ખેડા જિલ્લામાં ઘઉંની ખરીદી તા.૧૬/૦૩/૨૦૨૧થી તા.૩૧/૦૫/૨૦૨૧ દરમિયાન ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ૨૩૫ જેટલા ગોડાઉન કેન્દ્રો ખાતે કરવામાં આવશે

હિન્દ ન્યૂઝ, નડિયાદ

રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે રવિ માર્કેટિંગ સિઝન  ૨૦૨૧ -૨૨ અંતર્ગત ઘઉંની ખરીદી આગામી તા.૧૬/૦૩/૨૦૨૧ થી ૩૧/૦૫/૨૦૨૧ દરમિયાન ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ૨૩૫ જેટલા ગોડાઉન કેન્દ્રો ખાતે કરવામાં આવનાર છે. ભારત સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવ ઘઉં માટે રૂપિયા ૧૯૭૫/-  પ્રતિ ક્વિન્ટલ નિયત કરેલ છે. લઘુતમ ટેકાના ભાવે ઘઉં વેચાણ કરવા ઈચ્છા ધરાવતા ખેડૂતોને ઓનલાઇન નોંધણી ગુ.રા.ના.પૂ. નિગમના સંબંધિત ગોડાઉન કેન્દ્ર ખાતે તથા ગ્રામ્ય કક્ષાએ v.c.e મારફતે તા.૦૮/૦૩/૨૦૨૧ થી તા.૩૧/૦૩/૨૦૨૧  સુધી ચાલુ રહેશે. તે મુજબ નોંધણી કરાવવા તમામ ખેડૂતો ને જાણ કરવામાં આવે છે.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment