દિયોદર બીયોકપરા વિસ્તાર માંથી જુગાર રમતા ચાર પોલીસ ના હાથે ઝડપાયા

હિન્દ ન્યૂઝ, દિયોદર

દિયોદર વિસ્તારમાં આવેલ બીયોકપરા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી દારૂ જુગાર ખુબ જ વધી રહી છે ત્યારે દિયોદર પોલીસ હાઇવે વિસ્તારમાં માં પેટ્રોલિંગ માં હતી, તે સમયે પોલીસ ને ખાનગી બાતમી ના આધારે બીયોકપરા વિસ્તારમાં જુગાર ધામ પર રેડ કરતા જુગાર રમતા (1) શ્રવણજી સેધાજી ઠાકોર (2) હસમુખ ઉકા ઠાકોર (3) ટીનાજી ધનાજી ઠાકોર (4) કકી બીજલજી ઠાકોર તમામ રહે. બીયોકપરા વિસ્તાર અને જુગાર ધારા કલમ 12 મુજબ ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે. આ રેડ માં psi હાર્દિક દેસાઈ, ટાઉન જમાદાર ભરતભાઇ દેસાઈ, દિલીપ સિંહ , હીરાભાઈ, ભાણજી ભાઈ વગેરે પોલીસ કર્મીઓ ધરપકડ કરી વધુ તપાસ દિયોદર પોલીસ ચલાવી રહી છે ત્યારે બીયોકપરા વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ ના અડ્ડા ઉપર રેડ કરવામાં આવે તો મોટા પાયે દેશી દારૂ પકડાય પરંતુ દિયોદર પોલીસ આંખ આડા કાન કરતી હોય છે.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment