પશુઓનો નિભાવ માટે જોળી ફેરવીને રૂપિયા 55 હજારનું દાન એકત્રિત કરાયું

હિન્દ ન્યૂઝ, થાનગઢ થાનગઢ પાંજરાપોળ માં આશ્રય લેતા અબોલ પશુઓ માટે દર માસની અગિયારસ નિમિત્તે જીવ દયા ગ્રુપના સભ્યો દ્વારા નગરની વિવિધ બજારોમાં જોળી ફેરવવામાં આવે છે. ત્યારે પશુઓના નિભાવ માટે આર્થિક ફંડ એકત્રિત કરવા થાનગઢ પાંજરાપોળના જીવ દયા ગ્રુપના સભ્યોએ શહેરની વિવિધ બજારોમાં ફરતા શહેરના નાના-મોટા સૌ કોઈ વેપારીઓએ પશુ નિભાવ સહકાર આપ્યો હતો. ત્યારે શહેરમાંથી રૂ. 55,000 (પંચાવન હજાર) જેટલું દાન એકત્રિત કરવામાં આવ્યાનું જાણવા મળ્યું છે. રિપોર્ટ : જયેશભાઈ મોરી, થાનગઢ

Read More

દિયોદર બીયોકપરા વિસ્તાર માંથી જુગાર રમતા ચાર પોલીસ ના હાથે ઝડપાયા

હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર વિસ્તારમાં આવેલ બીયોકપરા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી દારૂ જુગાર ખુબ જ વધી રહી છે ત્યારે દિયોદર પોલીસ હાઇવે વિસ્તારમાં માં પેટ્રોલિંગ માં હતી, તે સમયે પોલીસ ને ખાનગી બાતમી ના આધારે બીયોકપરા વિસ્તારમાં જુગાર ધામ પર રેડ કરતા જુગાર રમતા (1) શ્રવણજી સેધાજી ઠાકોર (2) હસમુખ ઉકા ઠાકોર (3) ટીનાજી ધનાજી ઠાકોર (4) કકી બીજલજી ઠાકોર તમામ રહે. બીયોકપરા વિસ્તાર અને જુગાર ધારા કલમ 12 મુજબ ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે. આ રેડ માં psi હાર્દિક દેસાઈ, ટાઉન જમાદાર ભરતભાઇ દેસાઈ, દિલીપ સિંહ…

Read More

જીતશે ગુજરાત હારશે કોરોના, સેવા હી સંગઠન વોર્ડ 5 નવાપરા વિસ્તારમાં રસીકરણ કેમ્પ

હિન્દ ન્યૂઝ, ગુજરાત ની ભાજપ ની સંવેદનશીલ સરકાર ના અભિગમ સાથે જામ ખંભાળિયા ના વૉર્ડ 5 ના નવાપરા વિસ્તાર મા નગરપાલિકા પ્રમુખશ ભાવનાબેન પરમાર, સદસ્ય દિલીપભાઈ ઘઘડા, કોમલબેન દતાણી, મહેશભાઈ રાડીયા દ્વારા તેમના વિસ્તારમાં કોરાના વેકસીન રસીકરણ કેમ્પ રાખવામાં આવેલ. જેમાં વધુમાં વધુ લોકો એ લાભ લય રહ્યા છે. આ કેમ્પની મુલાકાત કરતા શહેર ભાજપ ના હોદેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વેકસીન લેતા દરેક લોકોને સાંસદ પૂનમબેન માડમ દ્વારા અપાયેલી કીટ આપવામાં આવી છે. ખૂબ સુંદર આયોજન બદલ વૉર્ડ 5 ની ટીમ ને ખુબ ખુબ અભિનંદ રિપોર્ટર : જયરાજ…

Read More

ડભોઇ તાલુકા ના તેનતલાવ પાસે રીક્ષા અને કાર વચ્ચે થયો અકસ્માત સર્જાયો

હિન્દ ન્યૂઝ, ડભોઇ ડભોઈ ચાણોદ માર્ગ પર આવેલ તેનતલાવ ગામ ખાતે વળાંક પર કાર અને રીક્ષા વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. જાણવા મળ્યા મુજબ બે મહિલા અને એક નાના બાળક સહિત એક યુવાન ને ગંભીર ઇજાઓ આવતા ગામ ના યુવાઓ દ્વારા ૧૦૮ ઇમરજન્સી સેવા નો ઉપયોગ કરી ડભોઈ ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા. ચાણોદ ખાતે આવેલ યાત્રા ધામ અને તીર્થ સ્થળો ની યાત્રાએ આવતા તેમજ પ્રવિત્ર ઘાટો પર અસ્થી વિસર્જન અને વિવિધ કર્મકાંડ ની વિધિ કરાવવા આવતા…

Read More

ડભોઇ મુસ્લીમ ડોકટર એસોસિએશન ની આગેવાની માં ડભોઇ આરોગ્ય વિભાગ દ્વારા આપવા માં આવતી કોરોના રસી ની અસરકારકતા અંગે ની માહિતી અને લોકો ને જાગૃત કરવા મિટિંગ બોલાવી

હિન્દ ન્યૂઝ, ડભોઇ ડભોઇ મુસ્લિમ ડોક્ટર એસોસિએશન ની આગેવાની માં ડભોઇ વડવાળી મસ્જિદ જામતખાના માં આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી કોરોના ની રસી ની અસરકારકતા તેમજ તેના વિશે ફેલાયેલ ભ્રમ દૂર કરવા અંગે ની માહિતી આપવા અને મુસ્લિમ સમાજ ના લોકો ને રસીકરણ માટે જાગૃત કરવા ડભોઇ ના તમામ મુસ્લિમ આગેવાનો અને સામાજિક કાર્યકરો ને બોલાવી મિટિંગ કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યા માં મુસ્લિમ આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા અને આગામી દિવસો માં વધુ થી વધુ સંખ્યા માં લોકો કોરોના ની રસી મુકાવે તે અંગે માહિતગાર કર્યા હતા. આ…

Read More

નાયબ મુખ્યમંત્રીએ આદિવાસી સમાજ વિશે કરેલા વિવાદાસ્પદ નિવેદનથી આદિવાસી સમાજમાં પડ્યા વિરોધના પ્રત્યાઘાત 

હિન્દ ન્યૂઝ, ઉમરપાડા           ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉમરપાડા તાલુકાનાં મામલતદારને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા વિધાનસભામાં બજેટસત્રની ચર્ચા દરમિયાન એવું નિવેદન આપ્યુ કે ગુજરાતમાંથી કયા આદિવાસી મેચ જોવા અમદાવાદ આવ્યા હતા. અને જો આવ્યા હોય તો ટીકીટ બતાવે. આ નિવેદનથી ઉમરગામ થી લઈ અંબાજી સુધી વસતા આદિવાસી ઓનું અપમાન કરવાનો સીધો પ્રયાસ કરવામાં આવ્યો છે. આવેદનપત્રનાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે મેચ ના વિડિયો ફૂટેજ જોવામાં આવે તો જણાશે કે ઘણા આદિવાસી સમાજના લોકો મેચ જોવામાં ઉપસ્થિત…

Read More

માંગરોળ તાલુકાની કોસંબા APMC ખાતે દર શનિવારે ભરાતો શનિવારી બજાર બંધ

હિન્દ ન્યૂઝ,માંગરોળ        માંગરોળ તાલુકાનાં કોસંબા ખાતે કોસંબા ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ કાર્યરત છે.આ APMC ખાતે દર શનિવારે-શનિવારી બજાર ભરાય છે. જે તારીખ 27 મી માર્ચના રોજ બંધ રહેશે એમ સમિતિ નાં મંત્રી અજીતસિંહ અટોદરિયા એ જણાવ્યું છે. સાથે વધુમાં જણાવ્યું છે કે APMC નું નાણાંકીય વર્ષ તારીખ 31 મી માર્ચના રોજ પૂર્ણ થતું હોવાથી જે વેપારીમિત્રો, દુકાન કે ગોડાઉન વપરાશકારો માંથી જેમની પાસે માર્કેટ, દુકાન કે ગોડાઉનની જે ફી બાકી હોય, તે આગામી તારીખ 31 મી માર્ચ-૨૦૨૧ સુધીમાં જમા કરાવી જવા સમિતિનાં મંત્રી અજીતસિંહ અટોદરિયા એ જણાવ્યું…

