હિંમતનગર ના સાયકલીસ્ટ નીલ ની સાયકલિંગ ક્ષેત્રે સિદ્ધિ 600 કિલો મિટરની સાયકલિંગ સ્પર્ધા માત્ર ૩૯ કલાક માં પૂર્ણ કરી, હવે પેરિસ માં યોજનારી ૧૨૦૦ કિમી ની સ્પર્ધા માં ભાગ લેશે

હિન્દ ન્યૂઝ, હિંમતનગર

         સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકા ના સાયકલીસ્ટ નીલ પટેલ (કાટવાડ ગામના) હિંમતનગર ના વતની વ્યવસાયે સિવિલ એંજીનિયર કઠોર પરિશ્રમ અને દ્રઢ સંકલ્પ શક્તિના સહારે સાયકલિંગ ક્ષેત્રે સુપર રેંડોનયર નું ટાઇટલ મેડવી અનોખી સિદ્ધિ હાસલ કરી પોતાના પરિવાર તથા સમાજ નું નામ રોશન કર્યું છે. સાયકલીસ્ટએ ૨૦૦કિમી,૩૦૦કિમી, ૪૦૦કિમી, ૬૦૦કિમી સ્પર્ધા માં ભાગ લઈ ને સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે. તાજેતર માં હિંમતનગર ના ટુ ગેધર ક્લબ ઔડેક્સ ઈન્ડિયા ના અંતર્ગત યોજાયેલી ૬૦૦કિમી ની કઠિન ગણાતી સ્પર્ધા માત્ર ૩૯ કલાક માં પૂર્ણ કરી સુપર રેંડોનિયર નું ટાઇટલ મેળવેલ છે.

           સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાના કાટવાડ ગામના વતની નીલ અરવિંદભાઈ પટેલ (ઉ.વ.૨૧) નાનપણથી સાયકલિંગનો શોખ ધરાવે  છે નાનપણથી કોલેજ સમય સુધી દરરોજ સાયકલિંગ કરતા હતા પોતાના અનુભવ પરથી જણાવ્યું કે સાયકલિંગ માટેની પ્રેરણા હિંમતનગરના મેહુલભાઈ જોશી તથા ચિરાગભાઈ અને મિતભાઈ દ્વારા મળી વધુમાં જણાવતા નીલભાઈએ જણાવ્યું કે એમની પહેલી 100 કિમી રાઈડ પૂણ કરતા એટલો આનંદ થયેલો કે રાત્રે ઉઘ પણ નહોતી આવી અને ત્યારબાદ ઔડેક્સ ઈન્ડિયા અંતર્ગત ટુ ગેધર દ્વારા આયોજિત ૨૦૦, ૩૦૦ ,૪૦૦, અને ૬૦૦ કિમીની અલ્ટ્રાએનડ્યુંરંસ રાઈડ સમય મર્યાદામાં પૂર્ણ કરી સુપર રેન્ડોનીયર નું ટાઇટલ પોતાના નામે કર્યું. સાયકલિંગ ના શોખ હોવાના કારણે સાયકલીસ્ટ નીલ રોજ ના ૫ કિમી સાયકલિંગ કરતાં હતા પરંતુ     હિંમતનગર ના મેહુભાઈ જોશી ના સાનિધ્ય માં સાયકલિંગ ક્ષેત્રે ૫ કિલોમીટર થી ૬૦૦ કિલોમીટર ની સ્પર્ધા પૂર્ણ કરવા હેતુ ટ્રેનિંગ ચાલુ કરી રોજ ના ૩ કલાક ટ્રેનિંગ માં ૫૦ કિલોમીટર સાયકલિંગ કરતાં હતા. તથા રવિવાર ના દિવસે ૧૦૦ કિલોમીટર ની રાઈડ કરતાં હતા.     

           શિયાળો,ઉનાળો,કે ચોમાસુ કોઈ પણ ઋતુ હોય આ સાયકલીસ્ટ રોજ સવારે ૫:૦૦ વાગે  સાયકલીંગ કરવા જતાં હતા. સાચું કયીએ તો આ સાયકલીસ્ટ ની સફળતા  માં પોતાના પરિવારજનો ના સપોર્ટ ની સાથે સાથે મેહુલભાઈ જોશી નો પણ એટલો જ હાથ છે. કે જેમને એમના અનુભવો થી ભરપૂર સપોર્ટ કરેલ સાયકલીસ્ટ ને  લોંગ ડિસ્ટન્સ સ્પર્ધા માં કેવી રીતે સાયકલિંગ કરવી કયા સમયે બ્રેક લેવો કયા સમયે કયો આહાર લેવો. આની યોગ્ય માર્ગદર્શન પૂરું પાડેલ. સુપર રેંડોનિયર ટાઇટલ મેડવવા માટે દરેક સ્પર્ધકે ૨૦૦ કિલોમીટર ૧૩.૫ કલાક માં, ૩૦૦ કિલોમીટર ૧૯ કલાક માં , ૪૦૦ કિલોમીટર ૨૭ કલાક માં ,૬૦૦ કિલોમીટર ૪૦ કલાક માં પૂર્ણ કરવાનું હોય છે. સાયકલીસ્ટ નીલ પટેલ એ આ દરેક સ્પર્ધા સમય મર્યાદામાં પૂર્ણ કરી ને સુપર રેંડોનિયર નું ટાઇટલ મેળવ્યૂ છે. ને આગામી સમય માં ઔડેક્સ ક્લબ ધ્વારા યોજનારી ૧૨૦૦ કિલોમીટર ની સ્પર્ધા માં ભાગ લેવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

રિપોર્ટર : શાહબુદ્દીન શિરોયા, હિંમતનગર

Related posts

Leave a Comment