ગિર સોમનાથ જિલ્લા ના પ્રભાસ પાટણ મા પટની જમાતખાના ખાતે મુસ્લિમ સમાજના શિક્ષિત યુવકો/ યુવતિઓ માટે સરકારી સર્વિસ તેમજ ગૃહ ઉદ્યોગ (સ્વરોજગારી) મેળવવા માટે નો માર્ગદર્શન સેમીનાર યોજાયો

હિન્દ ન્યૂઝ, ગિર સોમનાથ સરકારી નોકરીઓ મેળવવા તેમજ ગૃહ ઉદ્યોગ માટેની તૈયારીઓ કરવાની વિસ્તૃત જાણકારી આપવામાં આવેલ સમાજમાં શિક્ષણ નું પ્રમાણ વધારવા, સરકારની યોજનાઓ નો લાભ સર્વે લોકો સુધી પહોંચાડવા, ડોક્યુમેન્ટસ વેરિફિકેશન ના કેમ્પો રાખવા, જરૂરિયાતમંદ/ વિધવા/ તલાકસુદા બહેનોને ગૃહઉદ્યોગ થકી રોજગારી મેળવી પગભર કરવા વિગેરે બાબતોની ચર્ચાઓ આ પ્રોગ્રામમાં કરવામાં આવેલ. આ સેમિનાર ની સૌથી મહત્વની વિશેષતા એ હતી કે મોટી સંખ્યામાં મહિલાઓ એ હાજરી આપેલ હતી. સરકાર દ્વારા આપવામાં આવતી ગૃહઉદ્યોગ (સ્વરોજગારી) સહાય મેળવવા માટે 10 ,10 બહેનો ના 4 ગ્રુપ બનેલા તેઓ સ્વનિર્ભર બને તેના માટે આયોજકો…

Read More

જામ ખંભાળિયા ખાતે જલારામ બાપાની પુણ્યતિથિ તેમજ ‘ઇન્ટરનેશનલ વુમન ડે’ ની ઉજવણી કરાઈ

હિન્દ ન્યૂઝ, જામ ખંભાળિયા જામ ખંભાળિયા ખાતે જલારામ બાપાની 140 મી પુણ્યતિથિ તેમજ ‘ઇન્ટરનેશનલ વુમન ડે’ નિમિત્તે ખંભાળિયાની સેવાભાવી સંસ્થા રોબિન હૂડ ગ્રુપ ની લેડીઝ ટીમ દ્વારા સ્લમ વિસ્તારમાં જઈ ‘ઇન્ટરનેશનલ વુમન ડે’ નિમિત્તે સ્લમ વિસ્તારની લેડીસ ના હાથે કેક કાપી તેની ઉજવણી કરી. તેમજ જલારામ બાપાની પુણ્યતિથી ના ભાગરૂપે ફૂડપેકેટ નાના બાળકોને આપી તેની ઉજવણી કરી. આ કાર્યક્રમમાં રોબિન હૂડ ગ્રુપ ના દિપ્તીબેન રૂઘાણી, પ્રીતિબેન વિઠલાણી, મનન કારીયા તેમજ વગેરે કાર્યકરો એ સેવા આપી હતી. રિપોર્ટર : જયરાજ માખેચા, જામ ખંભાળિયા

Read More

ખેડા જિલ્લામાં ઘઉંની ખરીદી તા.૧૬/૦૩/૨૦૨૧થી તા.૩૧/૦૫/૨૦૨૧ દરમિયાન ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ૨૩૫ જેટલા ગોડાઉન કેન્દ્રો ખાતે કરવામાં આવશે

હિન્દ ન્યૂઝ, નડિયાદ રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે રવિ માર્કેટિંગ સિઝન  ૨૦૨૧ -૨૨ અંતર્ગત ઘઉંની ખરીદી આગામી તા.૧૬/૦૩/૨૦૨૧ થી ૩૧/૦૫/૨૦૨૧ દરમિયાન ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ૨૩૫ જેટલા ગોડાઉન કેન્દ્રો ખાતે કરવામાં આવનાર છે. ભારત સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવ ઘઉં માટે રૂપિયા ૧૯૭૫/-  પ્રતિ ક્વિન્ટલ નિયત કરેલ છે. લઘુતમ ટેકાના ભાવે ઘઉં વેચાણ કરવા ઈચ્છા ધરાવતા ખેડૂતોને ઓનલાઇન નોંધણી ગુ.રા.ના.પૂ. નિગમના સંબંધિત ગોડાઉન કેન્દ્ર ખાતે તથા ગ્રામ્ય કક્ષાએ v.c.e મારફતે તા.૦૮/૦૩/૨૦૨૧ થી તા.૩૧/૦૩/૨૦૨૧  સુધી ચાલુ રહેશે. તે મુજબ નોંધણી કરાવવા તમામ ખેડૂતો ને જાણ કરવામાં આવે છે. રિપોર્ટર : પ્રતિક…

