દિયોદર જમીન વિકાસ બેંકની ચૂંટણીમા ૨૫ બેઠકો માંથી ૨૨ બેઠકો બિન હરીફ 3, બેઠકો પર ચૂંટણી યોજાશેv

હિન્દ ન્યૂઝ, દિયોદર

           બનાસકાંઠા જિલ્લામાં જમીન વિકાસ બેંકની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે જિલ્લામાં ૨૫ બેઠકો પર ચૂંટણી ફોર્મ ભરવા ની પ્રક્રિયા થયા પછી ૨૦ /3/2021 નો છેલ્લા દિવસે ફોર્મ પરત ખેંચવાની તારીખ હોય જિલ્લાના કોંગ્રેસના આગેવાન ગોવાભાઈ દેસાઈ અને આગેવાનો દ્વારા અંતે ભારે મથામણ બાદ જિલ્લાની ૨૫ બેઠકો માંથી ૨૨ બેઠકો બિન હરીફ જાહેર થઈ હતી. જ્યારે એક માત્ર પાલનપુર વિભાગ ની 3 ડિરેકટરો ની બેઠકો ની ૬ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ 27 તારીખે યોજાવાનો છે. જિલ્લામાં જમીન વિકાસ બેંકની ચૂંટણીમા હવે ચેરમેન કોણ બને છે. એતો ચૂંટણી પત્યા પછી જાણી શકાય. ત્યારે ભાભર દિયોદર બ્રુહદ વિભાગમાં બે જિલ્લા ડિરેક્ટરો અને ચાર તાલુકા સભ્યો માટેની ચૂંટણી યોજાવાની હતી. પણ ગત સાંજે ભારે મથામણ બાદ જિલ્લા ની ભાભર દિયોદર બ્રુહદ બે ડિરેક્ટરો, ચાર તાલુકા સભ્યો ની બેઠકો બિન હરીફ થઈ હતી.

           બનાસકાંઠા જિલ્લામાં જમીન વિકાસ બેંકની ચૂંટણીઓ યોજાવાની છે. ત્યારે દિયોદર ભાભર વિભાગની બે જિલ્લા અને ચાર તાલુકા બેઠકો પર કુલ ૧૭ ઉમેદવારો ઉમેદવારી નોંધાવી હતી ત્યારે ગત દિવસે ચૂંટણીઓ યોજાવાની શક્યતાઓ જણાઈ રહી હતી. પણ જિલ્લાના મોટા આગેવાનો અને કાર્યકરો ની ભારે મથામણ બાદ જમીન વિકાસ બેંકની ચૂંટણી મા ભાભર દિયોદર બ્રુહદ બેઠકો માટે બે બેઠકો જિલ્લા ની અને ચાર બેઠકો મોડી સાંજે બિન હરીફ જાહેર થઈ હતી. તો ભાભર દિયોદર બ્રુહદ જિલ્લા બેઠકો પર (1)પાના ભાઈ શિવાભાઈ ચૌધરી (જાડા વાળા દિયોદર) અને (2)ઠાકરશી ભાઈ રાઠોડ (તનવાડવાળા, ભાભર) બિન હરીફ જાહેર કર્યા હતા જ્યારે તાલુકા ની ચાર બેઠકો પર(1)દેસાઈ વાળાભાઈ ચોથાભાઈ (2) ઠાકોર કાનજી ભાઈ નેમાભાઈ (3) ઠાકોર મેવાભાઈ લાધાભાઈ (4) ઠાકોર જીગર ભાઈ હરિભાઈ બિન હરીફ થયા હતા.

          મહત્વનું છે કે બનાસકાંઠા જિલ્લા મા જમીન વિકાસ બેંકની ચૂંટણી યોજાવાની હતી ત્યારે જિલ્લાની ૨૫ બેઠકો માંથી ૨૨ બેઠકો બિન હરીફ થઈ છે. ત્યારે એક માત્ર પાલનપુર વિભાગ ની 3 બેઠકો માટે ૬ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ૨૭ /3/2021 થશે ત્યારે જિલ્લાની ૨૫ બેઠકો મા થી દિયોદર ભાભર બ્રુહદ વિભાગમાં બે જિલ્લા બેઠકો અને ચાર તાલુકા બેઠકો માટે ૧૭ ઉમેદવારો ઉમેદવારી નોંધાવી હતી. જિલ્લાના આગેવાનો કોગ્રેસ ના ગોવાભાઈ દેસાઈ અને આગેવાનો ભારે જહેમત બાદ મોડી સાંજે દિયોદર ભાભર વિભાગની બેઠકો બિન હરીફ થઈ હતી.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment