અંબાજી મંદિર ખાતે સ્ટાફને તેમજ કર્મચારીઓને કોરોના વેક્સિન અપાઈ.

હિન્દ ન્યુઝ, અંબાજી યાત્રાધામ અંબાજીમાં મંદિરના સ્ટાફને તેમજ કર્મચારીઓને આજરોજ કોરોના વેક્સિન આપવામાં આવી હતી. કોરોના મહામારી નો સામનો કરવા માટે આજરોજ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી દરેક મંદિર ટ્રસ્ટના કર્મચારીઓને વિનામૂલ્યે વેક્સિન નો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. દરેક મંદિર સ્ટાફ, જી.આઇ.એસ.એફ ગાર્ડ અને સફાઈ કામદાર, મંદિર ગઢ ના  દરેક સ્ટાફ ને આજરોજ  વેક્સિન આપવામાં આવી હતી. રિપોર્ટર : બિપીન સોલંકી, અંબાજી

Read More

આજે રવિવારની રજા હોવા છતાં માંગરોળની સબ રજીસ્ટર્ડ કચેરી ચાલુ,અનેક દસ્તાવેજો નોંધાયા

હિન્દ ન્યૂઝ, માંગરોળ આજે રવિવારની રજા હોવા છતાં માંગરોળની સબ રજીસ્ટર્ડ કચેરી ચાલુ રાખવામાં આવી છે અને આજે પણ અનેક દસ્તાવેજોની નોંધણી થઈ છે. તાલુકા મથક માંગરોળ ખાતે સબ રાજીસ્ટર્ડની કચેરી કાર્યરત છે. હાલમાં માર્ચ માસ પુર્ણતાનાં આડે પોહચી ગયો છે. માર્ચ એ સરકારી વિભાગનો હિસાબી વર્ષનો આખરી માસ હોય છે. તો બીજી તરફ રાજ્ય સરકાર તરફથી વિધાનસભાનું સત્ર પૂર્ણ થયા બાદ રાજ્યભરની જમીનોની જંત્રીના દરોમાં વધારો કરવાનું કામ હાથ ઉપર લેનાર છે. એક માહિતી મુજબ સરકાર તરફથી રાજ્યમાં જંત્રીના દરો ખૂબ જ વર્ષો જુના છે. જેથી આ દરોમાં અંદાજે…

Read More

જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા મર્યાદિત સંખ્યામાં વર્ષોજૂના પરંપરા જાળવી રાખી

હિન્દ ન્યૂઝ, ડાકોર આજે ફાગણી પૂનમના દિવસે ડાકોરના ઠાકોર રાજા રણછોડરાયજી નિત્ય સેવા પૂજા સમય અનુસાર કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે કોરોના મહામારી ના કારણે મંદિર પ્રશાસન અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડાકોર ખાતે યોજાનાર ફાગણી પૂનમના મેળાનો કાર્યક્રમ મોકૂફ રખાયો હતો. તેના અનુસંધાને ચાલુ સાલે ડાકોર ના મંદિર ના દરવાજાઓ શ્રદ્ધાળુઓ માટે બંધ રાખવામાં આવેલ હતા. પરંતુ શ્રદ્ધાળુઓને અને દર્શનનો લાભ મળે તે માટે ખાનગી ચેનલ દ્વારા ડાકોર ની આરતી તેમજ દર્શનનો લાભ મળી રહે તેવી વ્યવસ્થા મંદિર પરિસરઅને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી…

Read More

માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી તરફથી તાલુકાના પાલોદ સહિતનાં વિસ્તારોમાં 45 વર્ષથી વધુ ઉંમરનાં લોકો કોરોનાં વિરોધી રસી મુકાવે એ માટે માઇક એલા ઉન્સ કરી જાગૃતિ લાવવાનું અભિયાન શરૂ કરાયું

હિન્દ ન્યૂઝ, માંગરોળ માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી તરફથી તાલુકાના પાલોદ સહિતનાં વિસ્તારોમાં 45 વર્ષથી વધુ ઉંમરનાં લોકો કોરોનાં વિરોધી રસી મુકાવે એ માટે માઇક એલા ઉન્સ કરી જાગૃતિ લાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પાલોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તરફથી મોટા બોરસરા, નરોલી, પાલોદ અને ઓગણીસ અને વેરાકુઈ ગામો ખાતે માઇક એલાઉન્સ કરી, 45 વર્ષ કે તેથી વધુ વયના લોકો કોરોનાં વિરોધી રસી મુકાવે એ માટેની જાગૃતિ આવે એ માટેનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં પાલોદનાં સરપંચ મહેશ ભાઈ પટેલ, તલાટી અભય ગામી, તાલુકા પંચાયતના સભ્ય અનિલભાઈ, મેડીકલ ઓફિસર…

Read More