ચરોતર મા શિવરાત્રી ની શ્રદ્ધા પૂર્વક ઉજવણી……..

હિન્દ ન્યૂઝ, આણંદ

મહાશિવરાત્રિના પાવન પર્વની આણંદ શહેર સહિત સમગ્ર પંથકના મહાદેવ મંદિરોમાં શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવશે. તેમજ આજરોજ આણંદ શહેર ના પવિત્ર મંદિર એવા શિવાલય જેમાં કોટેશ્વર મહાદેવ તથા વહેરાઈ માતા મંદિર આણંદ ખાતે મહાશિવરાત્રી પર્વ નિમિતે શિવ ભક્તો ઉમટી પડીયા હતા. જિલ્લાના સુપ્રસિધ્ધ ગળતેશ્વર મહાદેવ મંદિર, નડિયાદના માઇ મંદિર, આણંદનું પૌરાણીક જાગનાથ મહાદેવ, ઓમકારેશ્વર, લોટેશ્વર મહાદેવ તેમજ જીટોડીયાનું વૈજનાથ મહાદેવમાં દર્શનાર્થીઓની ભીડ ઉમટી. જોકે, કોવિડના નિયમોના પાલનને લઇને મંદિરોમાં પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આણંદ-નડિયાદ સહિત સમગ્ર પંથકમાં મહાશિવરાત્રિ પર્વની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવશે. જેમાં ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ ગળતેશ્વર મહાદેવ મંદિરમાં અને શંકરાચાર્ય મંદિરમાં દર્શનાર્થીઓ ઉમટ્યા તો બીજી તરફ આણંદ શેહરના પૌરાણીક મંદિર જાગનાથ મહાદેવના મહંતના આર્શીવાદ માટે દર્શનાર્થીઓ ઉમટી પડ્યા. તદ્દ ઉપરાંત ખેડા-આણંદ જિલ્લામાં આવેલા શિવ મંદિરમાં દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન અને પૂજન માટે પણ શ્રધ્ધાળુઓ સવારથી જ ઉમટી પડ્યા હતા.

આ ઉપરાંત નડિયાદના ચંદ્રમૌલેશ્વર મહાદેવ, છાંગેશ્વર મહાદેવ, નિલકંઠ મહાદેવ, રણમુક્તેશ્વર મહાદેવ, મોટા કુંભનાથ મહાદેવ, નાના કુંભનાથ મહાદેવ સહિતના મહાદેવ મંદિરોમાં શિવરાત્રિ નિમિત્તે ખાસ પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કપડવંજના ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિરમાં પણ શિવરાત્રિ નિમિત્તે દર્શનાર્થીઓની ભીડ જોવા મળી. શિવરાત્રિની પૂર્વ સંધ્યાએ પંથકના વિવિધ શિવ મંદિરમાં તૈયારીઓ અને ખાસ શણગાર કરવામાં આવ્યા હતા.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment