નાયબ કલેકટર ને આવેદનપત્ર પાઠવી ખેડૂતો એ રજુઆત કરી
હિન્દ ન્યૂઝ, દિયોદર
વર્તમાન સમય દિયોદર તાલુકા ના ગામો માં મોટાભાગે બટાકા નું વધુ ઉત્પાદન થયું છે. જેમાં એકાએક બટાકા ના ભાવ તળિયે બેસી જતા ખેડૂતો ની હાલત કફોડી બની છે. જે અંગે આજે ભારે આક્રોશ સાથે આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.
મળતી માહિતી મુજબ કોરોના વાઈરસ વચ્ચે બટાકા ની માંગ વધતા વર્તમાન સમય ખેડૂતો એ સારા ભાવ મળશે તેવી આશા વ્યક્ત કરી મોંઘા બિયારણ લાવી ખેડૂતો એ બટાકા નું વાવેતર કર્યું હતું. જેમાં મોટાભાગે દિયોદર, લાખણી, ડીસા જેવા વિસ્તાર માં મોટાભાગે બટાકા નું વાવેતર થયું હતું જો કે એકાએક બટાકા ના ભાવ તળિયે બેસી જતા ખેડૂતો ની હાલત કફોડી બની છે. જેમાં દરેક ખેડૂતો ને સરકાર દ્વારા પોષણક્ષમ અને ટેકા ના ભાવ આપવામાં આવે તેવી માંગ સાથે આજે દિયોદર નાયબ કલેકટર કચેરી ખાતે નાયબ કલેકટર એમ કે દેસાઈ સમક્ષ ખેડૂતો એ આવેદનપત્ર આપી રજુઆત કરી હતી. આ બાબતે રામસિંહભાઈ રાજપુત એ જણાવેલ કે વર્તમાન સમય આ વિસ્તાર ના ખેડૂતો એ બટાકા નું વાવેતર કર્યું છે. જેમાં ભાવ તળિયે બેસી જતા ખેડૂતો ની હાલત કફોડી બની હતી જેમાં બટાકા ના પોષણક્ષમ અને ટેકા ના ભાવ મળે તે માટે આજે અમો એ રજુઆત કરી છે. અમારી રજુઆત ધ્યાને લેવામાં નહીં આવે તો આગામી સમય ખેડૂતો પોતાના બટાકા રસ્તા વચ્ચે નાખવાનો વારો આવશે નહીંતર ખેડૂતો આંદોલન તરફ માર્ગ અપનાવશે તેવી માંગ કરી હતી.
અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર