આહિર એકતા મંચ તેમજ યુવા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે વધાવી ગામ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

હિન્દ ન્યૂઝ, જૂનાગઢ

જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ તાલુકાના વધાવી મુકામે આહિર એકતા મંચ ગુજરાત તથા આહિર યુવા ગૃપ વધાવી ના સંયુક્ત ઉપક્રમે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની અંદર સર્વોદય બ્લડ બેન્ક તથા સિવિલ હોસ્પિટલ જુનાગઢ ના કર્મચારીઓએ પોતાની સેવા આપી હતી તેમજ આહીર એકતા મંચના ગુજરાત પ્રદેશ પ્રમુખ રાજુભાઇ બોરખતરીયા તથા મહેન્દ્રભાઈ મશરૂ, વધાવી ગામના સરપંચ, ગામના યુવાનો, જૂનાગઢ જિલ્લા ના મહામંત્રી રવિભાઈ જાખોત્રા, ધવલભાઇ નંદાણીયા માણાવદર થી ભાવેશભાઈ ડાંગર તેમજ આહિર એકતા મંચ વધાવીની સંપૂર્ણ ટીમ તથા આહિર એકતા મંચ જુનાગઢ તાલુકા તથા જિલ્લા ની સંપૂર્ણ ટીમ, કલ્પેશભાઈ જોગલ, પી. ડી. આહિર ભારે જહેમત ઊઠાવી હતી.

આ સમયે 66 બોટલ બ્લડ રક્તદાતાઓ તરફથી દાન કરવામાં આવ્યું હતું. આ રક્ત સિવિલ હોસ્પિટલ જુનાગઢ ની અંદર સારવાર માટે કોઈપણ દર્દીને ફ્રીમાં આપવામાં આવશે. એવું મહેન્દ્રભાઈ મશરૂએ જણાવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પસની અંદર આહિર એકતા મંચ ગુજરાતના પ્રમુખ રાજુભાઇ બોરખતરીયા એ બ્લડ આપી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો.

રિપોર્ટર : હાજાભાઈ ઢોલા, માણાવદર

Related posts

Leave a Comment