માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી તરફથી તાલુકાના પાલોદ સહિતનાં વિસ્તારોમાં 45 વર્ષથી વધુ ઉંમરનાં લોકો કોરોનાં વિરોધી રસી મુકાવે એ માટે માઇક એલા ઉન્સ કરી જાગૃતિ લાવવાનું અભિયાન શરૂ કરાયું

હિન્દ ન્યૂઝ, માંગરોળ

માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી તરફથી તાલુકાના પાલોદ સહિતનાં વિસ્તારોમાં 45 વર્ષથી વધુ ઉંમરનાં લોકો કોરોનાં વિરોધી રસી મુકાવે એ માટે માઇક એલા ઉન્સ કરી જાગૃતિ લાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પાલોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તરફથી મોટા બોરસરા, નરોલી, પાલોદ અને ઓગણીસ અને વેરાકુઈ ગામો ખાતે માઇક એલાઉન્સ કરી, 45 વર્ષ કે તેથી વધુ વયના લોકો કોરોનાં વિરોધી રસી મુકાવે એ માટેની જાગૃતિ આવે એ માટેનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં પાલોદનાં સરપંચ મહેશ ભાઈ પટેલ, તલાટી અભય ગામી, તાલુકા પંચાયતના સભ્ય અનિલભાઈ, મેડીકલ ઓફિસર ડોક્ટર નરેન્દ્રકુમાર પ્રસાદ વગેરેઓ તરફથી આ કામગીરી કરવામાં આવી હતી. તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર આર.પી. શાહીના માર્ગદર્શન હેઠળ પાલોદ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમની હાજરીમાં રસીકરણ કેમ્પનું ઉદ્દઘાટન સરપંચના હસ્તે કરાવી 136 લોકોને કોરોનાની રસી મુકવામાં આવી હતી. પાલોદ ગ્રામ પંચાયત તરફથી ખૂબ જ સારો સહકાર મળ્યો હતો. આરોગ્ય વિભાગે પ્રજાજનોને કોરોનાં વીરોધી રસી મુકાવવા અનુરોધ કર્યો છે.

રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)

Related posts

Leave a Comment