માંગરોળ, BRC ભવન ખાતે તાલુકા કક્ષાનું ઓન લાઈન ગણિત- વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજાયું

હિન્દ ન્યૂઝ, માંગરોળ            GCERT ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત પ્રેરિત બ્લોક કક્ષાનું ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન માંગરોળ તાલુકાના BRC ભવન પર ઓનલાઇન યોજવામાં આવ્યું હતુ. જેમાં મુખ્ય વિષય તકનીકી અને રમકડાના મુખ્ય થીમ પર કુલ પાંચ વિભાગમાંથી 38 શાળાઓએ પોતાના અલગ-અલગ મોડેલ રજૂ કર્યા હતા.આ પ્રદર્શનમાં કોવીડ-૧૯ ની ગાઈડ લાઈન મુજબ માઈક્રોસોફ્ટ ટીમના માધ્યમથી ઓન લાઇન પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતુ. જેમાં માંગરોળ તાલુકાના લાયઝન અધિકારી જગદીશભાઈ પટેલ લેક્ચરર ડાયેટ સુરત દ્વારા ભાગ લેનાર માર્ગ દર્શક શિક્ષક તથા બાળ વૈજ્ઞાનિકોને ગણિત વિજ્ઞાન પ્રદર્શન અંગે માર્ગદર્શન…

Read More

મોટામિયાં માંગરોળની ગાદી સાથે સંકળાયેલી કડીની ગાદીની ઉર્સ કોરોના મહામારીને લઇ મોકૂફ 

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)          કોમી એકતાના પ્રતિક સમાન, ઘેર ઘેર ગાયો પાળો, વૃક્ષ વાવો, વ્યસન મુક્તિ, તેમજ ઉચ્ચ શિક્ષણ મેળવોનો સંદેશો આપતી ઐતિહાસિક મોટામિયા માંગરોળની ગાદી સાથે સંકળાયેલી અને કડી મુકામે આવેલી ખ્વાજા બદરુદ્દીન ચિશ્તીની દરગાહ કે જ્યાં દર વર્ષે પરંપરા મુજબ ધુળેટીના દિવસે ઉર્સ ઉજવવામાં આવે છે. જેમા હિન્દુ – મુસ્લિમ દરેક ધર્મના અનુયાયીઓ ખૂબ મોટી સંખ્યામા હાજરી આપે છે. અહીં વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. આ પ્રસંગે મોટામિયાં માંગરોળની ગાદીના અધિકૃત ગાદી પતિ હઝરત સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી દ્વારા સંદલ શરીફની વિધિ કરવામાં…

Read More

વડતાલ ધામના શાસ્‍ત્રી શ્રી સંત વલ્‍લભદાસ સ્‍વામી એ કોરોના વેકસીન મુકાવી

હિન્દ ન્યૂઝ, નડિયાદ કોરોનાના સંક્રમણનો રાફડો ફાટ્યો છે ત્યારે ‘સાવચેતી એજ સલામતીના’ મંત્ર સાથે રાજ્ય સરકાર દ્રારા રસીકરણની ઝુંબેશને વેગવાન બનાવી છે. ત્યારે રાજ્ય સરકાર દ્રારા કોરોના સામે બાથ ભીડવા માટે ૪૫ થી ૬૦ વર્ષની વયના ગંભીર બીમારી ધરાવતા અને ૬૦ વર્ષની વધુ વય ધરાવતા લોકોને રસી આપવાની ઝુંબેશ પુરજોશમાં ચાલી રહી છે. ખેડા જિલ્લામાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમા આરોગ્ય કેન્દ્ર, ખાનગી હોસ્પિટલમાં રસીકરણની ઝુંબેશ વેગવાન બનાવવામાં આવી છે. વડતાલ ધામના શાસ્‍ત્રી સંત વલ્‍લભદાસ સ્‍વામીજીએ જણાવ્‍યું હતું કે, હું સૌ ગુજરાતવાસીઓને કરબધ્ધ પ્રાર્થના કરું છું કે, કોરોના હજુ ગયો નથી.…

Read More

માણાવદર તાલુકાક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં બાંટવા સરકારી હાઈસ્કૂલે મેળવ્યું પ્રથમ સ્થાન

