ભાભર વિકાસ પરિષદ ભાભર દ્વારા રાષ્ટ્રીય બાલિકા સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી

હિન્દ ન્યૂઝ, ભાભર           ભારત વિકાસ પરિષદ ભાભર શાખા દ્વારા આજે ભાભર તાલુકા બ્લોક હેલ્થ કચેરીએ રાષ્ટ્રીય બાલિકા સપ્તાહની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં ભા.વિ.પ. પ્રમુખ એ. બી. પટેલ. મંત્રી એસ. કે. રાઠોડ મહેશભાઈ કાનાબાર અને મહિલા સંયોજિકા મનીષાબેન રાઠોડ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં હેલ્થ ઓફિસર પરમાર માનવજીવનમાં હિમોગ્લોબીનનું મહત્વ સમજાવ્યું. ડૉ. નિકિતા પટેલે કિશોરીઓને હિમોગ્લોબીન યુક્ત ખોરાક લેવા અને ચા-કૉફી અન્ય વ્યસનથી દૂર રહેવા જણાવેલ. પ્રમુખ એ. બી. પટેલે સ્વસ્થ મહિલા સ્વસ્થ પરિવાર એ સૂત્ર સાર્થક કરવા ઉપસ્થિત કિશોરીઓને આહવાન કરી લોહતત્વવાળો ખોરાક લેવા કહ્યું…

Read More

26 મી જાન્યુઆરી એ દિયોદર શાળા નંબર 2 ખાતે મહારક્તદાન કેમ્પ યોજાશે

હિન્દ ન્યૂઝ, દિયોદર         બનાસકાંઠા જિલ્લા ના દિયોદર શાળા નંબર 2 ખાતે દિયોદર શહેર ની તમામ સેવાભાવી સંસ્થા ઓ તેમજ સેવાભાવી સંગઠનો, વહેપારી એસોસિએશન, સામાજિક સંગઠનો ના આગેવાનો અને પ્રમુખ ઉપ પ્રમુખ ની એક બેઠક નું આયોજન કરાયું હતું. જેમાં આગામી 26 મી જાન્યુઆરી એ દિયોદર શાળા નંબર 2 ખાતે એક વિશેષ મહા રક્તદાન કેમ્પ નું આયોજન કરાયું છે. જેમાં સોશિયલ ડિસ્ટન સાથે એક આ મહા રક્તદાન કેમ્પ યોજાશે. જેમાં મહારકતદાન માં એકત્રિત થયેલ બ્લડ જેમાંથી 50 % દેશ ના જવાનો માટે તેમજ 50% બનાસકાંઠા અને પાટણ…

Read More

સુત્રાપાડા નગરપાલિકા દ્વારા નવ નિર્મિત કૉમ્યુનિટી હૉલ નું લોકાર્પણ કરતાં ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી જશાભાઈ બારડ

સુત્રાપાડા          સુત્રાપાડા નગરપાલિકા દ્વારા લોક વિકાસ ના કાર્યો સતત અને સતત સુત્રાપાડા શહેરમાં થતાં રહે છે. જે વિકાસ યાત્રા આગળ ધપાવતા સુત્રાપાડા માં સુત્રાપાડા નગરપાલિકા દ્વારા કૉમ્યુનિટી હૉલનું નવનિર્માણ કરવામાં આવેલ જેનું લોકાર્પણ ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી અને અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ જશાભાઈ બારડ દ્વારા સુત્રાપાડા મુકામે કરવામાં આવેલ છે. સુત્રાપાડા નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ આ અતિ આધુનિક કૉમ્યુનિટી હૉલ નું નિર્માણ થવાથી સુત્રાપાડાના લોકોને સામાજિક પ્રસંગોમાં ઘણું ઉપયોગી થસે. આ લોકાર્પણ પ્રસંગે ગુજરાત રાજ્ય ના પૂર્વ મંત્રી જશાભાઈ બારડે જણાવેલ કે, નગરપાલિકા દ્વારા…

Read More

ધારી લુહાર જ્ઞાતિ ની વાડી ખાતે ભાજપા કાર્યકરતા ઓ સાથે સભા નું આયોજન

હિન્દ ન્યૂઝ, ધારી                 રાજ્ય માં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત પાલિકા ની ચૂંટણી આવી રહી છે, ત્યારે ધારી લુહાર જ્ઞાતિ ની વાડી ખાતે ભારતીય જનતા પાર્ટી જીતે એ માટે ભાવનગર ના ધારાસભ્ય જીતુ વાઘાણી ધારી ના ધારાસભ્ય જે.વી.કાકડીયા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા એ કાર્યકરતા સાથે સભા યોજી હતી. અને રાજ્ય મા સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી મા ભારતીય જનતા પાર્ટી જીતશે એવું જણાવેલ હતું. રિપોર્ટર : સંજય વાળા, ધારી

Read More

બનાસ કાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકામાં ન્યાય સંકુલ નુ ઉદઘાટન

હિન્દ ન્યૂઝ, સુઈગામ            તા.૧૭/૦૨/૦૨૧ ના રવિવાર ના ૧૧:૦૦ કલાકે વિક્રમ સંવત ૨૦૭૭, પોષ સુદ ચોથ ના દિવસે ન્યાય સંકૂલ નુ ઉદઘાટન કરલામાં આવ્યુ. આ ઉદઘાટન પ્રસંગે સુઈગામ તાલુકા પંચાયત પ્રમુખ નેહુલ ભાઈ તથા પાલનપુર સિવિલ જ્જ વિક્રમ સિહજી, વકીલો તથા સુઈગામ પોલીસ સ્ટાફ હાજર રહી સુઈગામ ન્યાય સંકુલ ઉદઘાટન કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યું. રિપોર્ટર : વેરસીભાઈ રાઠોડ, સુઈગામ

Read More