શિવરાત્રી ના મહા પર્વ પર દિયોદર ખાતે ઐતિહાસિક નિલકંઠ મહાદેવ ના મંદિરમાં ‘ૐ નમઃ શિવાય…..’ ના નાદ ગુંજ્યા

હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર ની પવિત્ર ભૂમિ પર આવેલ નિલકંઠ મહાદેવ મંદિરે આજે શિવરાત્રી ના પાવન પર્વ નિમિત્તે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. સાથે શિવ ભક્તો દ્વારા બીલી પત્રો, સક્કરીયા નો પ્રસાદ ચડાવી શિવ ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભારત ભરના બાર શિવાલયો આજે “ૐ નમઃ શિવાય…” ના નાદ સાથે ગુંજી ઉઠયા હતા ત્યારે દિયોદર નિલકંઠ મહાદેવ મંદિરે દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શિવ ભક્તોના ધસારા થી મંદિર પરિસર સ્ત્રી, પુરુષ, બાળકો શિવાલય ના દર્શન કર્યા હતા. તો દિયોદર રાજવી પરિવારના અને દિયોદર સરપંચ ગિરિરાજ સિંહ વાઘેલા…

Read More

સોમનાથ મંદિર માં મહાશિવરાત્રી પર્વ પર લોકો નિરાંતે દર્શન કરી ધન્યતા અનુભવી

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ,  સોમનાથ મહાદેવ ને મહા શિવરાત્રી ના પાવન પર્વ નિમિત્તે પ્રાંત વિશેષ પીળા રંગના પુષ્પો, પીતાંબર નો શૃંગાર કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી એ દર્શન કર્યા હતા. ટ્રસ્ટ દ્વારા પારંપરિક ધ્વજા પૂજા ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણભાઈ લહેરી ના હસ્તે કરવામાં આવેલ હતી. ત્યાર બાદ પાલખીયાત્રા યોજાઇ હતી. મહાશિવરાત્રી પર્વ પર લોકો નિરાંતે દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.  

Read More

ચરોતર મા શિવરાત્રી ની શ્રદ્ધા પૂર્વક ઉજવણી……..

હિન્દ ન્યૂઝ, આણંદ મહાશિવરાત્રિના પાવન પર્વની આણંદ શહેર સહિત સમગ્ર પંથકના મહાદેવ મંદિરોમાં શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવશે. તેમજ આજરોજ આણંદ શહેર ના પવિત્ર મંદિર એવા શિવાલય જેમાં કોટેશ્વર મહાદેવ તથા વહેરાઈ માતા મંદિર આણંદ ખાતે મહાશિવરાત્રી પર્વ નિમિતે શિવ ભક્તો ઉમટી પડીયા હતા. જિલ્લાના સુપ્રસિધ્ધ ગળતેશ્વર મહાદેવ મંદિર, નડિયાદના માઇ મંદિર, આણંદનું પૌરાણીક જાગનાથ મહાદેવ, ઓમકારેશ્વર, લોટેશ્વર મહાદેવ તેમજ જીટોડીયાનું વૈજનાથ મહાદેવમાં દર્શનાર્થીઓની ભીડ ઉમટી. જોકે, કોવિડના નિયમોના પાલનને લઇને મંદિરોમાં પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આણંદ-નડિયાદ સહિત સમગ્ર પંથકમાં મહાશિવરાત્રિ પર્વની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવશે. જેમાં ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ…

Read More

હોસ્પિટલમાં પશુ લાભાર્થે લાખામાચી રોડ પર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

હિન્દ  ન્યૂઝ, થાનગઢ થાનગઢ પાંજરાપોળ માં કાર્યરત મેડિકલ હોસ્પિટલ માટે હાઇડ્રોલિક પશુ એમ્બુલન્સના લાભાર્થી એકદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં થાનગઢ લાખામાચી રોડ પર આવેલ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થાન જીવદયા ગૃપ દ્વારા કરવામાં આવ્યું છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટથી થનાર આવક પશુ એમ્બુલન્સ ના ખર્ચમાં વાપરવામાં આવનાર હોવાનું જીવદયા પ્રેમીઓએ જણાવ્યું છે. આથી આ ટુર્નામેન્ટમાં સહભાગી બનવા લોક અપીલ કરવામાં પણ આવી છે. રિપોર્ટ : જયેશ મોરી, થાનગઢ

