માંગરોળ તાલુકાની મોસાલી પ્રાથમિક શાળા ખાતે માંગરોળ ક્લસ્ટરના પ્રજ્ઞા શિક્ષકોની બે દીવસની તાલીમ યોજાઈ

હિન્દ ન્યૂઝ, માંગરોળ, (સુરત)

           માંગરોળ તાલુકાની મોસાલી પ્રાથમિક શાળા ખાતે માંગરોળ ક્લસ્ટરના પ્રજ્ઞા શિક્ષકોની બે દીવસની તાલીમ યોજવામાં આવી છે.  તારીખ 23 અને 24 ના રોજ કોસંબા, સીમોદરા, નાની નરોલી, માંગરોળ, પાતલદેવી, વાંકલ,આમ કુલ છ ક્લસ્ટરમાં પ્રજ્ઞા શિક્ષકોની ધોરણ 1 અને 2 ની તાલીમ દરેક CRC સેન્ટર ઉપર ચાલી રહી છે. જેમાં કોરોનાની ગાઈડ લાઈન મુજબ માસ્ક પહેરી, સોશિયલ ડિસ્ટન્સ રાખી, સેનેટાઈઝરનો ઉપયોગ કરાયો છે.માંગરોળ ક્લસ્ટરની પ્રજ્ઞા તાલીમ મોસાલી પ્રાથમિક શાળા ખાતે રાખવામાં આવી છે. જેમાં કુલ ૧૬ જેટલા શિક્ષકો તાલીમ લઇ રહ્યા છે જેના વર્ગ સંચાલક તરીકે CRC કંચનભાઈ પટેલ અને તજજ્ઞ તરીકે હીનાબેન કાબરીયા સેવા આપી રહ્યા છે. આ તાલીમ બાયસેગ દ્વારા ઓન એર ના સમય પત્રક મુજબ આપવામાં આવી રહી છે.

રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ, (સુરત)

Related posts

Leave a Comment