માંગરોળ, BRC ભવન ખાતે તાલુકા કક્ષાનું ઓન લાઈન ગણિત- વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજાયું

હિન્દ ન્યૂઝ, માંગરોળ

           GCERT ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત પ્રેરિત બ્લોક કક્ષાનું ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન માંગરોળ તાલુકાના BRC ભવન પર ઓનલાઇન યોજવામાં આવ્યું હતુ. જેમાં મુખ્ય વિષય તકનીકી અને રમકડાના મુખ્ય થીમ પર કુલ પાંચ વિભાગમાંથી 38 શાળાઓએ પોતાના અલગ-અલગ મોડેલ રજૂ કર્યા હતા.આ પ્રદર્શનમાં કોવીડ-૧૯ ની ગાઈડ લાઈન મુજબ માઈક્રોસોફ્ટ ટીમના માધ્યમથી ઓન લાઇન પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતુ. જેમાં માંગરોળ તાલુકાના લાયઝન અધિકારી જગદીશભાઈ પટેલ લેક્ચરર ડાયેટ સુરત દ્વારા ભાગ લેનાર માર્ગ દર્શક શિક્ષક તથા બાળ વૈજ્ઞાનિકોને ગણિત વિજ્ઞાન પ્રદર્શન અંગે માર્ગદર્શન સાથે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

         BRC કૉ – ઓર્ડીનેટર હીરા ભાઈ ભરવાડ દ્વારા તમામ વિભાગની માહિતી આપવા માં આવી અને વધુમાં વધુ બાળકો આ ગણિત, વિજ્ઞાન પ્રદર્શનનો લાભ મળે અને બાળક અત્યારથી જ વૈજ્ઞા નિક દ્રષ્ટિકોણ કેળવે અને સમાજને ઉપયોગી બને તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભુપેન્દ્ર ભાઈ પટેલ, રંજનબેન પટેલ અને અવનીબેન સોની દ્વારા નિર્ણાયક તરીકેની સેવા આપી હતી. ટેકનિકલ સપોર્ટ તરીકે સંદીપભાઈ પટેલ અને વિજય ભાઈ એ ખૂબ સુંદર કામગીરી કરી હતી.

    રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)

Related posts

Leave a Comment