જૂનાગઢના કેશોદ શહેર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન

હિન્દ ન્યૂઝ, માણાવદર

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં સર્વરોગ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન કેશોદના આહિર સમાજ ખાતે કરવામાં આવેલું હતું. સમાજ સેવા અર્થે કરવામાં આવેલ આયોજનમાં આહિર સમાજના ૩૦થી વધુ નિષ્ણાત, તજજ્ઞ ડોક્ટરોએ પોતાની સેવા આપેલી. તજજ્ઞ ડોક્ટરોએ દર્દીઓને તપાસીને જરૂરિયાતમંદ દર્દીઓને દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવેલી આ સર્વરોગ નિદાન કેમ્પમ કેશોદ શહેરના આજુબાજુ વિસ્તારના આશરે ૨૦૦૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. આ સર્વરોગ નિદાન કેમ્પમાં અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, વેરાવળ, કેશોદ તેમજ અન્ય શહેરોના નિષ્ણાત, તજજ્ઞ ડોકટરો દ્વારા વિનામુલ્યે દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. જેમાં વિના મૂલ્યે જરૂરી દવાઓ પણ આપવામાં આવી હતી.

આહિર એકતા મંચ અને આહીર સમાજ કેશોદ દ્વારા આયોજિત આ સર્વરોગ નિદાન કેમ્પમાં આંતરડાં, લિવર, ચામડીના રોગ, આંખની બીમારી, બાળરોગ, સ્ત્રીરોગ હાથ-પગ સાંધાના રોગ સહિતના તમામ પ્રકારના રોગોને તપાસમાં આવ્યા હતા તથા દવાઓ આપવામાં આવી હતી સાથે સાથે ડાયાબિટીસ ચેકઅપ અને હિપેટાઇટિસ-બી ચેકઅપ પણ કરી આપવામાં આવેલ હતું. જૂનાગઢના હરેશ ગ્રુપ દ્વારા દર્દીઓને વિનામૂલ્યે દવા આપવામાં આવેલ. આ કેમ્પમાં આમંત્રિત મહેમાનો નું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ સેવા આપેલ ડોક્ટરને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ સર્વરોગ નિદાન કેમ્પને સફળ બનાવવા આહીર એકતા મંચના પ્રમુખ રાજુભાઇ બોરખતરીયા અને કેશોદ આહીર સમાજ ના પ્રમુખ કરસનભાઈ બોદરે ભારે જહેમત ઊઠાવી હતી. કેશોદ ખાતેનો આ સર્વ રોગ નિદાન કેમ્પ માનવ સેવા અર્થે કરવામાં આવ્યો હતો. સર્વ રોગ નિદાન કેમ્પને સફળ બનાવવા માટે આહીર એકતા મંચના યુવાનો ઘણા દિવસથી મહેનત કરી રહ્યા હતા.

રિપોર્ટર : હાજાભાઈ ઢોલા, માણાવદર

Related posts

Leave a Comment