રાજકોટ શહેરમાં કોરોનાએ ૧૬ દર્દીઓનો લીધો જીવ, ખાનગી હોસ્પિટલમાં ૨ અને સિવિલ હોસ્પિટલમાં ૧૪ દર્દીઓના મોત થયા છે

રાજકોટ

તા.૧૨.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં કોરોનાના કારણે વધુ ૧૬ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. ગઇકાલની વાત કરીએ તો ૧૭ દર્દીઓના મોત થયા હતા. છેલ્લા ૪ દિવસમાં કોરોનાના દર્દીનો મૃત્યુઆંક વધી રહ્યો છે. છેલ્લા ૪ દિવસમાં ૬૦ જેટલા દર્દીઓના મોત થઇ ગયા છે. આજે રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં ૧૪ દર્દીઓએ અને ખાનગી હોસ્પિટલમાં ૨ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. જો કે ૧ વ્યક્તિનો તો કોરોનાનો રીપોર્ટ આવવાનો પણ બાકી હતો. 1. દલપતગીરી અનીરુધગીરી ગોસ્વામી (ઉ.૮૦) વાંકાનેર. 2. ઋષિકેશભાઈ પ્રહલાદભાઈ બુચ (ઉ.૭૧) રાજકોટ 3.લક્ષ્મણભાઈ નાનજીભાઈ કોરાટ (ઉ.૬૪) રાજકોટ. 4. મહાદેવભાઇ સતારમ ઉતેગત (ઉ.૬૦) રાજકોટ. 5. છગનભાઈ ભીમાભાઇ કામલીયા (ઉ.૫૫) જૂનાગઢ. 6. ધીરજલાલ ગણેશભાઈ મકવાણા (ઉ.૭૨) રાજકોટ. 7. રઘવજીભાઈ વલ્લભભાઈ હીરપરા (ઉ.૬૫) રાજકોટ. 8. હિંમતભાઈ રણછોડભાઈ (ઉ.૭૦) રાજકોટ. 9. ચંદ્રકાંતભાઈ પારેખ (ઉ.૬૫) રાજકોટ. 10. અશોકભાઈ નરોત્તમભાઈ રાણિંગા (ઉ.૬૫) પોરબંદર. 11. શિવાભાઈ રણછોડભાઈ પરમાર (ઉ.૭૪) ચુડા. 12. કિરીટભાઈ ભોગીલાલ મોદી (ઉ.૬૯) રાજકોટ. 13. ચંદ્રિકાબેન સુરેશભાઈ (ઉ.૪૫) રાજકોટ. 14. ભગવાનજીભાઈ નાથાભાઈ (ઉ.૬૫) રાજકોટ. 15. રમણીકભાઇ મોહનભાઈ ધ્રુવ (ઉ.૮૨) રાજકોટ (રિપોર્ટ બાકી). 16. બાબુભાઈ રવજીભાઈ સખીયા (ઉ.૬૦) રાજકોટ.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment