હિન્દ ન્યૂઝ,માણાવદર
ગુજરાતમાં હોળીના દિવસે ધાર્મિક રીતે હોળી દહનની જ માત્ર મંજૂરી મળી છે. હોળી દહન માટે મર્યાદિત સંખ્યામાં લોકો ભેગા થાય તેની છૂટ આપવામાં આવી છે. હોળીની ઉજવણીમાં ટોળા કરવા, ધુળેટીમાં રંગવા-પાણી નાખવા જેવી કોઇ મંજૂરી આપવામાં નહિ.
હોળી-ધુળેટીના નાના મોટા કે જાહેર રંગોત્સવ કાર્યક્રમને મંજૂરી નહીં મળે. આ મહત્વનો નિર્ણય જાહેર કરતા નાયબ મુખ્યમંત્રી એ જણાવ્યું કે, મને વિશ્વાસ છે કે, રાજ્યના નાગરિકો જાગૃત છે એટલે કોઈ પણ વ્યક્તિ કોરોનાનું સંક્રમણ ન થાય એટલે હોળી રમશે નહીં.
આ વખતે હોળી-ધુળેટીની સાધારણ ઉજવણી કરશું. બને ત્યાં સુધી એક સાથે એકઠા થવું નહિ.
રિપોર્ટ : હાજાભાઈ ઢોલા, માણાવદર