હિન્દ ન્યૂઝ, ડભોઈ
ડભોઇ -દર્ભાવતી ના અડગ અને પ્રતિભાશાળી કે જેવો હર હંમેશ પ્રજાની સાથે રહેતા એવા નેતા અશ્વિનભાઈ પટેલ (વકીલ) કે જેઓ સીમળીયા જિલ્લા પંચાયતની બેઠક ઉપર ભાજપનો મેન્ડેટ મેળવી વિજય પ્રાપ્ત કર્યો હતો. જેમાં તેઓએ એક મહત્વપૂર્ણ જીત હાંસલ કરી છે. તેના અનુસંધાનમાં આજરોજ ડભોઇ મોર્નિંગ ગૃપે તેઓને સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમમાં અશ્વિનભાઈ પટેલે (વકીલે) આ મોર્નિંગ ગ્રુપનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો અને તેઓએ આ મોર્નિંગ ગ્રુપની જે કામગીરી છે તેના ખૂબ વખાણ પણ કર્યા હતા. કારણ કે રોજ સવારે બધા મિત્રો ભેગા થઈ એક પરિવારની જેમ તેઓ સૌ સાથે મળીને વ્યાયામ કરે છે એ ખૂબ જ મહત્ત્વનું કાર્ય છે.
જે વ્યક્તિ દરરોજ સવારમાં વહેલા ઊઠીને વ્યાયામ કરે તેનો સમગ્ર દિવસ ખૂબ જ પ્રફુલ્લિત મનથી પસાર થતો હોય છે અને વ્યક્તિ ને કામનો બોજ વધુ હોવા છતા તેઓને ખબર પણ નથી પડતી અને સમગ્ર દિવસ પસાર થઈ જાય છે. તેમજ આપણે નિરોગી પણ બનીએ છીએ. આ કાર્યથી સમાજ ના બીજા લોકોએ દરરોજ સવારે વહેલા ઊઠી વ્યાયામ કરવાનું શીખવું જોઈએ અને દરરોજ વહેલા ઊઠીને વ્યાયામ કરવાથી પોતાનું મન પ્રફુલ્લિત અને નિરોગી બને છે. આમ આ મોર્નિંગ રૂપે અશ્વિનભાઈ પટેલ (વકીલ) ને સન્માનિત કરાયા છે જેથી અશ્વિનભાઈ પટેલ (વકિલ) સમગ્ર ગ્રુપ નો આભાર વ્યક્ત કર્યો હતો આ સમગ્ર કાર્યક્રમમાં ભારતીય કિસાન સંઘ વડોદરા જિલ્લાના સંયોજક સુરેશ પટેલ, દિપકભાઈ જોષી, નીરવ પટેલ તેમજ બીજા અન્ય મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : રાજેશ વાળંદ, ડભોઇ