માંગરોળ તાલુકાની મોસાલી પ્રાથમિક શાળા ખાતે માંગરોળ ક્લસ્ટરના પ્રજ્ઞા શિક્ષકોની બે દીવસની તાલીમ યોજાઈ

હિન્દ ન્યૂઝ, માંગરોળ, (સુરત)            માંગરોળ તાલુકાની મોસાલી પ્રાથમિક શાળા ખાતે માંગરોળ ક્લસ્ટરના પ્રજ્ઞા શિક્ષકોની બે દીવસની તાલીમ યોજવામાં આવી છે.  તારીખ 23 અને 24 ના રોજ કોસંબા, સીમોદરા, નાની નરોલી, માંગરોળ, પાતલદેવી, વાંકલ,આમ કુલ છ ક્લસ્ટરમાં પ્રજ્ઞા શિક્ષકોની ધોરણ 1 અને 2 ની તાલીમ દરેક CRC સેન્ટર ઉપર ચાલી રહી છે. જેમાં કોરોનાની ગાઈડ લાઈન મુજબ માસ્ક પહેરી, સોશિયલ ડિસ્ટન્સ રાખી, સેનેટાઈઝરનો ઉપયોગ કરાયો છે.માંગરોળ ક્લસ્ટરની પ્રજ્ઞા તાલીમ મોસાલી પ્રાથમિક શાળા ખાતે રાખવામાં આવી છે. જેમાં કુલ ૧૬ જેટલા શિક્ષકો તાલીમ લઇ રહ્યા છે જેના…

Read More

ડભોઇ નગરપાલિકાના ૨૭ જેટલા પેન્શનરોના બાકી તફાવતની રકમ ચૂકવાતા કર્મચારી પરિવારોમાં આનંદની લાગણી

હિન્દ ન્યૂઝ, ડભોઇ           ડભોઇ નગરપાલિકામાં સેવાઓ બજાવી નિવૃત્ત થયેલા ૨૭ જેટલા પેન્શનર કર્મચારીઓ ના નિવૃત્તિના લાભ સહિત બાકી તફાવતની રકમ છેલ્લા ઘણા સમયથી ચૂકવવાની બાકી હતી. આ કર્મચારીઓએ જે તે સમયે ડભોઇ નગરપાલિકાના સત્તાધીશોને વારંવાર રજૂઆતો કરી હતી. પરંતુ તેઓના પગાર તફાવત ના બાકી નાણાં ઘણા લાંબા સમયથી ચૂકવવાના બાકી હતા. પરંતુ હાલમાં તાજેતરમાં રચાયેલા ભાજપના બોર્ડના પ્રમુખ કાજલબેન દુલાની તથા હાલના કારોબારી ચેરમેન વિશાલ વી. શાહ દ્વારા આ કર્મચારીઓને તેમના બાકી તફાવતની રકમ સત્વરે ચૂકવાઇ જાય તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. તેમજ…

Read More

રાજ્ય સરકારે મર્યાદિત સંખ્યામાં હોળી દહનની છૂટ આપી, ધૂળેટીમાં રંગોથી રંગવા-પાણી નાખવાની મંજૂરી આપી નહિ

હિન્દ ન્યૂઝ,માણાવદર             ગુજરાતમાં હોળીના દિવસે ધાર્મિક રીતે હોળી દહનની જ માત્ર મંજૂરી મળી છે. હોળી દહન માટે મર્યાદિત સંખ્યામાં લોકો ભેગા થાય તેની છૂટ આપવામાં આવી છે. હોળીની ઉજવણીમાં ટોળા કરવા, ધુળેટીમાં રંગવા-પાણી નાખવા જેવી કોઇ મંજૂરી આપવામાં નહિ. હોળી-ધુળેટીના નાના મોટા કે જાહેર રંગોત્સવ કાર્યક્રમને મંજૂરી નહીં મળે. આ મહત્વનો નિર્ણય જાહેર કરતા નાયબ મુખ્યમંત્રી એ જણાવ્યું કે, મને વિશ્વાસ છે કે, રાજ્યના નાગરિકો જાગૃત છે એટલે કોઈ પણ વ્યક્તિ કોરોનાનું સંક્રમણ ન થાય એટલે હોળી રમશે નહીં. આ વખતે હોળી-ધુળેટીની સાધારણ ઉજવણી કરશું.…

Read More

સીમળીયા જિલ્લા પંચાયતની બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના અશ્વિનભાઈ પટેલે (વકીલ) વિજય પ્રાપ્ત કર્યો તે બદલ ડભોઇ મોર્નિંગ ગૃપે તેઓને સન્માનીત કર્યા

હિન્દ ન્યૂઝ, ડભોઈ             ડભોઇ -દર્ભાવતી ના અડગ અને પ્રતિભાશાળી કે જેવો હર હંમેશ પ્રજાની સાથે રહેતા એવા નેતા અશ્વિનભાઈ પટેલ (વકીલ) કે જેઓ સીમળીયા જિલ્લા પંચાયતની બેઠક ઉપર ભાજપનો મેન્ડેટ મેળવી વિજય પ્રાપ્ત કર્યો હતો. જેમાં તેઓએ એક મહત્વપૂર્ણ જીત હાંસલ કરી છે. તેના અનુસંધાનમાં આજરોજ ડભોઇ મોર્નિંગ ગૃપે તેઓને સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમમાં અશ્વિનભાઈ પટેલે (વકીલે) આ મોર્નિંગ ગ્રુપનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો અને તેઓએ આ મોર્નિંગ ગ્રુપની જે કામગીરી છે તેના ખૂબ વખાણ પણ કર્યા હતા. કારણ કે રોજ સવારે…

Read More

વડોદરાની રાજપૂત યુવા સેના બીમાર ધૈર્યરાજ સિંહ ના વ્હારે આવી

વડોદરાની રાજપૂત યુવા સેના દ્વારા ધૈર્યરાજ સિંહ માટે હાઈવે પર તેમજ વડોદરા શહેરમાંથી ૩,૦૦૦૦૦/- રૂપિયાથી વધુ ફંડ ભેગું કરાયુ   હિન્દ ન્યૂઝ, વડોદરા            મહિસાગર જિલ્લાના કાનસેર ગામના અને હાલમાં ગોધરા રહેતા રાઠોડ રાજદીપ સિંહ નો ફક્ત ત્રણ મહિનાનો માસુમ પુત્ર ધૈર્યરાજસિંહ ને SMA-1 કરોડ રજ્જુ સ્નાયુ સંબંધી ગંભીર પ્રકારની બીમારી છે અને તેના ઈલાજ માટે અંદાજે ૨૨.૫ કરોડ નું ભારી ભરખમ ખર્ચ છે. તેમાં કેન્દ્ર સરકાર દ્વારા ૬.૫ કરોડની સહાય કરાઈ છે. છતાં બીજા ૧૬ કરોડ ભેગા કરવા સમગ્ર ગુજરાત માંથી જુદા જુદા સંગઠન અને…

Read More

દિયોદર જમીન વિકાસ બેંકની ચૂંટણીમા ૨૫ બેઠકો માંથી ૨૨ બેઠકો બિન હરીફ 3, બેઠકો પર ચૂંટણી યોજાશેv

હિન્દ ન્યૂઝ, દિયોદર            બનાસકાંઠા જિલ્લામાં જમીન વિકાસ બેંકની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે જિલ્લામાં ૨૫ બેઠકો પર ચૂંટણી ફોર્મ ભરવા ની પ્રક્રિયા થયા પછી ૨૦ /3/2021 નો છેલ્લા દિવસે ફોર્મ પરત ખેંચવાની તારીખ હોય જિલ્લાના કોંગ્રેસના આગેવાન ગોવાભાઈ દેસાઈ અને આગેવાનો દ્વારા અંતે ભારે મથામણ બાદ જિલ્લાની ૨૫ બેઠકો માંથી ૨૨ બેઠકો બિન હરીફ જાહેર થઈ હતી. જ્યારે એક માત્ર પાલનપુર વિભાગ ની 3 ડિરેકટરો ની બેઠકો ની ૬ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ 27 તારીખે યોજાવાનો છે. જિલ્લામાં જમીન વિકાસ બેંકની ચૂંટણીમા હવે ચેરમેન…

Read More

દિયોદર માં શક્તિ નગર સોસાયટીમાં જુના મકાન નો કઠેડો તૂટતાં વૃધ્ધ મહિલા ઉપર પડતા ઘાયલ

હિન્દ ન્યૂઝ, દિયોદર           દિયોદર ખાતે આવેલ શક્તિનગર સોસાયટીમાં જુના મકાન નું રીપેરીંગ કામ ચાલુ હતું તે સમયે કઠેડા નો ભાગ અચાનક તુટી પડતા નીચે બેઠેલ ૭૦ વર્ષની વૃદ્ધ મહિલાને પગના ભાગે ઇજા થતા આજુબાજુથી લોકો દોડી આવી તાત્કાલિક ૧૦૮ને જાણ કરતા દિયોદર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઇ ગયેલ ત્યાંથી વધુ સારવાર માટે પાટણ ખસેડવા જાણવા મળેલ છે. અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Read More

દિયોદર ના રાટીલા ગામે વજેગઢ ગામ ના યુવાનની શંકાસ્પદ હાલત માં લાશ મળી

હિન્દ ન્યૂઝ, દિયોદર         દિયોદર તાલુકાના રાટીલા ગામે વજેગઢ ગામના યુવાનની શંકાસ્પદ હાલતમાં ઘર આંગણે થી લાશ મળી આવતા સમગ્ર પથક માં ભારે ચકચાર મચી જવા પામી છે. જે અંગે મૃતક ના પરિવારજનો પોલીસ મથક ખાતે દોડી આવી સમગ્ર ઘટના મામલે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરી છે. જે અંગે પોલીસે મૃતકની લાશને પી એમ અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ કરવામાં આવ્યું હતું. પણ પોલીસે FIR મા આત્મ હત્યા થઈ હોવાનું અને લાશ સંકા શીલ હોય પીએમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવા જણાવ્યું હતું કે ત્યારે…

Read More

દિયોદર તાલુકાના ત્રણ વિધાર્થીઓ એ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એથ્લેટીક્સ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો

હિન્દ ન્યૂઝ, દિયોદર                 બનાસકાંઠા જિલ્લો એટલે અંતરિયાળ પંથક અને પાકિસ્તાન ના બોડર પર આવેલો જીલ્લો છે. જ્યાં શિક્ષણનું પ્રમાણ પણ સામાન્ય જોવા મળે છે. છતાં જો યુવાનોને યોગ્ય માર્ગદર્શન અને દિશા મળે તો બનાસની ધરતીમાંથી પણ અણમોલ રતન નીકળે તેમ છે અને બનાસકાંઠાનું નામ આંતર રાષ્ટ્રીય સ્તરે ગુજવી શકે તેટલી તાકાત બનાસકાંઠા ના યુવાનોમાં હાલ પણ પડી છે ત્યારે બનાસકાંઠા ના છેવાડે આવેલો દિયોદર તાલુકામાં વી કે વાઘેલા હાઈસ્કૂલ માં અભ્યાસ કરતા (1) મહેશ ઠાકોર એથ્લેટીક્સ 200મીટર દોડ (૨) ભરત ઠાકોર એથ્લેટીક્સ…

Read More

અરવલ્લીના મોડાસા વૃંદાવન સોસાયટી તથા માલપુર અંધારી વાડીનો વિસ્તારને બે ગામના કન્ટેઇનમેન્ટ ઝોનમાં સમાવિશષ્ટ

હિન્દ ન્યૂઝ, અરવલ્લી            હાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસ COVID-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્રારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. ભારતમાં પણ COVID-19 ના કુલ-૧,૦૦,૦૦,૦૦૦ થી વધારે કેસો નોંધાયેલ છે. જે બાબતે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા સમયાંતરે કોરોના વાયરસ COVID-19 ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને કોરોના વાયરસ COVID-19 ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર-જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા સારૂ પ્રતીબંધિત કરવામાં આવે છે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં કોરોનાનો પોઝીટીવ કેસ મોડાસા…

Read More