ભાભર તથા આજુબાજુના ગામો માં ભાભર પોલીસ દ્વારા જુગાર ધામો ઉપર રેડ કરવામાં આવી હતી

ભાભર,

પી.એલ.આહીર પો.સબ.ઇન્સ. ભાભર પોલીસ સ્ટેશન તથા અ.હેડ.કોન્સ. પ્રધાન ધારસી તથા અ.પો.કો પ્રધાન આરસી તથા અ.પો.કોન્સ. ભરતભાઇ કરસનભાઇ તથા અ.પો.કો. ભરતગીરી ભીખાગીરી તથા અ.પો.કો. હેમંતકુમાર અશોકભાઈ તથા અ.પો.કો. કુલદિપભાઇ પાનાભાઇ એ રીતેના પોલીસ સ્ટાફના માણસો સાથે ભાભર પો.સ્ટે. વિસ્તારમાં શ્રાવણીયા જુગાર લગત પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકિકત આધારે મેરા ગામની સીમમાં થુમડા વાળા પરામાં રહેતા બળવંત હાંહજી ઠાકોર રહે-મેરા તા-ભાભર વાળો પોતાના કબજા ભોગવટાના રહેણાંક ઘરના ખુલ્લા ઢાળીયામાં કેટલાક માણસોને ભેગા કરી લાઇટના અજવાળે ગંજીપાના વડે પૈસાનો હારજીતનો જુગાર રમી રમતા તેઓની અંગજડતી તેમજ પટ ઉપરથી રોકડ રકમ રૂ.૧૫,૯૫૦/- તથા મોબાઈલ ફોન નંગ-૦૮ જેની કિ.રૂ.૧૩,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨૮,૯૫૦/-નો મુદામાલ કબ્જે કરી જુગાર ધારા હેઠળ તમામ જુગારીયા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે બીજી બાજુ ભાભર ટાઉન વિસ્તારમાં શ્રાવણીયા જુગાર લગત પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકિકત આધારે ભાભરજુના વિજયનગર સોસાયટીના ચોકમાં આ કામના તહો. પોતાના અંગત ફાયદા માટે ગંજીપાનાથી તીનપત્તીનો પૈસાથી હારજીતનો જુગાર રમી રમતાં તેઓની અંગઝડતી તેમજ પટ ઉપરથી રોકડ રકમ રૂ.૧૪,૨૪૦/- તથા મોબાઈલ ફોન નંગ-૦૨ જેની કિ.રૂ.૭૦૦૦/- તથા ગંજીપાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ કિ.રૂ.૨૧૨૪૦/- નો મુદામાલ કબ્જે કરી જુગાર ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

અહેવાલ : બાબુ ચૌધરી, ભાભર

Related posts

Leave a Comment