ડભોઇ ખાતે ‘સેવા સપ્તાહ’ અંતર્ગત ડભોઇ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ ૧૬ જગ્યાના સી.સી.રોડ રૂપિયા ૭૦ લાખના કામો અંગે ના ખાતમૂર્હત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યા

ડભોઇ,

ડભોઇ દર્ભાવતિ નગરી માં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના ૭૦માં જન્મદિવસ નિમિત્તે ‘સેવા સપ્તાહ’ અંતર્ગત ડભોઇ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ ૧૬ જગ્યાના સી.સી.રોડ રૂપિયા ૭૦ લાખના કામો અંગે ના ખાતમૂર્હત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યા હતા. સેવા એજ ધર્મના વિકાસ પુરુષ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ના 70 માં જન્મદિન નિમિત્તે તારીખ 14 થી 20 સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર દેશ માં સેવા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ડભોઇ નગરપાલિકા દ્વારા ૧૩માં 14માં નાણાપંચની ગ્રાન્ટમાંથી ડભોઇ શહેર ના વિવિધ ૧૬ વિસ્તારોમાં રૂપિયા આશરે ૭૦ લાખના ખર્ચે સીસી રોડના ખાતમુહુર્ત ડભોઇ મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે કરવામાં આવ્યા હતાં આ પ્રસંગે ધાર્મિક મંત્રોચ્ચાર વિધિ સાથે રોડની કામગીરી કાકુબા કન્સ્ટ્રકશન ના કોન્ટ્રાક્ટર દ્વારા શરૂ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ માં ડભોઇ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર સંદિપભાઈ શાહ, ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, નગરપાલિકા પ્રમુખ અનસુયાબેન, કિરીટભાઈ વસાવા, કારોબારી ચેરમેન મુકેશભાઈ શાહ, કાઉન્સિલર એચ વી શાહ તેજસબેન સોની, સોનલબેન સોલન્કી બીબીબેન મન્સૂરી, ભાજપ યુવા મોરચાના વિશાલ શાહ, બિરેન શાહ તેમજ અગ્રણી હોદેદારો અને કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા. નગરના વિવિધ વિસ્તારોના નવીન રોડ બનાવવાના હોય વિસ્તારના લોકોમાં આનંદ છવાઈ ગયો હતો.

રિપોર્ટર : હુસેન મન્સૂરી, ડભોઇ

Related posts

Leave a Comment