ધુળેટી ના શુભ દિવસે દિયોદર ઠાકોર સમાજની કન્યાઓ માટે છાત્રાલય બાંધકામ માટે ખાતમુહૂર્ત તેમજ ગાયત્રી યજ્ઞ યોજાયો

હિન્દ ન્યૂઝ, દિયોદર તા.29/03/2021 ધુળેટી ના પવિત્ર દિવસે દિયોદર ખાતે ઠાકોર સમાજની કન્યાઓ માટે કન્યા છાત્રાલય ના બાંધકામ માટે પાયા નું ખાત મુર્હત અને ગાયત્રી યજ્ઞ ની શુભ શરૂઆત આજે ધૂળેટીનાં પવિત્ર દિવસે ઠાકોર સમાજ છાત્રાલય ખાતે માજી. મંત્રી કેશાજી ચૌહાણ ના અધ્યક્ષ સ્થાને કરવામાં કરવામાં આવ્યું. જેમાં સમાજ ના આગેવાનો ભવાનજી, બળવંતજી લુદરા, ભાણજીજી, પોપટજી જાડા, ભરતજી વકીલ, મુકેશજી કોતરવાડા, દાંનાજી ધનકવાડા, ભરતજી ગોદા, અશોકજી ગાંગોલ તથા સમાજના સૌઆગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવી. અહેવાલ : પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર

Read More

માંગરોળનાં TDO વયનિવૃત થતાં અપાયેલું વિદાય માન

હિન્દ ન્યૂઝ, માંગરોળ માંગરોળ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતાં, તાલુકા વિકાસ અધિકારી દિનેશભાઈ પટેલ વયનિવૃત થતાં આજે તારીખ 30 મી માર્ચના રોજ માંગરોળ તાલુકા પંચાયતના સભાખડમાં એક વિદાયસભારંભ રાખવામાં આવ્યો હતો. અફઝલખાન પઠાણ, PSI પરેશ એચ.નાયી, મામલતદાર ડી.કે.વસાવા, મનહરભાઈ પરમાર વગેરેઓએ માંગરોળ ખાતે TDO તરીકે દિનેશ ભાઇ પટેલે જે ફરજ બજાવી છે. એની ભરો ભાર પ્રસંશા કરી હતી. સાથે જ એમની કામ કરવાની જે નીતિ હતી એનાં વખાણ કરવામાં આવ્યા હતા. ખાસ કરી લોકડાઉન અને આ વિસ્તારમાં આવેલ ભારે પુર વખત એમણે જે કામગીરી કરી હતી એની યાદ તાજી કરાવી હતી.…

Read More

માંગરોળ તાલુકા પંચાયતની મળેલી સામાન્ય સભા, અંદાજપત્રને અપાયેલી મંજૂરી

હિન્દ ન્યૂઝ, માંગરોળ  માંગરોળ તાલુકા પંચાયતના ચૂંટાયેલાં સદસ્યોની એક સામાન્ય સભા આજે તારીખ 30 મી માર્ચના રોજ, બોપોરે 12.30 કલાકે, તાલુકા પંચાયતના પ્રમુખ ચંદનબેન ગામીતના અધ્યક્ષસ્થાને માંગરોળ તાલુકા પંચાયતના સભાખંડમાં મળી હતી. આ બેઠકમાં એજન્ડા મુજબનાં કામો ઉપર ચર્ચા કરી, એજન્ડાના તમામ કામોને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા. આજની બેઠકમાં ખાસ કરી સને 2020/2021 નાં વર્ષનું સુધારેલું અંદાજપત્ર અને સને 2021/2022 નાં વર્ષનું મૂળ અંદાજપત્ર કે જેને સુરત જિલ્લા પંચાયત કચેરી ખાતેથી સુધારા-વધારા સાથે મંજુર થઈ ને પરત આવ્યું હોય, એનાં ઉપર ચર્ચા કરી, સર્વાનુમતે પસાર કરવાં આવ્યું હતું. 84.87…

Read More

ચેબલા ખાતે કાપડી સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, લાખણી બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ચેબલા (દેવ દરબાર) ગામમાં કાપડી સમાજના ક્રિકેટ ચાહકો દ્વારા ત્રણ દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટમાં ટેનિસ બોલ સાથે દસ-દસ ઓવરની ઇનિગ્સ રાખવામાં આવી હતી. જેમાં ફાઈનલ મેચમાં ડીસા અને કુડા ટીમનો મુકાબલો થતા લાખણી તાલુકાની કુડા ટીમ ચેમ્પિયન બની હતી. આ ટુર્નામેન્ટનું આયોજન કાપડી સુરેશભાઈ. આર, ચેબલા અને કાપડી નાગજીભાઈ.કે અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ કાપડી પ્રવીણભાઈ બી. ચેબલા, કાપડી દિનેશભાઈ. ટી, ચેબલા અને કાપડી નરેશભાઈ. કે, અમદાવાદ દ્વારા સ્પોન્સર તરીકે યોગદાન આપ્યું હતું તેમજ કાપડી નરેશભાઈ ચાંગા અને ચેબલા…

Read More

 દેવગઢ બારિયા નગર મા બાઇક ટોળકી સક્રિય

હિન્દ ન્યૂઝ,  દેવગઢ બારિયા દેવગઢ બારિયા નગર અવાર નવાર જુદા જુદા વિસ્તારોમાં બાઈક ચોરી થયા હોવાના અહેવાલો સામે આવી રહયા છે. દેવગઢ બારિયા નગર મા જુદા જુદા વિસ્તારોમાં બાઇક ચોર ટોળકી એ રાતના સમય મા આતંક મચાવી રાખ્યો છે અને નગર ના વિવિધ વિસ્તારોમાં બાઇક ચોરી કરી બેફામ રીતે બાઈક લઈને ફરાર થઈ જાય છે. નગર માથી બાઇક લય ને જતા સીસીટીવી ફૂટેજ સામે આવી રહયા છે. હવે જોવાનું રહ્યું કે સીસીટીવી ફૂટેજ ના આધારે પોલીસ આ બાઇક ચોર ટોળકી ને પકળવામાં સફળ થાય છે કે કેમ તે તો આવનારો…

Read More