થરાદ બસ ડેપો એસ.ટી.નિગમ) ના જવાબદાર તંત્રના અધિકારીઓની ઘોર બેદરકારી

હિન્દ ન્યૂઝ, થરાદ

           થરાદ બસ ડેપો(એસ.ટી.નિગમ) ના જવાબદાર તંત્રનના અધિકારી ઓની ઘોર બેદરકારી ના કારણે વાવ બસ સ્ટેન્ડ મા રજલતા સરહદી વિસ્તાર પાડણ રુટની બસના મુસાફરો થરાદ બસ ડેપોમાંથી સાજે (થરાદ વાવ પાડણ) વાયાબુકણા, અસારા, ગોલપ નેસડા થી પાંડણ નાઈટ બસ છે. આ પાડણ રુટની નાઈટ બસ વાવ બસ સ્ટેન્ડમાં આસરે 6:30 કે 6:45 pm આવતી છેલ્લી બસ છે. પાટણ રુટની આ બસમાં રીલુચી, બુકણા, અસારા, ચતરપુરા, ગોલપ, નેસડા અને પાડણ સહીત ગામના તમામ મુસાફરોને ધણી વખત અવાર-નવાર બસ ન આવવાના કારણે વાવ બસ સ્ટેન્ડમાં હેરાન થવુ પડે છે અને ના છુટકે પ્રાઈવેટ વાહનોમાં આવવુ પડે છે. પાડણ નાઈટ બસમાં ઘણી વખત ડ્રાઈવર યા કન્ડક્ટર નથી એવુ બહાનુ કરીને પણ નાઈટ રુટની પાડણ બસ મુકવામાં આવતી નથી. આજે પણ પાડણ નાઈટ બસ મા કન્ડકટર ન હોવાથી બસના ડ્રાઈવરે પાટણ નાઈટ બસ વાવ બસ સ્ટેન્ડમાં બસ ઉભી કરી હતી અને બસ ડ્રાઈવર ભાઈ કોરોના મહામારી મા સરકારી ગાઈડ લાઈન ના નિયમને નેવે મુકી માશ્ક વગર નજરે જોઈ રહ્યાં છીએ. પાડણ રુટની નાઈટ બસ છાસવારે બંધ રહેતા મુસાફરોમા રોષ જોવા મળી રહ્યો છે. થરાદ બસ ડેપોના જવાબદાર અધિકારી મુસાફરોની વેદનાને સમજી પાટણ નાઈટ બસ રેગ્યુલર ચાલુ રાખશે કે પછી ડ્રાઈવર, કન્ડક્ટરના બહાને છાસ વારે બંધ રહશે ?

રિપોર્ટર : વેરસીભાઈ રાઠોડ, સુઈગામ

Related posts

Leave a Comment