હિન્દ ન્યુઝ, મોરબી
મોરબીમાં ખાતે દાણા પીઠવારા વૌજનાથ મહાદેવ મંદિરમાં – લોહાણા પરા કા રાજા ગણપતિ મહોત્સવનું જાજરમાન ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વાંસળી વારા ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. જયાં દરરોજ ગણપતિ મહારાજની સવારેને સાંજે પુજન, અચૅન અને આરતી કરવામાં આવી રહી છે. ત્યાના આજુ બાજુના રહીશો ગણપતિના દશૅન કરવા હાજર રહીને દશૅનનો લાભ લીધો હતો.જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મોરબી શહેર ભરમાં ઠરે-ઠેર ગણપતિને બેસાડી પુજા અચૅના કરવામાં આવી રહી છે. ત્યારે દાણા પીઠવારમાં-વૈજનાથ મહાદેવ મંદિર લુવાણા પરા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ ઉત્સવનુ આયોજન કરવામાં આવી રહ્યું છે.જેમાં આરાધના કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે ગણપતિ બાળકોમાં અતિ પ્રિય છે. ત્યારે દાણા પીઠવારમાં-વૈજનાથ મહાદેવ મંદિરમાં લુવાણા પરા દ્વારા બાળકોને રાજી રાખવા જુદા જુદા પ્રકારના અનેરા આયોજનો કરવામાં આવે છે અને મહિલાઓએ પણ મન મૂકીને આનંદ લીધો હતો. ગણતિના દશૅન કરવા દરેક મોરબી વાસીઓને આયોજનક દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.
રિપોર્ટર : પિયુષ વાઢારા, મોરબી