દિયોદર લાયન્સ ક્લબ દ્રારા અસાદય રોગ સારવાર સીબીર (કેમ્પ) યોજાઈ

હિન્દ ન્યૂઝ, દિયોદર       દિયોદર નિલકંઢ મંદિર ખાતે લાયન્સ ક્લબ દ્રારા તેમજ ડો. રામ મનોહર આરોગ્ય જીવન સંસ્થા હનુમાનગઢ( રાજ.) દ્રારા પાંચ દિવસ માટે અસાધ્ય રોગો ની સારવાર સીબીર નું આયોજન કરવામાં આવ્યું. આ સીબીર માં ગરદન રોગો, કમર દર્દ, ઘુંટણમાં ધુખાવો વગેરે એક્યુપ્રેશર, સુજોક, વાઇબ્રેશન, કપીંગ(વેક્યુમ) થેરાપી દ્રારા સારવાર આપવામાં આવશે. આ પ્રસંગે ડો. કે.આર. લોહિયા, દિયોદર ગ્રામ પંચાયત સરપંચ ગીરીરાજસિંહ વાઘેલા, લાયન્સ ક્લબ પ્રમુખ નરેશકુમાર પી. પંચાલ તેમજ લાયન્સ ક્લબ ના હોદ્દેદારો તેમજ તાલુકાના આગેવાનો ગ્રામજનો વગેરે હાજર રહ્યા હતા. આ સીબીર માં દિયોદર તેમજ આજુ…

Read More

આહિર એકતા મંચ તેમજ યુવા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે વધાવી ગામ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

હિન્દ ન્યૂઝ, જૂનાગઢ જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ તાલુકાના વધાવી મુકામે આહિર એકતા મંચ ગુજરાત તથા આહિર યુવા ગૃપ વધાવી ના સંયુક્ત ઉપક્રમે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની અંદર સર્વોદય બ્લડ બેન્ક તથા સિવિલ હોસ્પિટલ જુનાગઢ ના કર્મચારીઓએ પોતાની સેવા આપી હતી તેમજ આહીર એકતા મંચના ગુજરાત પ્રદેશ પ્રમુખ રાજુભાઇ બોરખતરીયા તથા મહેન્દ્રભાઈ મશરૂ, વધાવી ગામના સરપંચ, ગામના યુવાનો, જૂનાગઢ જિલ્લા ના મહામંત્રી રવિભાઈ જાખોત્રા, ધવલભાઇ નંદાણીયા માણાવદર થી ભાવેશભાઈ ડાંગર તેમજ આહિર એકતા મંચ વધાવીની સંપૂર્ણ ટીમ તથા આહિર એકતા મંચ જુનાગઢ તાલુકા તથા જિલ્લા ની સંપૂર્ણ…

Read More

જી.પી.એસ.સી ના પરિક્ષાર્થી ને શુભેચ્છા પાઠવતું ખંભાળીયા શહેર ભાજપ

હિન્દ ન્યૂઝ, જામ ખંભાળિયા આજરોજ જી.પી.એસ.સી GPSC કલાસ 1/2 ની પરીક્ષા યોજાય રહી છે, ત્યારે જામ ખંભાળિયા શહેર ભાજપ દ્વારા સેન્ટ કર્વે સ્કૂલ ખાતે દરેક પરીક્ષાર્થી ને માસ્ક આપી ને શુભેચ્છા પાઠવવા મા આવી. જેમાં જિલ્લા ભાજપ મહામંત્રી મયુરભાઈ ગઢવી, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર, શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર અને પીયૂષભાઈ કણજારીયા, ઉપપ્રમુખ હસુભાઈ ધોળકિયા, મંત્રી ભવ્યભાઈ ગોકાણી, જયેશભાઇ કણજારીયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ફાલ્ગુનીબેન વ્યાસ, મહિલા ભાજપ ના જિલ્લા પ્રમુખ મનિસાબેન ત્રિવેદી, નગરપાલિકા સદસ્ય કોમલબેન દતાણી, રેખાબેન ખેતીયા, જિલ્લા યુવા ભાજપ ના ઉપપ્રમુખ વનરાજસિંહ વાઢેર, કિસાન મોરચા ના શહેર પ્રમુખ…

Read More

માંગરોળ તાલુકાનાં પાલોદ ગામે દોઢ વર્ષની બાળકીને તરછોડી અજાણ્યો યુવક મોટરસાયકલ પર ફરાર

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત) માંગરોળ તાલુકાનાં પાલોદ ગામે દોઢ વર્ષની બાળકીને તરછોડી અજાણ્યો યુવક મોટર સાયકલ પર ફરાર થઈ ગયો હોવાનો બનાવ બન્યો છે. મોટર સાયકલ ઉપર એક અજાણ્યો યુવક દોઢ વર્ષની બાળકીને લઈને માંગરોળ તાલુકાનાં પાલોદ ગામે આવી ગામનાં કેટલાંક વિસ્તારોમાં ફરીયો હતો. ત્યારબાદ ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ પાલોદ ગ્રામ પંચાયત કચેરીનાં પાછળના ભાગે બાળકીને તરછોડી અજાણ્યો મોટરસાયકલ ચાલક ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની ગ્રામજનોએ પાલોદ આઉટ પોલીસન ચોકીને જાણ કરતાં, પોલીસ ઘટનાં સ્થળે દોડી આવી હતી અને બાળકીનો કબ્જો લીધો હતો. પોલીસે આસપાસના CCTV…

Read More

માંગરોળ તાલુકાની પીપોદરા GIDC માં રૂ બનાવતી આલ્ફા ફાઇબર કંપનીમાં લાગેલી ભીષણ આગ

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત) માંગરોળ તાલુકાની પીપોદરા GIDC માં રૂ બનાવતી આલ્ફા ફાઇબર નામની કંપનીમાં લાગેલી ભીષણ આગથી કંપનીને લાખ્ખો રૂપિયાનું નુકશાન થવા પામ્યું છે. આ આગ સોર્ટ સર્કિટથી લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ બનાવની જાણ કીમ, કડોદરા ખાતેનાં ફાયર વિભાગને કરવામાં આવતાં, ફાયર ફાઈટરોની ટીમો ઘટનાં સ્થળે આવી, ભારે જહેમતબાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગથી નજીકના વિસ્તારોમાં એક તબક્કે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જો કે આગને પગલે કોઈ જાનહાની થઈ નથી, જેથી વહીવટીતંત્ર એ રાહતનો દમ લીધો છે. પણ ફેક્ટરીની મશીનરીઓ, માલ બળીને ખાખ થઈ…

Read More

આણંદ જિલ્લામાં ગેર કાયદેસર રેતીની હેરાફેરી

હિન્દ ન્યૂઝ, આણંદ આણંદ જિલ્લામાં ગેર કાયદેસર રેતીની હેરાફેરી કરતા ત્રણ ડમ્પર કલેકટર ઓફિસ પાસેથી અને બે સારસ પાસેથી ઝડપાયા છે. તેમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા 30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખાણ ખનીજ વિભાગની આ કાર્યવાહીને લઈ જિલ્લામાં બેરોકટોક ફરતા ખનીજચોરોમાં ફફડાટ વ્યાપ્યો છે. આ લોકો ડમ્પરો દ્વારા બિનઅધિકૃત ખનીજનું વહન કરતા હતા. તા. 20/03/2021 ના રોજ ભુસ્તરવિજ્ઞાન અને ખનિજખાતુ આણંદના અધિકારીની સુચનાથી માઇન્સ સુપરવાઇઝર સંકેત પટેલ અને સર્વેયર સંજય પંચાલ તેમજ સિક્યુરીટી ગાર્ડ તપાસ દરમિયાન હતા. જેમાં તેમણે ત્રણ ડમ્પર…

Read More

ધૈર્યરાજસિંહ ની મદદ માટે રાજકોટ ખાતે ‘શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરની સેના’ આવ્યા આગળ

હિન્દ ન્યૂઝ, રાજકોટ                      મહિસાગર જિલ્લાના કાનેસર ગામના અને હાલ ગોધરા રહેતા એક પરિવારના રાજદીપ રાઠોડના 3 મહિનાના પુત્ર ધૈર્યરાજસિંહને તમારી મદદની જરૂર છે. ધૈર્યરાજને SMA-1 નામની બિમારીના ઈલાજ માટે એક ખાસ ઈન્જેક્શનની જરૂર છે. જેની કિંમત 16 કરોડ રૂપિયા છે. ધૈર્યરાજસિંહ ની મદદ માટે રાજકોટ ખાતે ‘શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરનીસેના’ ના ચંદૂભા પરમાર, વિશાલસિંહ ગોહિલ, કિરણસિંહ ગોહિલ, અનિરૂધ્ધસિંહ ગોહિલ, દિક્ષીતસિંહ ગોહિલ અને ટીમે અમીનમાગૅ રોડ ખાતે દાન એકઠું કર્યું છે. આમ ત્રણ મહિનાના આ બાળકનો જીવ બચાવવા માટે રાજ્ય ના…

Read More