ડો.બી.આર.આંબેડકર સ્વયં સેવક સંઘ, અમદાવાદ તથા શુભમ્ ગૃપ ઓફ ઇન્સ્ટિટયૂટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા સ્નાતક સન્માન સમારોહમા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપભાઈ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા

હિન્દ ન્યુઝ, અમદાવાદ 

             ડો.બી.આર.આંબેડકર સ્વયં સેવક સંઘ, અમદાવાદ તથા શુભમ્ ગૃપ ઓફ ઇન્સ્ટિટયૂટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા સ્નાતક સન્માન સમારોહમા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી  પ્રદીપભાઈ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાસંગિક ઉદબોધનમાં મંત્રી એ જણાવ્યું હતું કે ” આર્થિક રીતે સધ્ધર ન હોય એવા વિધાર્થીનીઓ આ સંસ્થામા આવીને અભ્યાસ કરી રહ્યા છે ત્યારે સંસ્થા ઓછી ફી લઈને સમાજમા ઉચ્ચ શિક્ષણ આપવાનુ સામાજિક દાયિત્વ નિભાવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારતની નેમ વ્યક્ત કરી છે એમાં ભારતનું ભવિષ્ય એવા વિધાર્થીઓ શિક્ષણ થકી આગળ આવે અને ખરા અર્થમાં આત્મનિર્ભર બને તેવાં પ્રયાસોમા અનેક શૈક્ષણિક સંસ્થાઓ સાથે સમાજના લોકો રાહતદરે જે શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે તે ખરેખર પ્રશંસનીય કામગીરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે શુભમ,સોહમ અને શાન્તમ્ ગૃપ ઓફ ઇન્સ્ટિટયૂટ તથા મહાત્મા ગાંધી ફિઝીયોથેરાપી કોલેજ દ્રારા અમદાવાદમાં ૧૧ વર્ષથી નર્સિંગ અને લો કરવા માટે વિધ્યાર્થીઓને અભ્યાસનું માળખું પુરું પાડે છે.

ઉપરોક્ત ઈન્સ્ટીટયૂટમાં ANM,GNM,B.Sc(N),PB.B.sc(N),M.sc(N),તથા BPT પેરા મેડિકલ કોર્ષનો અભ્યાસ ઉપલબ્ધ છે. જેમા તમામ ધર્મ અને જ્ઞાતિના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.સંસ્થામા વિષય નિષ્ણાંતો, તજજ્ઞો દ્રારા માર્ગદર્શન આપીને શિક્ષણકાર્ય આપવામાં આવે છે. કોવિડ ૧૯ ના સમયગાળા દરમિયાન સંસ્થાના નર્સિંગની વિદ્યાર્થીનીઓએ અભ્યાસ સાથે વિશેષ રીતે સેવા ફરજ પુરી પાડી હતી એવા તેજસ્વી વિદ્યાર્થીઓનો તથા ડિપ્લોમા અને ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓને સત્કારવાનો સમારોહ યોજાયો હતો . આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના આચાર્યઓ, હોદેદારો અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment