ઉમરપાડા અને માંગરોળ તાલુકાનાં વિવિધ 15 માર્ગોનું નવી નીકરણ કરવા વનમંત્રીએ 12.12 કરોડ રૂપિયા મંજુર કરાવ્યા

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)

આ વિસ્તારનાં ધારાસભ્ય અને રાજ્યનાં વનમંત્રી ગણપતસિંહભાઈ વસાવાએ સરકારમાં ઉમરપાડા અને માંગરોળ તાલુકાનાં કેટલાંક માર્ગોનાં નવીનીકરણ માટે રજુઆત કરી હતી. જેમાં ઉમરપાડા તાલુકાનાં 5 અને માંગરોળ તાલુકાનાં 10 માર્ગોનો સમાવેશ થાય છે. રજુઆત બાદ રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલે વનમંત્રીને એક પત્ર પાઠવી ઉપરોક્ત 15 માર્ગોનાં નવીનીકરણ માટે સરકારે લીલીઝંડી આપી છે અને આ માટે 12 કરોડ અને 12 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જેમાં કસાલી થી સ્મશાન સુધી, છમૂછલ થી ભટકોલ, પાલોદ થી કોઠવા, સીમોદરા થી લુવારા, સિયાલજ થી બાલવાસ હોટલ થઇ રાષ્ટ્રીયધોરી માર્ગને જોડતો માર્ગ, વાસોલી થી આદિવાસી ફળિયા સુધીનો, બાડીભેડી થી વેરાકુઈથી બોણા ડુંગર, સ્ટેટ હાઇવેથી સેલારપુર, ઇશપુર થી આશ્રમ ફળિયા સુધી, બોઈદરા ગામે સીસી અને ડ્રેનેજનું કામ, માંડળપાડા થી સ્મશાન સુધીનો માર્ગ, પાંચાઆંબા થી ચોખવાડા સુધીનો માર્ગ, ચકરા ગામથી મોટીદેવરૂપણ સુધીનો માર્ગ, આસરમા થી વાસોલી માર્ગ, લીમોદરા એપ્રોચ માર્ગનો સમાવેશ થાય છે. સાથે જ આ માર્ગોનાં જોબ નંબરની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. આ માર્ગોનાં નવીનીકરણ માટે સરકારે નાણાં મંજુર કરતાં ઉમરપાડા અને માંગરોળ તાલુકાની પ્રજામાં આનંદ લહેર પ્રસરી છે. સાથે જ આ બંને તાલુકા નાં પ્રજાએ આ વિસ્તારનાં ધારાસભ્ય અને રાજ્યનાં વનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે.

રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)

Related posts

Leave a Comment