તંત્ર ક્યારે જાગશે ?
હિન્દ ન્યૂઝ, દિયોદર
થરાદ ની જેમ દિયોદર પોલીસ તંત્ર અને જવાબદાર તંત્ર પગલાં ભરે તો અઢકલ દવાઓ મળી આવે તેમ છે.
બનાસકાંઠા સરહદી વિસ્તાર માં હવે યુવાધન વ્યસન તરફ વળ્યા છે. જેમાં પ્રતિબંધિત અને નશીલી દવાઓ નો વેપલો ખુલ્લેઆમ ધમધમતો થયો છે. જેમાં શહેર અને ગ્રામીણ વિસ્તાર માં નશીલી દવાઓ ખુલ્લેઆમ વેચાઈ રહી છે.
દિયોદર પથક તેમજ ગ્રામીણ વિસ્તાર માં ઘણા સમય થી આજનું યુવાધન વ્યસન ફેશન અને દેખાદેખી થી બરબાદી ના પંથે ધકેલાઈ રહું છે. જેમાં ઘણા સમય થી દિયોદર પથક ની અનેક મેડિકલ સ્ટોર્સ તેમજ ગ્રામીણ વિસ્તાર માં ડીગ્રી વગર ના ડોકટરો પ્રતિબંદીત અને નશીલી દવાઓ નું વેચાણ કરી રહ્યા છે. થોડા સમય પહેલા થરાદ એ એસ.પી. પૂજા યાદવ દ્વારા નશીલી અને પ્રતિબધિત દવાઓ નું વેચાણ કરતા તત્વો પર લાલ આંખ કરી હતી. જેમાં અનેક આવા તત્વો માં ફફડાટ ફેલાયો હતો. જેમાં દિયોદર તેમજ આજુ બાજુ વિસ્તાર માં પણ પ્રતિબંધિત નશીલી દવાઓ ખુલ્લે આમ વેચાઈ રહી હોવાનું દેખાઈ રહ્યું છે.
જેમાં આ વિસ્તાર ના નવ યુવાનો બરબાદી તરફ ધકેલાઈ રહ્યા છે. જેના કારણે સમાજ માટે ચિંતાજનક છે. જેમાં દિયોદર પથક ની અનેક મેડિકલ સ્ટોર્સ પર જવાબદાર તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો પ્રતિબંધિત નશીલી દવાઓ મળી આવે તેમ છે. જો કે આવી નશીલી દવાઓ હવે ગ્રામીણ વિસ્તાર પણ સરળતા થી મળી રહી છે. જેમાં વર્તમાન સમય નવ યુવાનો વ્યસન તરફ ધકેલાઈ રહ્યા છે.
અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર