ઉત્તરસંડા કબ્રસ્તાન પાસે ના તળાવ મા લાશ મળી આવી

હિન્દ ન્યૂઝ, ઉત્તરસંડા

    નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામે સવારના અગિયાર વાગ્યાની આસપાસ કોક અજાણી વ્યક્તિ ની લાશ જોવા મળતા ઉત્તરસંડા ગામ ના જાગૃત નાગરિક દ્વારા ચકલાસી પોલીસ સ્ટેશન મા ફરજ બજાવતા કનુભાઈ ને જાણ કરતા કનુભાઈ કબ્રસ્તાન આગળ આવેલું તળાવ પાસે અજાણી વ્યક્તિની લાશ તરતી જોવા મળતાં ઉત્તરસંડા ગામ ના સ્થાનિક લોકો દ્વારા તથા તળાવમાંથી લાશ બહાર કાઢી તપાસ કરતા રાજુભાઈ દેસાઈ ઠાકોર ઉંમર વર્ષ ૪૭ રહે ખારાકુવા ઉતરસંડા, તાલુકો નડિયાદ, જિલ્લો ખેડા માલૂમ થતાં તેમના પરિવારજનોને બોલાવી આગળની કાર્યવાહી હેડ કોન્સ્ટેબલ કનુભાઈ નટુભાઈ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી ચકલાસી પોલીસ સ્ટેશને કાર્યવાહી કરેલ છે.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment