શિવરાત્રી ના મહા પર્વ પર દિયોદર ખાતે ઐતિહાસિક નિલકંઠ મહાદેવ ના મંદિરમાં ‘ૐ નમઃ શિવાય…..’ ના નાદ ગુંજ્યા

હિન્દ ન્યૂઝ, દિયોદર

દિયોદર ની પવિત્ર ભૂમિ પર આવેલ નિલકંઠ મહાદેવ મંદિરે આજે શિવરાત્રી ના પાવન પર્વ નિમિત્તે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. સાથે શિવ ભક્તો દ્વારા બીલી પત્રો, સક્કરીયા નો પ્રસાદ ચડાવી શિવ ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ભારત ભરના બાર શિવાલયો આજે ૐ નમઃ શિવાય…” ના નાદ સાથે ગુંજી ઉઠયા હતા ત્યારે દિયોદર નિલકંઠ મહાદેવ મંદિરે દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શિવ ભક્તોના ધસારા થી મંદિર પરિસર સ્ત્રી, પુરુષ, બાળકો શિવાલય ના દર્શન કર્યા હતા. તો દિયોદર રાજવી પરિવારના અને દિયોદર સરપંચ ગિરિરાજ સિંહ વાઘેલા શિવાલય ખાતે ભોલેનાથ ના દર્શન કરી શિવરાત્રી ની શુભ કામનાઓ પાઠવી હતી.

દિયોદર ના નિલકંઠ મહાદેવ મંદિરે ભક્તોની સવારથી દર્શનનો લ્હાવો લઈ ધન્ય તા અનુભવી રહ્યા છે, ત્યારે દિયોદર નીલકંઠ મહાદેવ મંદિર આશરે ૭૦૦ વર્ષ પુરાણા મંદિર ના શિવાલયને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. જેનો ભક્તો દર્શનનો લાભ લઈ રહ્યા છે.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment