ભૂતેડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ૬૦ વર્ષથી ઉપરના લોકોને કોવિડ-૧૯ રસીકરણ કરાયું

હિન્દ ન્યૂઝ, પાલનપુર

         ભૂતેડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા તાલુકા હેલ્થ અધિકારી ડૉ. દીપકભાઈ અનાવાડિયા ના માર્ગદર્શન હેઠળ ભૂતેડી મેડિકલ ઓફિસર ર્ડા.નિતીનભાઈ નાયક, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર પી.જી. ઇન્દિરાબેન, મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝર સિદ્ધાર્થભાઈ મોદી, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર લાખનભાઈ પરમાર, ફિમેલ હેલ્થ વર્કર લક્ષ્મીબેન કંકોડીયા, આશા ફેસીલેટર સીમાબેન મોદી તેમની સીધી દેખરેખ હેઠળ ૬૦ વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીઓને કોવિડ-૧૯નું રસીકરણ આપવામાં આવ્યું હતું.

          મેડીકલ ઓફિસર નીતિનભાઈ નાયક દ્વારા રસીકરણની સંપૂર્ણ પ્રક્રિયા વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતાં તેમજ રસીકરણ સંપૂર્ણ સુરક્ષિત છે અને રસીકરણ પછી પણ રાખવાના પાંચ વ્યવહાર વિશે જેવા કે યોગ્ય રીતે માસ્ક પહેરવું, વારંવાર હાથ ધોવા, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવુ, જેવી સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે ભુતેડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો તમામ સ્ટાફ, ફી.હે.વ.બહેનો, આશા બહેનોમાં જશીબેન અને રમીલાબેન તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં. ભુતેડી ગામના સરપંચ રમેશભાઈ રાતડાએ લોકોને અપીલ કરી હતી કે કોરોના સામેની લડાઈમાં તમામ જાહેર જનતાએ આ રસીકરણનો લાભ અવશ્ય લેવો જોઈએ.

રિપોર્ટર : સાધુ મહેશ્વર, પાલનપુર

Related posts

Leave a Comment