નોવેલ કોરોના વાયરસ કોવિડ ૧૯ નો ફેલાવો અટકાવવા અને લોકોની સુરક્ષા હેતુ કન્‍ટેઇમેન્‍ટ વિસ્‍તાર જાહેર કરેલ છે

હિન્દ ન્યૂઝ, નડિયાદ

સમગ્ર ગુજરાત રાજ્ય તેમજ ભારતમાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-19 ફેલાયેલ છે જેને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. જે બાબતે ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા વખતોવખત નોવેલ કોરોના વાયરસ કોવીડ-19  નો ફેલાવો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના જાહેરનામા થી રાજ્યમાં “ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન ૨૦૨૦ ” લાગુ કરવામાં આવેલ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકારના તારીખ ૨૫/૦૩/૨૦ના પત્ર દ્વારા આ નોવેલ કોરોના વાયરસ કોવીડ-19 ની મહામારી વર્તમાન પરિસ્થિતિનો સામનો કરવા તથા સંક્રમણને નિયંત્રણમાં લેવા હેતુ જિલ્લા કક્ષાએ આયોજન સંકલન તથા નિયંત્રણમાં લેવા જાહેર હિતમાં લેવાના તમામ પગલાં લેવા જિલ્લા મેજિસ્ટ્રેટ ને જરૂરી સત્તાઓ સોંપવામાં આવેલ છે.

સમગ્ર ગુજરાત રાજ્ય તેમજ ભારત દેશના કેટલાક વિસ્તારોમાં નોવેલ કોરોના વાયરસ ના કેસો  તપાસ દરમિયાન બહાર આવી રહ્યા છે. તેવા કેસોને લીધે આ વાયરસ બીજા વિસ્તારો અને અન્ય વ્યક્તિઓ સુધી પ્રસરે નહી અને તેની અસરો નિયંત્રિત કરવા માટે તકેદારીના પગલા લેવા જરૂરી જણાય છે.
   

 ખેડા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં નોવેલ કોરોના વાયરસના કેસ મળી આવેલ છે. જેથી આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાનમાં લેતા લોકોની સુરક્ષા જોખમાય નહિ તે હેતુથી તકેદારીના પગલારૂપે સદરહુ વિસ્તારોમાં લોકોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાય છે. રમેશ મેરજા આઇ.એ.એસ., અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ખેડા-નડિયાદ, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ કલમ-૩૦ તથા કલમ-૩૪  હેઠળ તથા એપેડેમીક ડિસીઝ કોવીડ-19 રેગ્યુલેશન 2020 તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકારના તા.૨૫/૩/૨૦૨૦ થી તેઓને મળેલ સત્તાની રૂએ ફરમાવેલ છે કે, નીચે જણાવેલ વિસ્તારને containment એરિયા તરીકે જાહેર કરવામાં આવેલ છે.
 

૧). કઠલાલ શહેરના લાભ બંગ્‍લોઝ વિસ્‍તાર
૨). નડિયાદ તાલુકાના મહોળેલ ગામના ટીંબાપુરા વિસ્‍તાર
૩). વસો તાલુકાના રામપુર ગામના ખોડિયાર રસ્‍તા રોડ વિસ્તાર
૪). કપડવંજ તાલુકાના આંત્રોલી ગામના મોટા સૈયદવાડા વિસ્‍તાર ૫). વસો તાલુકાના વસો ગામના હોળી ચકલા વિસ્‍તાર
૬).નડિયાદ શહેરના દત્તાત્રેય સોસાયટી, વલ્‍લભનગર પોલિસ ચોકી નજીકનો વિસ્‍તાર,
૭).નડિયાદ શહેરના પાંચ કુઇ સમડી ચકલા પાસે વિસ્તાર,
૮). નડિયાદ શહેરના આદર્શ બંગ્‍લોઝ, કોલેજ રોડ, વાણીયાવાડ વિસ્‍તાર ઉપરોક્ત વિસ્તારમાં તમામ પ્રકારની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવે છે. ઉક્ત વિસ્તાર માટે નીચે મુજબની અમલવારી કરવાની રહેશે.

આ વિસ્તારના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર થર્મલ સ્ક્રીનીંગ કરવાનું રહેશે, આ વિસ્તારને આવરી લેતા મુખ્ય માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે. આવશ્યક સેવાઓ (તબીબી સેવાઓ અને કાયદો અને વ્યવસ્થા સંબંધી ફરજો) અને સરકારી વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવા

સિવાયની પરવાનગી વગર વસ્તીની આવન-જાવન ની પ્રવૃત્તિઓ ન થાય તે મુજબ નિયંત્રણ કરવામાં આવશે. આ હુકમની અમલવારી અત્રેથી બીજી સૂચના ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે આ સમય દરમિયાન રાજ્ય સરકાર /કેન્દ્ર સરકારને સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. અપવાદરૂપે – આ હુકમ સરકારી ફરજ કામગીરી ઉપરના હોમગાર્ડ/ પોલીસ કે અન્ય સરકારી અથવા અર્ધ સરકારી એજન્સી, સરકારી /ખાનગી દવાખાના સ્ટાફ તથા ઇમરજન્સી સેવા, કાયદો અને વ્યવસ્થા સાથે સંકળાયેલ જાહેર સેવક કે જેઓ કાયદેસરની ફરજ પર હોય તેવા તથા સક્ષમ અધિકારીએ મંજૂરી આપેલ હોય તેવી વ્યક્તિ /સેવાઓને આ હુકમ લાગુ પડશે નહીં.

આ હુકમનો ભંગ અથવા  ઉલ્લંઘન કરનાર સામે નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૫૧ થી ૫૮ ભારતીય ફોજદારી અઘિનીયમ -૧૯૭૩ (સન,૧૮૬૦નો અઘિનીયમ -૪૫)ની કલમ -૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે ખેડા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષક થી હેડ કોન્સ્ટેબલ સુધી નો હોદ્દો ધરાવનાર તમામ અધિકારી કર્મચારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે  ફરિયાદ માનવા માટે અધિકૃત કરવામાં આવે છે.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment