દેવગઢ બારીયા જેલ માંથી ખુંખાર આરોપી ઓ ને ભગાડી જનાર માસ્ટર માઈન્ડ તથા મર્ડર, લૂંટ, ચોરી ઓ ના ૬૬ જેટલા ગુના મા સંડોવાયેલ આરોપી ઓ ને પકડતી એલ. સી. બી આણંદ

હિન્દ ન્યૂઝ, આણંદ

          સને 2020 ના બહુચર્ચીત દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ખાતેની જેલ તોડી 13 ખુંખાર કેદીઓને ભગાડી જનાર ગુનાનો માસ્ટર માઇન્ડ સહતિ ત્રણ રીઢા ખૂંખાર આરોપીને આણંદ લોકલ ક્રાઈમબ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા છે. આણંદ જિલ્લાના વાસદ ગામ પાસેથી પકડાયેલ ત્રણેય ખૂંખાર આરોપીઓની ઘનિષ્ઠ પુછપરછમાં હત્યા, ધાડ, લુંટ અને ચોરી સહિતના 66 જેટલા ગંભીર પ્રકારના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

       પોલીસે પકડાયેલ ત્રણેય આરોપીઓના વધુ તપાસ અર્થે પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે તેમજ નાસતા ફરતા આ ત્રણેય આરોપીઓના સાગરીતોને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

     આણંદ જિલ્લા પોલીસને એક ગુપ્ત બાતમી મળી હતી કે સને 2020 ના બહુચર્ચીત દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ખાતેની જેલ તોડી 13 ખુંખાર કેદીઓને ભગાડી જનાર ગુનાનો માસ્ટર માઇન્ડ કિશન ઉર્ફે ફેશન અબરૂભાઇ સંગોડ, રહે.પાંઉ, તા.ધાનપુર જી.દાહોદ નાનો તેના સાગરીતો મારફતે આજુબાજુના વિસ્તારોમાં ધાડ-લુંટ તેમજ ચોરીઓના ગુનાઓ કરે કરાવે છે. જે અન્વયે એલ.સી.બી. સ્ટાફના માણસો દ્વારા હ્યુમન ટેકનીકલ ઇન્ટેલીજન્સની મદદથી માહિતી મેળવી તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો.

         જે અંતર્ગત મંગળવારના રોજ હકિકત મળેલ કે, કિશન ઉર્ફે કેશન અબરૂભાઇ સંગોડ તથા તેની ગેંગમાં કામ કરતો માજુ હીમાભાઇ ભાભોર બંન્ને સાથે રહી લુંટ, ધાડના ગુનાઓ કરી હોળીના તહેવાર હોઈ હાલ કાઠીયાવાડથી આણંદ જિલ્લાના વાસદ થઈ વતનમાં જવા વાસદ ખાતે આવનાર છે એવી મળેલી ચોક્કર બાતમીના આધારે આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગતરોજ વાસદ બસ સ્ટેન્ડ નજીક બ્રીજ નીચે વોચ ગોઠવી હતી.

          દરમ્યાન જિલ્લાના તારાપુર તરફથી એક ઓટો રીક્ષા વાસદ બસ સ્ટેન્ડ નજીક આવી હતી. આ રીક્ષામાથી ત્રણ માણસો ઉતરી બસ સ્ટેન્ડ બાજુ જતા જ વોચમાં ગોઠવાયેલ પોલીસે તેઓને કોર્ડન કરી પકડી લીધેલ. પોલીસે આ ત્રીપુટીના નામ ઠામ અંગે પુછ પરછ કરતા (1) કિશન ઉર્ફે કેશન અબરૂભાઇ સંગોડ, ઉ.વ.૩૩ પાંઉ, ઉગ્વાસ ફળીયુ, તા.ધાનપુર, જી.દાહોદ (2) માંજુભાઇ હીમાભાઇ ભાંભોર ઉવ.૨૦, રહે.ઉંડાર ભાભોર ફળીયું, તા. ધાનપુર જી.દાહોદ (3) મનુભાઇ મસુલાભાઇ મોહનીયા ઉવ.36, રહે. કાંટુ, સુરાડુંગરી ફળીયુ, પોસ્ટ સજોઇ તા.ધાનપુર જી.દાહોદના હોવાની ઓળખ આપી હતી.

    પોલીસે તેઓને અંગઝડતી લેતા તેઓની પાસેથી રોકડ રૂપિયા, કાંડા ઘડીયાળ, કટર તથા છીણી જેવી શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હતી. પોલીસે આ વસ્તુઓના બીલ કે આધાર પુરાવા માગતા આ ત્રણેય શખ્શો પોલીસને કોઇ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા.જેથી પોલીસે ત્રણેયની સી.આર.પી.સી. કલમ 41(1)ડી,102 મુજબ અટકમાં લઈ સઘન પુછપરછ હાથ ધરતા કેટલીક ચોકાવનારી વિગતો પ્રકાશમા આવી છે.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment