માંગરોળ તાલુકા પંચાયયના ચૂંટાયેલાં સદસ્યોની આગામી તા. 17 મી માર્ચના મળનારી પ્રથમ બેઠક

હિન્દ ન્યૂઝ, માંગરોળ  માંગરોળ તાલુકા પંચાયયના ચૂંટાયેલાં સદસ્યોની આગામી તારીખ 17 મી માર્ચના, બુધવારે, સવારે 11:00 કલાકે તાલુકા પંચાયતના સભાખંડમાં માંગરોળ અને માંડવીના પ્રાંતઅધિકારી અને નાયબ કલેકટરના અધ્યક્ષપદે ચૂંટાયેલાં સદસ્યોની પ્રથમ બેઠક મળશે. આ બેઠકમાં માત્ર પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરી બેઠકની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. માંગરોળ તાલુકા પંચાયત કચેરી તરફથી આ અંગે ચૂંટાયેલાં તમામ સદસ્યોને બેઠક અંગેની જાણ કરી દેવામાં આવી છે. માંગરોળ તાલુકા પંચાયતની કુલ 24 બેઠકોમાંથી 19 બેઠકો ભાજપે કબ્જે કરી સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત કરી છે. પ્રમુખપદે ચંદનબેન મહેશભાઈ ગામીત અને ઉપપ્રમુખપદે ભરતભાઇ શિવાભાઈ પટેલ નિશ્ચિત છે.…

Read More

ઉમરપાડા અને માંગરોળ તાલુકાનાં વિવિધ 15 માર્ગોનું નવી નીકરણ કરવા વનમંત્રીએ 12.12 કરોડ રૂપિયા મંજુર કરાવ્યા

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત) આ વિસ્તારનાં ધારાસભ્ય અને રાજ્યનાં વનમંત્રી ગણપતસિંહભાઈ વસાવાએ સરકારમાં ઉમરપાડા અને માંગરોળ તાલુકાનાં કેટલાંક માર્ગોનાં નવીનીકરણ માટે રજુઆત કરી હતી. જેમાં ઉમરપાડા તાલુકાનાં 5 અને માંગરોળ તાલુકાનાં 10 માર્ગોનો સમાવેશ થાય છે. રજુઆત બાદ રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલે વનમંત્રીને એક પત્ર પાઠવી ઉપરોક્ત 15 માર્ગોનાં નવીનીકરણ માટે સરકારે લીલીઝંડી આપી છે અને આ માટે 12 કરોડ અને 12 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જેમાં કસાલી થી સ્મશાન સુધી, છમૂછલ થી ભટકોલ, પાલોદ થી કોઠવા, સીમોદરા થી લુવારા, સિયાલજ થી બાલવાસ હોટલ થઇ રાષ્ટ્રીયધોરી માર્ગને…

Read More

એશિયાનો સૌથી મોટો રોપ-વે ગિરનાર રોપ-વે પ્રવાસીઓ માટે આજથી શરૂ

હિન્દ ન્યૂઝ, જૂનાગઢ તા.12 થી ગિરનાર રોપ-વે ફરી જાહેર જનતા માટે કાર્યરત કરવામાં આવ્યું અને સિનિયર સીટીઝનને ટીકીટમાં 10% ડિસ્કાઉન્ટ અપાશે. આગામી હોળી-ધુળેટીના તહેવારોને અનુસંધાને ગિરનાર રોપવે દ્વારા એક ખાસ ઓફર જાહેર થઈ છે. જે અંતર્ગત આગામી તા.15 થી 31 માર્ચ, 2021 સુધી સિનિયર સિટીઝનોને ગિરનાર રોપવેની સફર ટિકિટમાં 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ઓફરનો લાભ લેવા સિનિયર સિટીઝનોએ પોતાનું આધાર કાર્ડ રજૂ કરવું પડશે. આજરોજ તા.12 થી ગિરનાર રોપ-વે ફરી જાહેર જનતા માટે કાર્યરત કરવામાં આવ્યું છે. ગિરનાર રોપ-વે ભવનાથની તળેટી થી અંબાજી મંદિર સુધી કાર્યરત છે. રિપોર્ટર :…

Read More

નડિયાદ ખાતે આઝાદીનો અમ્રુત મહોત્સવ નિમિતે ચિત્ર પ્રદર્શન ખુલ્લુ મુકાશે

હિન્દ ન્યૂઝ, નડિયાદ આઝાદીનો અમ્રુત મહોત્સવ INDIA @ 75 અંતર્ગત દાંડીયાત્રાનો પ્રારંભ થઇ ગયેલ છે. જેના અનુસંધાને ખેડા જિલ્લામાં નડિયાદ મુકામે પ્રાદેશિક લોક સંપર્ક બ્યુરો (ROB) અમદાવાદ-માહિતી અને પ્રસારણ મંત્રાલય, ભારત સરકાર અને ગુજરાત સરકાર, ગાંધીનગરના માહિતી ખાતાના સહયોગથી ચિત્ર પ્રદર્શન આગામી તા.૧૪,૧૫ અને ૧૬ માર્ચના રોજ સવારે ૧૦.૦૦ કલાકથી સાંજે ૬.૦૦ કલાક સુધી જાહેર જનતા માટે ગોઠવવામાં આવ્યું છે. શ્રી સંતરામ મંદિર, નડિયાદના ચોગાનમાં યોજાનાર આ ચિત્ર પ્રદર્શનને ખેડાના સાસંદ દેવુસિંહ ચૌહાણ તા.૧૪-૦૩-૨૦૨૧ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે જાહેર જનતા માટે ખુલ્લું મુકશે. જાહેર જનતાએ બહોળો લાભ લેવા જિલ્લા વહીવટીતંત્ર…

Read More

ખેડા જિલ્લામાં તા.૧૩મી માર્ચ ૨૦૨૧ના રોજ દાંડી યાત્રાનુ ખેડા તાલુકામાં આગમન

હિન્દ ન્યૂઝ, નડિયાદ આઝાદીના ૭૫માં વર્ષે ભારતના માન. વડાપ્રધાન ના અધ્યક્ષસ્થાને સાબરમતી આશ્રમ, અમદાવાદ ખાતેથી દાંડીયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ દાંડીયાત્રા ખેડા જિલ્લામા ખેડા, માતર તથા નડિયાદ તાલુકામાંથી દાંડીયાત્રા પસાર થનાર છે. આ કાર્યક્રમ અંતર્ગત ખેડા જિલ્લામાં તા.૧૩-૦૩-૨૦૨૧ના રોજ આ યાત્રાનુ ખેડા તાલુકામાં આગમન થશે. જેમાં પીંગળજ ચોકડી પાસે પદયાત્રીઓનુ પદાધિકારીઓ તથા ગ્રામજનો દ્વારા ઢોલનગારા સાથે સુતરની આંટીથી સ્વાગત કરાશે. ત્યારબાદ નવાગામ ખાતે ગાંધીદ્રાર, કલમબંધી વિધ્યાલય (નવાગામ) માં પ્રાર્થના તેમજ ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી અર્પણ કરી પગપાળા ગ્રામ્ય આગેવાનો સાથે યાત્રી નિવાસ સંસ્થા તરફ યાત્રીઓ પ્રસ્થાન કરશે તેમજ ઠાકોર…

Read More

દિયોદર જી વી વાઘેલા કોલેજ કેમ્પસ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

હિન્દ ન્યૂઝ, દિયોદર          દિયોદર ના વખા ખાતે જી વી વાઘેલા કોલેજ કેમ્પસ ખાતે G P C l 2021 પ્લાસ્ટિક (દડી) ક્રિકેટ મેચ નું આયોજન કરાયું હતું જેમાં કુલ 16 ટિમો એ ભાગ લીધો હતો જેમાં ફાઇનલ મેચ માં બી એસ સી સેમ 1 અને બી એ સેમ 4 ગુજરાતી ટિમ વચ્ચે સાનદાર મુકાબલો યોજાયો હતો જેમાં 33 રન થી બી એ -4 ગુજરાતી ટિમ વિજેતા બની હતી મેન ઓફ ધ મેચ માં શૈલેશ નામ ના વિધાર્થી એ 42 રન બનાવ્યા હતા.          …

Read More

નારોલી ગામની દિકરીએ ઈન્ટર નેશનલમાં પ્રથમ ક્રમે ઝળકી

હિન્દ ન્યૂઝ, નારોલી           યોગ એ શરીરને નીરોગી બનાવતું હોઈ યોગ કરવા અતિ આવશ્યક છે, જોકે કરો યોગ રહો નિરોગ ના સૂત્રો ઠેર ઠેર જગ્યાએ જોવા મળે છે પરંતુ એક દિકરી યોગમાં ઈન્ટર નેશનલ કક્ષાએ ઝળકતા ગામનું ગૌરવ વધાર્યું છે, ત્યારે થરાદ તાલુકાના નારોલી ગામના વતની અને હાલમાં અમદાવાદના ચાંદ ખેડામાં રહેતા રમેશભાઈ હરગોવનભાઈ ની દિકરી કૃપાબેન ત્રિવેદીએ યોગામાં ઈન્ટર નેશનલ કક્ષાએ ફર્સ્ટ આવતા સમગ્ર નારોલી ગામનું ગૌરવ વધાર્યું છે, જોકે ઈન્ટર નેશનલ કક્ષામાં પ્રથમ આવતા ટ્રોફી વડે સન્માનિત કરી સૌએ અભિનંદન પાઠવ્યા હતા. રિપોર્ટર :…

Read More

ખેડા જિલ્લામાં દાંડીયાત્રીઓ માટે લાયઝન અધિકારી તરીકે નિમણુક કરવામાં આવી

હિન્દ ન્યૂઝ, નડિયાદ              આઝાદીના ૭૫માં વર્ષે ભારતના માન.વડાપ્રધાન સાહેબના અધ્યક્ષસ્થાને સાબરમતી આશ્રમ, અમદાવાદ ખાતેથી દાંડીયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ દાંડીયાત્રા ખેડા જિલ્લામા ખેડા, માતર તથા નડિયાદ તાલુકામાંથી દાંડીયાત્રા પસાર થનાર છે. યાત્રાના પદયાત્રીઓ તથા દાંડી યાત્રાના સુચારુ આયોજન માટે લાયઝન અધિકારીઓની નિમણુક કરવામાં આવેલ છે. જે મુજબ તા.૧૩-૦૩-૨૦૨૧ના રોજ દાંડીયાત્રીઓના રાત્રીરોકાણ માટે માતર મુકામે અરવિંદો આશ્રમ અને મિરામ્બીકા ઓરો સેન્ટર ફાળવવામાં આવ્‍યા છે. તેમજ ખેડાના પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર ઉમંગ પટેલની લાયઝન અધિકારી તરીકે નિમણુક કરવામાં આવેલ છે.        …

Read More

ઉત્તરસંડા મુકામે આઝાદીનો અમૃત મહોત્‍સવ વિધાનસભાના મુખ્‍ય દંડક પંકજભાઇ દેસાઇની અધ્યક્ષતામાં યોજાયો

હિન્દ ન્યૂઝ, ઉત્તરસંડા             આઝાદીના ૭૫માં વર્ષે ભારતના માન.વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના અધ્યક્ષસ્થાને સાબરમતી આશ્રમ, અમદાવાદ ખાતેથી દાંડીયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આઝાદીના ૭૫મા વર્ષની ઉજવણીના ભાગરૂપે તા.૧૨-૦૩-૨૦૨૧ના રોજ ખેડા જિલ્‍લામાં પાંચ સ્‍થળોએ આઝાદીનો અમૃત મહોત્‍સવ ઇન્‍ડીયા @ 75 મહાનુભાવોની ઉપસ્‍થિતિમા યોજાયો હતો જેમાં મુખ્‍ય કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના મુખ્‍ય દંડક પંકજભાઇ દેસાઇની અધ્યક્ષતામાં ભારત હાઇસ્‍કૂલ, ઉત્‍ત્‍રસંડા ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત ખેડા જિલ્‍લામાંથી ખેડા, માતર અને નડિયાદ તાલુકામાંથી દાંડીયાત્રા પસાર થનાર છે. મુખ્‍ય દંડક પંકજભાઇ દેસાઇએ જણાવ્‍યું હતુ કે, રાષ્‍ટ્રપિતા પૂજય મહાત્‍મા ગાંધીજીએ સવિનય કાનૂન…

Read More

લોન્ડ્રીના કપડા સાથે આવેલા દોઢ લાખ ગ્રાહકને પરત કર્યા

પ્રમાણીકતાનો ઉત્કૃષ્ટ દાખલો હિન્દ ન્યૂઝ, ધારી        ધારીમાં આવેલી એક લોન્ડ્રીમાં ઇસ્ત્રી માટે આવેલા કપડાની થેલીમાંથી બે-હજારના દરની ૭૬ નોટ મળી આવતા પ્રમાણિક લોન્ડ્રી સંચાલકે પૈસા પરત કરી ખૂબ જ ઉમદા પ્રમાણિક ઉદાહરણ પૂરું પાડ્યું હતું             ધારીના અમરેલી રોડ પર આવેલા ક્રિષ્ના કોમ્પ્લેક્ષ માં ચામુંડા લોન્ડ્રી નામની ધોબીની દુકાન ચલાવતા શામજીભાઈ સિમરીયાને ત્યાં એક યુવાને ઇસ્ત્રી માટે કપડાની થેલી આપેલ. જેમાં પ્લાસ્ટિક કોથળીમાં પેક રૂ. બે-હજારના દરની ૭૬ નોટ ભરેલી પોલીથીન બેગ મળી આવેલ. એટલે કુલ ૧-લાખ ૫૨-હજાર રોકડા મળી આવ્યા હતા,…

Read More