Read More

જૂનાગઢ ગિરનારની તળેટીમાં ભવનાથ ખાતે દર વર્ષે પાંચ દિવસ યોજાતો મીની કુંભ શિવરાત્રીનો મેળો

હિન્દ ન્યૂઝ, માણાવદર જૂનાગઢ ગરવા ગિરનારની તળેટીમાં ભવનાથ ખાતે દર વર્ષે પાંચ દિવસ યોજાતો મીની કુંભ શિવરાત્રીનો મેળોનો રવિવાર તા.૭ થી મહાદેવના મંદિરે ધ્વજારોહણ કરી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વર્ષે કોરોનાને કારણે મેળો ભક્તો વગર જ યોજવામાં આવશે તેવો નિર્યણ લેવામાં આવ્યો છે. પરંપરા પ્રમાણે ભવનાથ મંદિરમાં ધ્વજારોહણ કરીને ઉત્સવની શરૂઆત કરવામાં આવે છે. ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ પટાંગણમાં યોજાતો મહાશિવરાત્રી મીની કુંભ મેળાનો શુભારંભ કરવામાં આવ્યો છે. હર હર મહાદેવ, જય ભોલેનાથ ના જયઘોષ સાથે પરંપરાગત શિવરાત્રીનો મેળો સાધુ સંતોની હાજરીમાં ખુલ્લો મુકવામાં આવ્યો છે. જૂના અખાડા, પંચ…

Read More

જૂનાગઢના કેશોદ શહેર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન

હિન્દ ન્યૂઝ, માણાવદર જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં સર્વરોગ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન કેશોદના આહિર સમાજ ખાતે કરવામાં આવેલું હતું. સમાજ સેવા અર્થે કરવામાં આવેલ આયોજનમાં આહિર સમાજના ૩૦થી વધુ નિષ્ણાત, તજજ્ઞ ડોક્ટરોએ પોતાની સેવા આપેલી. તજજ્ઞ ડોક્ટરોએ દર્દીઓને તપાસીને જરૂરિયાતમંદ દર્દીઓને દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવેલી આ સર્વરોગ નિદાન કેમ્પમ કેશોદ શહેરના આજુબાજુ વિસ્તારના આશરે ૨૦૦૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. આ સર્વરોગ નિદાન કેમ્પમાં અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, વેરાવળ, કેશોદ તેમજ અન્ય શહેરોના નિષ્ણાત, તજજ્ઞ ડોકટરો દ્વારા વિનામુલ્યે દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. જેમાં વિના મૂલ્યે…

Read More

ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા માણાવદર ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ હતી

હિન્દ ન્યૂઝ, માણાવદર            ભારત વિકાસ પરિષદ માણાવદર શાખા દ્વારા સરકારી ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદી જુદી ટીમોએ ભાગ લીધો હતો. જેમાં માણાવદર, ધોરાજી, જેતપુર, જૂનાગઢ, સોમનાથ અને કેશોદ એમ કુલ ૬ શાખા એ ભાગ લીધેલો હતો. આ ૬ ટીમો વચ્ચે વહેલી સવારથી જ જુદી જુદી ટીમો વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં ફાઇનલ મેચ સોમનાથ ટીમ અને ધોરાજી ટીમ વચ્ચે રમાઈ હતી.          ધોરાજી સામે સોમનાથ ટીમે ભવ્ય વિજય મેળવ્યો હતો. સોમનાથ ટીમના કપ્તાન…

Read More

જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલની અધ્યક્ષતામાં મહિલા દિવસ ઉજવાયો

હિન્દ ન્યૂઝ, નડિયાદ              ખેડા જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલની અધ્યક્ષતામાં મહિલા દિવસ ઉજવાયો. જેમાં ૮મી માર્ચે વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં કલેક્ટર કચેરી ખાતે મહિલા દિવસ નિમિતે ઉત્કૃષ્ટ કાર્ય કરનાર ખેડા જિલ્લાની અગ્રણી મહિલાઓને તેમજ ચુંટણીમાં પ્રથમ વખત મતદાન કરનાર યુવતીઓનુ જિલ્લા કલેકટર આઇ.કે.પટેલના વરદ હસ્તે મહિલાઓને મોમેન્ટો અને પુષ્પગુચ્છથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહિલાઓને સંબોધતા જિલ્લા કલેકટરે કહ્યુ હતુ કે, મહિલાઓ હવે તમામ ક્ષેત્રમાં પુરુષ સમોવડી થઈ છે તેમ કહેવા કરતા એમ કહી શકાય કે પુરુષોની…

Read More

૧૩મી માર્ચે ખેડા જિલ્લામાં પ્રવેશનારી દાંડીયાત્રાનુ ભવ્ય સ્વાગત કરવા વહીવટી તંત્ર સજ્જ

હિન્દ ન્યૂઝ, નડિયાદ             દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા.૧૨મી માર્ચે સાબરમતી આશ્રમથી ઐતિહાસિક દાંડી યાત્રાને  લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે. આ દાંડીયાત્રા ગુજરાતના વિવિધ જિલ્લા, તાલુકા, ગામોમાંથી પસાર થશે, ત્યારે તા.૧૩મી માર્ચે ખેડા જિલ્લામાં પ્રવેશનારી આ દાંડીયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ માટે જિલ્લા કલેકટર આઈ.કે.પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લાના પદાધિકારીઓની એક બેઠક મળી હતી. આ એક ઐતિહાસિક દાંડી યાત્રામાં જોડાનારા યાત્રિકોની તમામ સગવડતાના સુચારું આયોજન માટે સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી.   દાંડીયાત્રા આગામી તારીખ ૧૩મી માર્ચથી તારીખ ૧૫મી માર્ચ દરમિયાન ખેડા જિલ્લામાંથી પસાર થશે ત્યારે…

Read More

મોડાસા ખાતે “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ”ની ઉજવણી કરાઇ

હિન્દ ન્યૂઝ, મોડાસા             અરવલ્લી જિલ્લાના મોડાસાના નગરપાલિકાના ટાઉનહૉલ ખાતે જિલ્લા બાળ વિકાસ કચેરી અને જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ કચેરીના સંયુકત ભાગરૂપે જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી ગાયત્રીબેન પટેલ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીમતી સ્મિતાબેન પટેલની ઉપસ્થિતિમાં “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” ની ઉજવણી કરાઈ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણી નિમિત્તે જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી ગાયત્રીબેન પટેલ મહિલાઓને સંબોધતા જણાવ્યું કે, આજનો દિવસ મહિલાઓ માટે ખાસ છે, આજના દિવસે વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીઓ કરાઇ રહી છે. મહિલાઓ માટે સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેવી કે…

Read More

સુરત જિલ્લાનો મહિલા દિવસ નિમિતે મહિલાઓની સુરક્ષા અંગેના કાયદાઓ તેમજ મહિલાલક્ષી યોજનાઓ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ કે.એલ.પટેલ હાઈસ્કૂલમાં યોજાયો

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)              આજે આઠમી માર્ચ હોય,આ દિવસને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સુરત જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી તથા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત ના સંયુક્ત ઉપક્રમે આયોજિત મહિલા ઓની સુરક્ષા અંગેના કાયદાઓ તેમજ મહિલાલક્ષી યોજનાઓ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કે.એલ.પટેલ હાઈસ્કૂલ, અનાવલ ખાતે કરવામાં આવ્યું હતુ. સ્વાતિબેન પટેલ, તરકાણી ના સરપચ લલીતાબેન, જિલ્લા મહિલા અને બાળ કચેરી માં કાર્યરત સેન્ટર ના કર્મચારીઓ, આંગણવાડી વર્કરો, આશાવર્કરો, શિક્ષકો શાળાના વિદ્યાર્થીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં ડો. પદ્માબેન તડવી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા…

Read More