માંગરોળ સ્ટેશન રોડ ઉપર આવેલ ડોક્ટર આશાબેન નાયકના કમ્પાઉન્ડમાંના ઝાડ પર પ્રથમવાર ચિલોડો નામનું પક્ષી જોવા મળ્યું

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)

        માંગરોળ સ્ટેશન રોડ ઉપર આવેલ ડોક્ટર આશાબેન નાયકના કમ્પાઉન્ડમાંના ઝાડ પર પ્રથમવાર ચિલોડો નામનું પક્ષી જોવા મળતાં લોકોએ એને નિહાળી દુર્લભ ગણાતાં આ પક્ષીને જોઈ આનંદ લીધો હતો. ઘણાં પક્ષીઓ દુર્લભ થઈ જવા પામ્યા છે. ભાગ્યેજ આવા પક્ષીઓ કોઈક વાર નજરે પડે છે. ડોક્ટર આશાબેન નાયકના કમ્પાઉન્ડમાં અનેક વૃક્ષો છે. એ વૃક્ષોમાંથી એક વૃક્ષ ઉપર દુર્લભ ગણાતો ઇન્ડિયન ગ્રે હોર્ન બિલ (ચિલોડો) ઘણાં લાંબા સમય પછી એકા એક નજરે પડ્યો હતો. ડોક્ટર આશાબેન નાયકના પુત્ર નિરજભાઈ નાયકે એમનાં મોબાઈલમાં આ ચિલોડાની તસ્વીર ઝડપી લીધી હતી. અનેક પક્ષીઓ દુર્લભ થઈ ગયા છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ ઘણી વાર આવા દુર્લભ થયેલાં પક્ષીઓ જોવા મળે છે.

રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)

Related posts

Leave a Comment