મોડી રાત્રી ના સમય અકસ્માત સર્જાયો ટ્રેકટર ચાલક નો બચાવ

દિયોદર લુદરા નર્મદા કેનાલ પાસે ટ્રક અને ટ્રોલી વચ્ચે અકસ્માત ટ્રક ઝાડ સાથે અથડાતા ડ્રાઈવર નું મોત

હિન્દ ન્યુઝ, દિયોદર

દિયોદર ના લુદરા નર્મદા કેનાલ પાસે મોડી રાત્રી ના સમય ટ્રેકટર ની ટ્રોલી અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતા ટ્રક ચાલક નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જેમાં ટ્રેકટર ચાલક નો આબાદ બચાવ થયો હતો.

જાણવા મળતી માહિતી મુજબ દિયોદર ભાભર હાઇવે રોડ પર લુદરા નર્મદા કેનાલ પાસે ભાભર તરફ થી બટાટા ભરી ને આવતું ટ્રેકટર ની ટ્રોલી સાથે મોટી ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક ચાલક એ સ્ટિયરિંગ પર થી કાબુ ગુમાવતા ટ્રક ઝાડ સાથે અથડાઈ હતી. જેમાં ટ્રક ડ્રાઇવર સગરામભાઈ વાહતાજી ઠાકોર ને ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે મોત થયું હતું. જેમાં અકસ્માત ની જાણ આજુ બાજુ વિસ્તાર ના લોકો ને થતા લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જે અંગે દિયોદર પોલીસ ને જાણ કરતા દિયોદર પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી મૃતક ની લાશ ને દિયોદર રેફરેલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. જો કે આ અકસ્માતમાં ટ્રેકટર ચાલક નો બચાવ થયો હતો.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment