જી.પી.એસ.સી ના પરિક્ષાર્થી ને શુભેચ્છા પાઠવતું ખંભાળીયા શહેર ભાજપ

હિન્દ ન્યૂઝ, જામ ખંભાળિયા

આજરોજ જી.પી.એસ.સી GPSC કલાસ 1/2 ની પરીક્ષા યોજાય રહી છે, ત્યારે જામ ખંભાળિયા શહેર ભાજપ દ્વારા સેન્ટ કર્વે સ્કૂલ ખાતે દરેક પરીક્ષાર્થી ને માસ્ક આપી ને શુભેચ્છા પાઠવવા મા આવી. જેમાં જિલ્લા ભાજપ મહામંત્રી મયુરભાઈ ગઢવી, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર, શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર અને પીયૂષભાઈ કણજારીયા, ઉપપ્રમુખ હસુભાઈ ધોળકિયા, મંત્રી ભવ્યભાઈ ગોકાણી, જયેશભાઇ કણજારીયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ફાલ્ગુનીબેન વ્યાસ, મહિલા ભાજપ ના જિલ્લા પ્રમુખ મનિસાબેન ત્રિવેદી, નગરપાલિકા સદસ્ય કોમલબેન દતાણી, રેખાબેન ખેતીયા, જિલ્લા યુવા ભાજપ ના ઉપપ્રમુખ વનરાજસિંહ વાઢેર, કિસાન મોરચા ના શહેર પ્રમુખ માનભા જાડેજા, રાણાભાઈ ગઢવી સહીત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં ઓખા ના સામાજિક કાર્યકતા અને પરીક્ષાર્થી પૂજબેન દવે એ ભાજપના આ સરાહનીય કાર્ય ને બિરદાવી ને દરેક હોદેદારો ને દ્વારિકાધીશ ના ઉપરણા થી સન્માનિત કર્યા હતા.

રિપોર્ટર : આશિષ નકુમ, જામ ખંભાળિયા

Related posts

Leave a Comment