Read More

ઉમરપાડા અને માંગરોળ તાલુકાની પ્રા.શા.ઓ પાસેથી પરીક્ષાના પેપર છાપવા માટે નામ વિનાનાં ચેક મંગાવવામાં આવતાં ચર્ચાનો વિષય બન્યો છે

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત) તારીખ 24 મી ફેબ્રુઆરીનાં, રાજ્યનાં શિક્ષણ વિભાગનાં નિયામકે એક પરિપત્ર ઇસ્યુ કરી આ પરિપત્ર રાજ્યનાં તમામ જિલ્લાશિક્ષણાધિકારીઓને મોકલાવી, પરિપત્રમાં જણાવ્યા મુજબ પરીક્ષાના પેપરો અંગે માહિતી આપી છે. જેમાં જણાવાયું છે કે હાલમાં ચૂંટણીની કામગીરી ચાલી રહી છે તથા પેપર છાપકામ માટેનાં રેટ કોન્ટ્રાકટ થયા નથી. જેથી દરેક શાળા કક્ષાએથી જ પેપરોની ફોટોકોપી થાય એ ઉચિત જણાય છે. જેથી દરેક શાળાઓએ કસોટીપત્રો વિદ્યાર્થીઓ સુધી મોકલવાના રહેશે. છતાં સુરત જિલ્લામાં નિયમકના પરિપત્રની ઉપરવટ જઈ પેપર છાપવાની તૈયારી કરાઇ રહી છે. આ ખર્ચ જે તે સુરત જિલ્લા પંચાયતની શિક્ષણ…

Read More

માંગરોળ પોલીસે પીછો કરી એક ટેમ્પામાંથી 4 ગૌવંશ ઝડપી પાડયા, ચાલક ટેમ્પો મૂકી ફરાર

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત) માંગરોળ પોલીસ મથકનાં PSI પરેશ એચ.નાયીને બાતમી મળી કે મોસાલી ચારરસ્તા ખાતેથી એક ટેમ્પામાં ગૌવંશ ભરીને કતલ ખાને લઈ જવામાં આવનાર છે. જેને પગલે PSI સહિત અન્ય જવાનો અમૃતભાઈ ધનજી, રાજદીપસિંહ અરવિંદ ભાઈએ મોસાલી ચારરસ્તા ખાતે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી વાળો ટેમ્પો નંબર GJ.05.AU.8301 આવતાં એને ઉભો રાખવા પોલીસે ઈશારો કર્યો હતો પરંતુ ચાલક મોસાલી ગામ તરફ ટેમ્પો લઈને ભાગતાં પોલીસે એનો પીછો કર્યો હતો. આ ટેમ્પા ચાલક મોસાલી નવી નગરી ખાતેનાં માર્ગ તરફ વળી ગયો હતો અને આગળ જઈ ટેમ્પો મૂકી ચાલક ફરાર…

Read More

દિયોદર રાવણા રાજપૂત યુવક મંડળ દ્વારા મહા શિવરાત્રી નિમિતે રક્તદાન કેમ્પ યોજાયો

હિન્દ ન્યૂઝ, દિયોદર           દિયોદર રાવણા રાજપૂત યુવક મંડળ દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ મહા શિવરાત્રી નિમિતે 16 માં રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજ ના આગેવાનો દ્વારા દીપ પ્રાગટય કરી આ રક્તદાન શિબિર ખુલ્લી મુકવામાં આવી હતી. જેમાં રક્તદાન એ મહાદાન ના ભાગરૂપે સમાજ ના યુવાનો એ રક્તદાન કર્યું હતું જેમાં રાવણા યુવક મંડળ દ્વારા રક્તદાન કરનાર ને પ્રમાણપત્ર અને બેગ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં આ રક્તદાન શિબિર માં જે રક્ત એકઠું થશે તે રક્ત જરૂરિયાત મંદો…

Read More