે ત્યારબાદ એપિક ઓપ્શન પર ક્લિક કરી ચૂંટણી કાર્ડ નંબર અથવા ફોર્મનો રેફરન્સ નંબર દાખલ કરવાથી મોબાઈલ નંબર ઉપર એક OTP નંબર આવશે જે દાખલ કર્યા બાદ કેપ્ચા કોડ દાખલ કરીને ઇ-એપિક કાર્ડ ડાઉનલોડ કરી શકશે.
e-EPIC ડાઉનલોડ કરવા અંગે ખાસ કેમ્પનું તા.૦૭/૦૩/૨૦૨૧ના રવિવારના રોજ સવારે ૧૦:૦૦ થી ૦૫:૦૦ કલાક દરમ્યાન આયોજન કરવામાં આવેલ હોય, સંબંધિત મતદાન મથક ઉપર e-EPIC ડાઉનલોડની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તેમ જિલ્લા ચૂંટણી અધિકારી ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.