રાજકોટ શહેરના ઠાકોર માંધાતાસિંહજીના સંયોજનમાં કોલેજ ફાઉન્ડીંગ. હાઉસીંઝ દ્વારા ટ્રસ્ટ સેક્રેટરીને રજૂઆત

રાજકોટ,

રાજકોટ શહેર તા.૧૧.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ રાજકુમાર કોલેજમાં ૨૫ એપ્રિલથી ૩૦જુન સુધી વેકેશન હોય છે. આથી તા.૨૫ માર્ચ થી ૨૪ એપ્રિલ સુધીના લોકડાઉનના સમયગાળા દરમિયાનની ફી વિદ્યાર્થીઓ પાસે લઇ શકાય નહીં. અને એથી જ એપ્રિલ-જુનના સમયના જે બિલોની ચૂકવણી કરવાની હોય એ પણ યોગ્ય કપાત પછી થવી જોઇએ. જુલાઇ થી સપ્ટેમ્બરના ત્રણ માસની ફી પણ નવેમ્બર ૨૦૨૦ સુધી ચૂકવી શકાશે. ફી અને અન્ય જે વસૂલાત કરવાની છે. તેના ચોક્કસ માપદંડ નક્કી કરવા માટે એક ખાસ સમિતિ રચાવી જોઇએ જે માયાળુપણા અને ઉદારતાના વલણ સાથે આર્થિક રીતે સક્ષમ ન હોય એવા પરિવારના વિદ્યાર્થી માટે સંપૂર્ણ કે જરુર હોય એટલી ફી ઘટાડી પણ શકે. કોવીડ-૧૯ના આ કપરા અને પડકારરુપ સમયમાં આ આખા શૈક્ષણિક વર્ષ દરમિયાન કોઇ પણ વાલી-વાલીઓને ફી ભરી જવા માટે ફરજ પડાવવાનો પ્રયાસ ન થવો જોઇએ. આર.કે.સીના કર્મચારીઓના કોઇ પણ પ્રશ્ન હોય તેનો ઉકેલ ઘરમેળે લાવવામાં આવે જેથી એ લોકો ખોટી રીતે પરેશાન ન થાય. કદાચ કોઇ ખાતાંકીય તપાસ કરવાની હોય તો પણ એને નિષ્પક્ષ અને તથસ્ટ રીતે ઉકેલ આવવો જોઇએ. લોકડાઉન સમયનો અને એ પછીનો પગાર પણ કર્મચારીઓને નિયમીત અને પૂરતો આપવો જોઇએ એવી પણ વિનંતિ છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment