ડભોઈ નગરપાલિકાનું અંધેર વહીવટ
હિન્દ ન્યૂઝ, ડભોઇ
ડભોઇ મહુડી ભાગોળ વિસ્તારમાં ગટરના દૂષિત પાણીને લઇ ભયંકર રોગચાળો ફાટી નિકળે તો એવી સ્થાનિકો માં ભય જોવા મળેલ છે. ડભોઇ મહુડી ભાગોળ વિસ્તારમાં સરબત્તી કુવા પાસેથી કેટલાક સમયથી ગટરો ઉભરાતા મહુડી ભાગોર વિસ્તાર ગટરના દૂષિત અને માથું ફાડી નાખે એવું દુર્ગંધ મારતા પાણીથી ખદબદી રહ્યું છે. છતાં નગરપાલિકા તંત્ર નિંદ્રાધીન હાલતમાં જોવા મળે છે. શરબત કુવા વિસ્તારમાંથી ઉભરાતી ગટરનાં પાણી વહી છેક મહુડી ભાગોળ ઐતિહાસિક વિરાસત માંથી પસાર થઈ આશાપુરી માતાના મંદિર પાસે વહી પસાર થઈ આગળના રહેણાંક વિસ્તારમાં એકત્રિત થતા સ્થાનિકોમાં આવા કોરોના કાળ માં રોગચાળો ફાટવાની ભીતિ સેવાઈ રહી છે. જ્યારે આ વિસ્તારમાં મસ્જિદ અને આશાપૂરી માતાનું મંદિર આવેલ હોય આવા ગંદા અને દૂષિત પાણીમાં રહી નમાજ પડવા અને દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓ ની લાગણી પણ દુભાવા પામી છે. સાથે આ વિસ્તાર માર્કેટ વિસ્તાર હોવાથી માર્કેટ માં આવતા નાગરિકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
હાલમાં જ સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીઓ નું પરિણામ જાહેર થઇ ગયા ને પણ બે દિવસ પૂરા થઈ ગયા છતાં પણ હજુ સુધી નગરપાલિકા તંત્ર જાણે વ્યસ્ત હોય તેમ ચૂંટણી પહેલાંની આ સમસ્યા નું ચુંટણી પત્યા પછી પણ નિરાકરણ ન લાવતા સ્થાનિક નાગરિકો, વેપારીઓ, અને વટેમાર્ગુઓમાં નગરપાલિકા તંત્ર અને તેના ગેરવહીવટ ના વલણ ને લઇ પ્રજામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સાથે આ વિસ્તારના જાગૃતિ સ્થાનિકો વેપારીઓ અને મતદારો દ્વારા આ સમસ્યાનું નગરપાલિકા તંત્ર વહેલી તકે નિવારણ લાવે તેવી ઉગ્ર માંગ કરાઇ છે.
રિપોર્ટર : હુસેન મન્સૂરી, ડભોઈ