Read More

માંગરોળ, BRC ભવન ખાતે તાલુકા કક્ષાનું ઓન લાઈન ગણિત- વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજાયું

હિન્દ ન્યૂઝ, માંગરોળ            GCERT ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત પ્રેરિત બ્લોક કક્ષાનું ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન માંગરોળ તાલુકાના BRC ભવન પર ઓનલાઇન યોજવામાં આવ્યું હતુ. જેમાં મુખ્ય વિષય તકનીકી અને રમકડાના મુખ્ય થીમ પર કુલ પાંચ વિભાગમાંથી 38 શાળાઓએ પોતાના અલગ-અલગ મોડેલ રજૂ કર્યા હતા.આ પ્રદર્શનમાં કોવીડ-૧૯ ની ગાઈડ લાઈન મુજબ માઈક્રોસોફ્ટ ટીમના માધ્યમથી ઓન લાઇન પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતુ. જેમાં માંગરોળ તાલુકાના લાયઝન અધિકારી જગદીશભાઈ પટેલ લેક્ચરર ડાયેટ સુરત દ્વારા ભાગ લેનાર માર્ગ દર્શક શિક્ષક તથા બાળ વૈજ્ઞાનિકોને ગણિત વિજ્ઞાન પ્રદર્શન અંગે માર્ગદર્શન…

Read More

મોટામિયાં માંગરોળની ગાદી સાથે સંકળાયેલી કડીની ગાદીની ઉર્સ કોરોના મહામારીને લઇ મોકૂફ 

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)          કોમી એકતાના પ્રતિક સમાન, ઘેર ઘેર ગાયો પાળો, વૃક્ષ વાવો, વ્યસન મુક્તિ, તેમજ ઉચ્ચ શિક્ષણ મેળવોનો સંદેશો આપતી ઐતિહાસિક મોટામિયા માંગરોળની ગાદી સાથે સંકળાયેલી અને કડી મુકામે આવેલી ખ્વાજા બદરુદ્દીન ચિશ્તીની દરગાહ કે જ્યાં દર વર્ષે પરંપરા મુજબ ધુળેટીના દિવસે ઉર્સ ઉજવવામાં આવે છે. જેમા હિન્દુ – મુસ્લિમ દરેક ધર્મના અનુયાયીઓ ખૂબ મોટી સંખ્યામા હાજરી આપે છે. અહીં વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. આ પ્રસંગે મોટામિયાં માંગરોળની ગાદીના અધિકૃત ગાદી પતિ હઝરત સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી દ્વારા સંદલ શરીફની વિધિ કરવામાં…

Read More

વડતાલ ધામના શાસ્‍ત્રી શ્રી સંત વલ્‍લભદાસ સ્‍વામી એ કોરોના વેકસીન મુકાવી

હિન્દ ન્યૂઝ, નડિયાદ કોરોનાના સંક્રમણનો રાફડો ફાટ્યો છે ત્યારે ‘સાવચેતી એજ સલામતીના’ મંત્ર સાથે રાજ્ય સરકાર દ્રારા રસીકરણની ઝુંબેશને વેગવાન બનાવી છે. ત્યારે રાજ્ય સરકાર દ્રારા કોરોના સામે બાથ ભીડવા માટે ૪૫ થી ૬૦ વર્ષની વયના ગંભીર બીમારી ધરાવતા અને ૬૦ વર્ષની વધુ વય ધરાવતા લોકોને રસી આપવાની ઝુંબેશ પુરજોશમાં ચાલી રહી છે. ખેડા જિલ્લામાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમા આરોગ્ય કેન્દ્ર, ખાનગી હોસ્પિટલમાં રસીકરણની ઝુંબેશ વેગવાન બનાવવામાં આવી છે. વડતાલ ધામના શાસ્‍ત્રી સંત વલ્‍લભદાસ સ્‍વામીજીએ જણાવ્‍યું હતું કે, હું સૌ ગુજરાતવાસીઓને કરબધ્ધ પ્રાર્થના કરું છું કે, કોરોના હજુ ગયો નથી.…

Read More