હિન્દ ન્યૂઝ, આણંદ
પોલીસ અધિક્ષક અજીત રાજ્યાણ ના ઓએ એસ.ઓ.જી શાખાને અસરકારક કામગીરી કરવા તથા એનડીપીએસ કેસો શોધી કાઢવા સારું સુચના આપેલ જે અનુસંધાને એસ.ઓ.જી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ કિરીટસિંહ પ્રતાપસિંહ નાઓને ખાનગી બાતમીદાર થી બાતમી હકીકત મળેલ કે ઈશ્વર ભાઈ સોમાભાઈ પરમાર પોતાના રહેણાંક મકાન કાળુ વાડિયાપુરા વિસ્તાર તાલુકો બોરસદ જીલ્લો આણંદ ના એ ગેરકાયદેસર માદક પદાર્થોનો જથ્થો રાખેલ છે. જયારે પોલીસ ઇન્સ્પેક્ટર જી.એન.પરમાર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.જી.ચૌધરી તથા સ્ટાફના માણસો તથા સરકારી પંચો સાથે રાખી બાતમી મળી જગ્યાએ રેડ કરતા ઈશ્વર ભાઈ સોમાભાઈ પરમાર નાઓને માદક પદાર્થ (પોષ ડોડા) કુલ જથ્થો ૧૮ કિલો ૨૮૪ ગ્રામ જેની કિંમત રૂપિયા ૬૩,૯૯૪/- સાથે પકડી વિરસદ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરતી એસ.ઓ.જી.આણંદ. મુદ્દામાલની વિગતો (૧) માદક પદાર્થ (પોષડોડા) કુલ જથ્થો ૧૮ કિલો ૨૮૪ ગ્રામ જેની કિંમત રૂ.૬૩,૯૯૪/-, (૨) એક મોબાઇલ ફોન કિંમત ૫૦૦૦/-, (૩) ઇલેક્ટ્રોનિક વજન કાંટો ૧ નંગ. તેમજ કામગીરી કરનાર એસ.ઓ.જી ટીમ માં પોલીસ ઇન્સ્પેક્ટર જી.એન.પરમાર, પોલીસ ઇન્સ્પેક્ટર કે.જી.ચૌધરી તથા એ.એસ.આઇ રઈજીભાઈ, હે. કો. નરસિંહભાઈ, હે. કો. મયંકભાઇ, પી.સી.કિરણસિંહ, પી.સી.કિરીટસિંહ, પી.સી.ભાર્ગવ સિંહ તથા પી.સી.સંદીપભાઈ હતા.
રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