કાલાવડ તાલુકામાં 45 થી 59 વર્ષ સુધીના 49 લાભાર્થીઓ અને 60 વર્ષથી ઉપરના 660 લાભાર્થીઓને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો

709 લાભાર્થીઓને વેક્સિનનો પ્રથમ ડોઝ આપીને જામનગર જિલ્લામાં કાલાવડ તાલુકો પ્રથમ ક્રમે હિન્દ ન્યૂઝ, કાલાવડ       આજરોજ જામનગર નાં કાલાવડ તાલુકા માં ફેઈજ ટુ માં ૪૫થી ૫૯ વર્ષ સુધીના 49 લાભાર્થીઓ ને તથા ૬૦ વર્ષથી ઉપરના 660 લાભાર્થીઓને કોરોના વેક્સિન નો પ્રથમ ડોઝ એક જ દિવસમાં આપવામાં આવેલ હતો. આ કામગીરીમાં એક પણ લાભાર્થી ને કોઈ સાઈડ ઈફેક્ટ કે રિએક્શન આવેલ ન હતું.      ઉપરોક્ત કામગીરીમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી બથવાર નાં માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ ઓફિસર રાઠોડ તેમજ ટી.એમ.પી.એસ બેડવાભાઈ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ મેડીકલ…

Read More

ગેર કાયદેસર માદક પદાર્થ [પોષ ડોડા] નાં મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી હતી એસ.ઓ.જી આણંદ

હિન્દ ન્યૂઝ, આણંદ           પોલીસ અધિક્ષક અજીત રાજ્યાણ ના ઓએ એસ.ઓ.જી શાખાને અસરકારક કામગીરી કરવા તથા એનડીપીએસ કેસો શોધી કાઢવા સારું સુચના આપેલ જે અનુસંધાને એસ.ઓ.જી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ કિરીટસિંહ પ્રતાપસિંહ નાઓને ખાનગી બાતમીદાર થી બાતમી હકીકત મળેલ કે ઈશ્વર ભાઈ સોમાભાઈ પરમાર પોતાના રહેણાંક મકાન કાળુ વાડિયાપુરા વિસ્તાર તાલુકો બોરસદ જીલ્લો આણંદ ના એ ગેરકાયદેસર માદક પદાર્થોનો જથ્થો રાખેલ છે. જયારે પોલીસ ઇન્સ્પેક્ટર જી.એન.પરમાર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.જી.ચૌધરી તથા સ્ટાફના માણસો તથા સરકારી પંચો સાથે રાખી બાતમી મળી…

Read More

ભૂતેડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ૬૦ વર્ષથી ઉપરના લોકોને કોવિડ-૧૯ રસીકરણ કરાયું

હિન્દ ન્યૂઝ, પાલનપુર          ભૂતેડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા તાલુકા હેલ્થ અધિકારી ડૉ. દીપકભાઈ અનાવાડિયા ના માર્ગદર્શન હેઠળ ભૂતેડી મેડિકલ ઓફિસર ર્ડા.નિતીનભાઈ નાયક, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર પી.જી. ઇન્દિરાબેન, મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝર સિદ્ધાર્થભાઈ મોદી, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર લાખનભાઈ પરમાર, ફિમેલ હેલ્થ વર્કર લક્ષ્મીબેન કંકોડીયા, આશા ફેસીલેટર સીમાબેન મોદી તેમની સીધી દેખરેખ હેઠળ ૬૦ વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીઓને કોવિડ-૧૯નું રસીકરણ આપવામાં આવ્યું હતું.           મેડીકલ ઓફિસર નીતિનભાઈ નાયક દ્વારા રસીકરણની સંપૂર્ણ પ્રક્રિયા વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતાં તેમજ રસીકરણ સંપૂર્ણ સુરક્ષિત છે…

Read More

હિંમતનગર ના સાયકલીસ્ટ નીલ ની સાયકલિંગ ક્ષેત્રે સિદ્ધિ 600 કિલો મિટરની સાયકલિંગ સ્પર્ધા માત્ર ૩૯ કલાક માં પૂર્ણ કરી, હવે પેરિસ માં યોજનારી ૧૨૦૦ કિમી ની સ્પર્ધા માં ભાગ લેશે

હિન્દ ન્યૂઝ, હિંમતનગર          સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકા ના સાયકલીસ્ટ નીલ પટેલ (કાટવાડ ગામના) હિંમતનગર ના વતની વ્યવસાયે સિવિલ એંજીનિયર કઠોર પરિશ્રમ અને દ્રઢ સંકલ્પ શક્તિના સહારે સાયકલિંગ ક્ષેત્રે સુપર રેંડોનયર નું ટાઇટલ મેડવી અનોખી સિદ્ધિ હાસલ કરી પોતાના પરિવાર તથા સમાજ નું નામ રોશન કર્યું છે. સાયકલીસ્ટએ ૨૦૦કિમી,૩૦૦કિમી, ૪૦૦કિમી, ૬૦૦કિમી સ્પર્ધા માં ભાગ લઈ ને સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે. તાજેતર માં હિંમતનગર ના ટુ ગેધર ક્લબ ઔડેક્સ ઈન્ડિયા ના અંતર્ગત યોજાયેલી ૬૦૦કિમી ની કઠિન ગણાતી સ્પર્ધા માત્ર ૩૯ કલાક માં પૂર્ણ કરી સુપર રેંડોનિયર નું ટાઇટલ…

Read More

ડભોઇ ની શાન સમા વિસ્તાર અને ઐતિહાસિક ધરોહર મહુડી ભાગોળ કિલ્લા પાસે નર્કાગાર ની સ્થિતિ ઉદ્ભભવી

ડભોઈ નગરપાલિકાનું અંધેર વહીવટ હિન્દ ન્યૂઝ, ડભોઇ          ડભોઇ મહુડી ભાગોળ વિસ્તારમાં ગટરના દૂષિત પાણીને લઇ ભયંકર રોગચાળો ફાટી નિકળે તો એવી સ્થાનિકો માં ભય જોવા મળેલ છે. ડભોઇ મહુડી ભાગોળ વિસ્તારમાં સરબત્તી કુવા પાસેથી કેટલાક સમયથી ગટરો ઉભરાતા મહુડી ભાગોર વિસ્તાર ગટરના દૂષિત અને માથું ફાડી નાખે એવું દુર્ગંધ મારતા પાણીથી ખદબદી રહ્યું છે. છતાં નગરપાલિકા તંત્ર નિંદ્રાધીન હાલતમાં જોવા મળે છે. શરબત કુવા વિસ્તારમાંથી ઉભરાતી ગટરનાં પાણી વહી છેક મહુડી ભાગોળ ઐતિહાસિક વિરાસત માંથી પસાર થઈ આશાપુરી માતાના મંદિર પાસે વહી પસાર થઈ આગળના રહેણાંક…

Read More

ઉત્તરસંડા કબ્રસ્તાન પાસે ના તળાવ મા લાશ મળી આવી

હિન્દ ન્યૂઝ, ઉત્તરસંડા     નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામે સવારના અગિયાર વાગ્યાની આસપાસ કોક અજાણી વ્યક્તિ ની લાશ જોવા મળતા ઉત્તરસંડા ગામ ના જાગૃત નાગરિક દ્વારા ચકલાસી પોલીસ સ્ટેશન મા ફરજ બજાવતા કનુભાઈ ને જાણ કરતા કનુભાઈ કબ્રસ્તાન આગળ આવેલું તળાવ પાસે અજાણી વ્યક્તિની લાશ તરતી જોવા મળતાં ઉત્તરસંડા ગામ ના સ્થાનિક લોકો દ્વારા તથા તળાવમાંથી લાશ બહાર કાઢી તપાસ કરતા રાજુભાઈ દેસાઈ ઠાકોર ઉંમર વર્ષ ૪૭ રહે ખારાકુવા ઉતરસંડા, તાલુકો નડિયાદ, જિલ્લો ખેડા માલૂમ થતાં તેમના પરિવારજનોને બોલાવી આગળની કાર્યવાહી હેડ કોન્સ્ટેબલ કનુભાઈ નટુભાઈ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી ચકલાસી…

Read More

સલાયાના ભાજપના મહામંત્રી તેમજ વેપારી મંડળનાં પ્રમુખ દ્વારા રવિરાજસિંહ નું સન્માન કરાયું

હિન્દ ન્યૂઝ, સલાયા       જામ ખંભાળિયાના સલાયા ખાતે રામરહીમ પેટ્રોલપંપના માલિક રવિરાજસિંહ જાડેજાનો ખંભાળિયા નગરપાલિકાના વોર્ડ નંબર-1 માં ભવ્ય વિજય થયેલ હોઈ.  વિજયબાદ સલાયાના બાલવિ માતાજીના મંદિરે આવી અને માતાજીના આશીર્વાદ લીધેલ હતા. તેમજ સલાયાનાં ભાજપના મહામંત્રી લાલજીભાઈ ભુવા દ્વારા તેમનું સન્માન કરાયું હતું. આં તકે સલાયા વેપારી મંડળનાં પ્રમુખ ભરતભાઇ લાલ દ્વારા પણ રવિરાજસિંહને અભિનંદન પાઠવ્યા હતા. રિપોર્ટર : પીયુષ વિઠ્ઠલાણી, જામ ખંભાળિયા 

Read More

બનાસકાંઠા માં લાખણી તાલુકાના જસરા માં ગુજરાતનો સૌથી મોટો મેગા અશ્વમેળો યોજનાર છે, અશ્વ મેળામાં હજારો અશ્વ વચ્ચે જંગ જામશે

હિન્દ ન્યુઝ, લાખણી           લાખણી તાલુકાના જસરા ગામે દર વર્ષે જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે પરંપરા રીતે અશ્વ મેળાનું આયોજન કરવામાં આવશે. જસરા ગામે બુઢેશ્વર મહાદેવ મંદિર નાં સાનિધ્ય માં 9 થી 11 માર્ચ સુધી અશ્વ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં માંથી અશ્વ પ્રેમીઓ ભાગ લેશે. વિવિધ કર્તવ્ય બતાવી મનોરંજન પુરું પાડશે. આ માટે અશ્વ મેળા સમિતી એ તૈયારીઓ શરૂ કરી દીધી છે. મેળામાં કોઈ અનિચ્છિત બનાવો ન બને તે માટે પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. CCTV કેમેરા થી પણ…

Read More

દિયોદર ખાતે પ્રતિબંધિત અને નશીલી દવાઓનો વેપલો, યુવાધન બરબાદી ના પંથે 

તંત્ર ક્યારે જાગશે ? હિન્દ ન્યૂઝ, દિયોદર         થરાદ ની જેમ દિયોદર પોલીસ તંત્ર અને જવાબદાર તંત્ર પગલાં ભરે તો અઢકલ દવાઓ મળી આવે તેમ છે.       બનાસકાંઠા સરહદી વિસ્તાર માં હવે યુવાધન વ્યસન તરફ વળ્યા છે. જેમાં પ્રતિબંધિત અને નશીલી દવાઓ નો વેપલો ખુલ્લેઆમ ધમધમતો થયો છે. જેમાં શહેર અને ગ્રામીણ વિસ્તાર માં નશીલી દવાઓ ખુલ્લેઆમ વેચાઈ રહી છે.           દિયોદર પથક તેમજ ગ્રામીણ વિસ્તાર માં ઘણા સમય થી આજનું યુવાધન વ્યસન ફેશન અને દેખાદેખી થી બરબાદી ના પંથે ધકેલાઈ…

Read More

વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા નાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા ભૂગર્ભ ગટરનું કામ ચાલુ કરાવવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, વેરાવળ        વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા ની બાદલભાઈ મોહનભાઈ હુંબલ, પિયુષભાઈ ખીમજીભાઈ ફોફંડી, હરેશભાઈ જેઠવા, પ્રહલાદભાઈ શામળા અને વોર્ડ નંબર 8 ના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા વિશાલ રાજેશભાઈ કાગડા દ્વારા બીજે દિવસે જ ક્લાસિક શાંતિ એપાર્ટમેન્ટ આ વિસ્તારમાં મુલાકાત લઇ ને આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું કામ ચાલુ કરાવવામાં આવ્યું અને ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ થયા બાદ અહીંયા રોડ બનાવવા માટે નું આયોજન કરવામાં આવ્યું. સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા

Read More