હિન્દ ન્યૂઝ, માણાવદર           માણાવદર તાલુકા કક્ષાનું “ગણિત-વિજ્ઞાન વર્ચ્યુઅલ પ્રદર્શન” યોજાઈ ગયું. જેમાં માણાવદર તાલુકાની તમામ શાળાઓમાંથી વિવિધ વિભાગો વાઇઝ કૃતિઓ રજુ કરવામાં આવી હતી. જેમાં સરકારી ગુજરાતી હાઈસ્કૂલ-બાંટવા વતી ગણિત-વિજ્ઞાન શિક્ષક એ.બી.મોરી ના માર્ગદર્શન હેઠળ વિભાગ-બી માં ધોરણ-9 ના વિદ્યાર્થીઓ ખેર મિત અને ચાવડા રવિરાજ દ્વારા મનુષ્યના સ્વાસ્થ્ય અને હાલના સમયમાં સ્વચ્છતા રાખવી ખૂબ જરૂરી છે, જેના અનુસંધાને આ કૃતિની રસપ્રદ રજુઆત કરવામાં આવી હતી. આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં કુલ 15 રજૂ કરવામાં આવી હતી. જે કૃતિમાંથી બાંટવા સરકારી શાળાની (સ્વાસ્થ્ય અને સ્વચ્છતાની કૃતિએ પ્રથમ…

Read More

મોરબી જીલ્લા બાર એસો. દ્વારા વકીલ તથા પક્ષકારોને ગેરહાજરીમાં કેસ ન ચલાવવા કરાયો ઠરાવ

હિન્દ ન્યૂઝ, મોરબી             મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા દ્વારા કોરોનાના વધતાં કેસને ધ્યાનમાં રાખીને ૨૦ દિવસ કોર્ટોમાં તથા કોર્ટ પરિસરમાં બિનજરૂરી પ્રવેશ ન કરવા માટે આદેશ કરેલ છે. ત્યારે મોરબી જીલ્લા બાર એસો. દ્વારા ઠરાવ કરવામાં આવેલ છે કે વકીલ તથા પક્ષકારોની ગેરહાજરીમાં કોઇપણ કેસોના નિકાલ ન કરવા કે પક્ષકારો સામે વોરંટ ન કાઢવા, દિવાની દાવાઓમાં યથાવત પરિસ્થિતિ જાળવી રાખવા તેમજ રેવન્યુ કોર્ટેમાં વકીલ કે પક્ષકારોની ગેરહાજરીમાં કેસ પ્રોસીડીંગ્સ આગળ ન લાવવા કે ફાઇલ ઓર્ડર પર ન લેવા આ અંગે તમામ કોર્ટેને જાણ પણ કરવામાં…

Read More

અરવલ્‍લી જિલ્લામાં પીવાના પાણીની નવિન ૧૩ યોજનાઓ માટે રૂ. ૫૨૬.૩૫ લાખ ખર્ચ કરાશે

હિન્દ ન્યૂઝ, અરવલ્‍લી          કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ સમીતિની બેઠક યોજાઇ. પાણીની નવિન ૧૩ યોજનાઓથી ૧૫૭૩ ઘરને નળ કનેકશન અપાશે. અરવલ્‍લી જિલ્લા જળ અને સ્વચ્છતા સમીતિની બેઠક જિલ્લા સેવા સદન ખાતે કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. અરવલ્‍લી જિલ્લાના લોકોને પુરતુ પીવાનું પાણી મળે રહે તે માટે રૂ. ૫૨૬.૩૫ લાખના ખર્ચે તૈયાર થનાર નવીન ૧૩ યોજનાઓની મંજુરી આપવામાં આવી હતી. જેમાં નલ સે જલ યોજના અંતર્ગત આ નવિન યોજનાથી ૧૫૭૩ ઘરને નળ કનેકશન મળશે. જિલ્લામાં વાસ્મો અંતર્ગત અત્યાર સુધી ૧૩૩૩ યોજનાઓ અમલી…

Read More

રાજપીપળા પોલીસે બજારમાં કડક ચેકીંગ

હિન્દ  ન્યૂઝ, રાજપીપળા        રાજપીપળામાં કોરોના ના કેસ વધતા પોલીસ દ્વારા માસ્ક બાબતે કડક ચેકીંગ કેટલાક લોકો સાથે પોલીસની ચકમક રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના ના વધતા કેસ ના કારણે માસ્ક સહિત ના કોવિડ-૧૯ ના જાહેરનામા નું પાલન જરૂરી બન્યું છે ત્યારે આજે રાજપીપળા પોલીસે બજારમાં આ બાબતે કડક ચેકીંગ હાથ ધરી વાહન ચાલકો અને દુકાનદારો પર લાલ આંખ કરી કાયદાના પાઠ ભણાવતા પોલીસ અને લોકો વચ્ચે તું તું મેં મેં ના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં કેટલાક દુકાનદારો અને પોલીસ વચ્ચે ચકમક પણ જોવા મળી…

Read More

થરાદ બસ ડેપો એસ.ટી.નિગમ) ના જવાબદાર તંત્રના અધિકારીઓની ઘોર બેદરકારી

હિન્દ ન્યૂઝ, થરાદ            થરાદ બસ ડેપો(એસ.ટી.નિગમ) ના જવાબદાર તંત્રનના અધિકારી ઓની ઘોર બેદરકારી ના કારણે વાવ બસ સ્ટેન્ડ મા રજલતા સરહદી વિસ્તાર પાડણ રુટની બસના મુસાફરો થરાદ બસ ડેપોમાંથી સાજે (થરાદ વાવ પાડણ) વાયાબુકણા, અસારા, ગોલપ નેસડા થી પાંડણ નાઈટ બસ છે. આ પાડણ રુટની નાઈટ બસ વાવ બસ સ્ટેન્ડમાં આસરે 6:30 કે 6:45 pm આવતી છેલ્લી બસ છે. પાટણ રુટની આ બસમાં રીલુચી, બુકણા, અસારા, ચતરપુરા, ગોલપ, નેસડા અને પાડણ સહીત ગામના તમામ મુસાફરોને ધણી વખત અવાર-નવાર બસ ન આવવાના કારણે વાવ બસ સ્ટેન્ડમાં…

Read More

દેવગઢ બારીયા જેલ માંથી ખુંખાર આરોપી ઓ ને ભગાડી જનાર માસ્ટર માઈન્ડ તથા મર્ડર, લૂંટ, ચોરી ઓ ના ૬૬ જેટલા ગુના મા સંડોવાયેલ આરોપી ઓ ને પકડતી એલ. સી. બી આણંદ

હિન્દ ન્યૂઝ, આણંદ           સને 2020 ના બહુચર્ચીત દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ખાતેની જેલ તોડી 13 ખુંખાર કેદીઓને ભગાડી જનાર ગુનાનો માસ્ટર માઇન્ડ સહતિ ત્રણ રીઢા ખૂંખાર આરોપીને આણંદ લોકલ ક્રાઈમબ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા છે. આણંદ જિલ્લાના વાસદ ગામ પાસેથી પકડાયેલ ત્રણેય ખૂંખાર આરોપીઓની ઘનિષ્ઠ પુછપરછમાં હત્યા, ધાડ, લુંટ અને ચોરી સહિતના 66 જેટલા ગંભીર પ્રકારના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.        પોલીસે પકડાયેલ ત્રણેય આરોપીઓના વધુ તપાસ અર્થે પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે તેમજ નાસતા ફરતા આ ત્રણેય આરોપીઓના સાગરીતોને ઝડપી…

Read More

અમરેલી જિલ્લા ના તોરી ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના ની રશી આપવામાં આવી

હિન્દ ન્યૂઝ, અમરેલી       અમરેલી જિલ્લા ના તોરી ગામમાં ગામ ના અગ્રણી માજી સરપંચ બાબુભાઈ કોટડીયા અને‌ આજુ બાજુના સીનીયર લોકો ને કોરોના રસી આપાવી અને ગામ લોકો ને આશ્વાસન આપી ને કહ્યું કે કોઈ પણ ડર રાખ્યા વગર આગળ આવો અને કોરોના રસી અપાવવા નો આગ્રહ રાખ્યો છે અને વહેલી ગતે તોરી ગામમાં તમામ સિનિયર સિટીઝન મા કોરોના રસી અપાય જાય તેવી તંત્ર સાથે અપેક્ષા રાખેલ છે અને જેમ બને તેમ અમારુ તોરી ગામ તો ખાલી નઈ પણ આખા ઇન્ડિયા માંથી કોરોના વાયરસ નાબુદ થઈ જાય તેવી…

Read More