રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજથી અધિકારીઓ અને કર્મચારીઓની કુલ.૧૨૦૦ થી વધુ ટીમોને શહેરમાં ઉતારવામાં આવી છે.

રાજકોટ, રાજકોટ શહેર તા.૫/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકા જે તે ઘરમાં કોરોના હોવાની શંકા દર્શાવતા સામાન્ય લક્ષણ દેખાયા હોય તો તે સભ્યના ટેસ્ટ હાથ ધરે છે. મનપા દ્વારા તાજેતરમાં જ શરૂ કરવામાં આવેલા કુલ.૩૬ ટેસ્ટીંગ વ્હીકલ દરેક વોર્ડમાં ટેસ્ટની કામગીરી કરે છે. ૩૬ ટેસ્ટીંગ વ્હીકલ ઉપરાંત આરોગ્ય કેન્દ્રો, ૧૦૪ સેવા રથ અને ધનવંતરી રથ દ્વારા પણ ટેસ્ટની કામગીરી કરવામાં આવી રહી છે. આ સર્વેલન્સની કામગીરીમાં શહેરની સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના શિક્ષકોનો ખુબ મોટો ફાળો મળ્યો છે. જેમાં દરેક શિક્ષકે ૧૦ ઘરની જવાબદારી ઉઠાવી છે. આ ટીમો દ્વારા દરેક વોર્ડને આવરી…

Read More

ગીર સોમનાથના વેરાવળ માં મુસ્લિમ એકતા મંચ તરફથી પ્રતિ ક્ષી મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવેલ

વેરાવળ, વેરાવળ પાટણ શહેરના વોર્ડ ન. ૨.૫ તથા ૬ માં ધણી કોલોનીઓ વર્ષોથી અસ્તિત્ત્વમા આવેલ છે. જેમાં મોટા પ્રમાણમાં વસવાટ થાય છે. હાલમાં વેરાવળ પાટણ શહેર માં થયેલ વરસાદ ના કારણે કોલોનીઓમા વરસાદી પાણી ભરાઇ રહેલ છે. જેનું એકમાત્ર કારણ કોલોનીઓમા કોઈ જ ગટર ની સુવિધા આપવામાં આવેલ નથી અને જે કોલોનીમાં ગટર આવેલ છે ત્યાં ચોમાસાં પૂર્વ સફાઈ કરવામાં આવેલ નથી. જેના કારણે પણ પાણી સતત લાંબા સમય સુધી ભરાઈ રહેલ છે. ઉપરોક્ત વોર્ડની કોલોનીઓમા ખુલ્લા પ્લોટ પણ આવેલ છે, જે પ્લોટમાં પણ પાણી ભરાઇ રહેલ છે જે અંગે…

Read More

છોટાઉદેપુર બસ ડેપો ખાતે કવાંટ જામનગર બસમાં કંડકટર દ્વારા મુસાફરોને હેરાનગતિ

છોટાઉદેપુર, મળતી માહિતી મુજબ છોટાઉદેપુર ખાતે આજ રોજ કવાંટ જામનગર બસ સાંજના 5.00 વાગ્યાના સમયે છોટાઉદેપુર એસ.ટી ડેપોમાં આવી પહોંચી હતી. લેડીઝ કંડકટર દ્વારા લોકલ નજીકના સ્થળ તેમજ વડોદરા જવાવાળા પેસેન્જર ને બસમાં ચઢવા દીધા ન હતા તેમજ દૂરની મુસાફરી વાળા પેસેન્જરોને બસમાં ચઢવા દેવામાં આવ્યા હતા, આના પાછળનું શું કારણ હોઈ શકે ? શું છોટાઉદેપુર એસ.ટી ડેપોમાં આવતી બધી બસોમાં આ જ રીતે વહીવટ ચાલી રહ્યો છે કે શું ? તેમજ COVID-19 ની મહામારી હાલ વિશ્વમાં પૂરઝડપે ફેલાઈ રહી છે, તો આવા કપળા સમયમાં સરકારી પરિપત્રના નિયમો અનુસાર બસમાં…

Read More

રાજકોટ કંટ્રોલરૂમમાં એક સાથે ૬ થી વધુ ફરિયાદ આવતા આજે સવારથી પ્રાંત અધિકારીનો કાફલો ખાનગી હોસ્પિટલમાં ત્રાટક્યો છે : ક્લેક્ટર રૈમ્યા મોહન.

રાજકોટ, રાજકોટ શહેર તા.૫/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં કોરોનાની સારવાર માટે ૧૯ હોસ્પિટલને કલેકટર તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. પરંતુ તેમાં કેટલીક ખાનગી હોસ્પિટલોના સંચાલકો કોરોનાના નામે દર્દીઓને ૩-૪ ગણા બિલો ફટકારવામાં આવતા ભારે દેકારો બોલી ગયો છે. જીલ્લા કલેકટર રેમ્યા મોહને કોરોનામાં વધુ બિલો ફટકારતી હોસ્પિટલોની સામે ફરિયાદ કરવા માટે સ્પેશિયલ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. ગઈકાલે કંટ્રોલરૂમમાં એક સાથે ૬ થી વધુ ફરિયાદ આવતા આજે સવારથી પ્રાંત અધિકારીઓ નો કાફલો ખાનગી હોસ્પિટલમાં ત્રાટક્યો છે. પ્રાંત અધિકારી સિધ્ધાર્થ ગઢવી, મામલતદાર દંગી, મેડિકલ સ્ટાફ સહિત ૧૨ અધિકારીઓ અને કર્મચારીઓની…

Read More

થરાદ ખાતે શાસ્ત્રોક્ત વિધિ સર પિતૃઓને મોક્ષ પ્રાપ્તિ માટે શ્રાદ્ધ ક્રિયા કરવામાં આવ્યું

થરાદ, સમાજમાં જે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ સર પ્રમાણે શ્રાદ્ધ ચાલી રહ્યા છે અને પિતૃઓને મોક્ષ પ્રાપ્તિ માટે એમની પાછળ શ્રાદ્ધ ક્રિયા કરવામાં આવે છે. ત્યારે આજે લુવાણા કળશ નગરી ના મહાન પંડિત સ્વ.હરખચંદ બુધારામ દવે નુ શ્રાદ્ધ કરવામાં આવ્યું. અને જેરીતે શ્રાદ્ધ વિધિ હોય છે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સંપૂર્ણ વિધિવિધાન સાથે બ્રાહ્મણોના ઉપસ્થિતમાં મંત્રોચ્ચાર કરીને સ્વ.હરખચંદ બુધાલાલ દવેનું શ્રાદ્ધ તેમના પુત્રો દ્વારા વિધિ સર આ શ્રાદ્ધ વિધિ કરવામાં આવી. રિપોર્ટર : અશોક ત્રિવેદી, થરાદ

Read More

અરવલ્લી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ઉપક્રમે જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો

અરવલ્લી, અરવલ્લી ખાતે સી.જી.બુટાલા હાઇસ્કૂલ ખાતે પોલીસ આવાસ નિગમ ચેરમેન ડી.ડી. પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સન્માન સમારોહમાં સારસ્વતોને સંબોધતા જણાવ્યું હતું કે, પ્રામાણિકતા, નિષ્ઠા અને ચોક્કસ ધ્યેય સાથે જ્યારે કોઈ કર્મ કરવામાં આવે છે ત્યારે તેનું ઉત્તમ ફળ ચોક્કસ મળે છે. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસ નિમિત્તે સમગ્ર ભારતમાં શિક્ષક દિન ઉજવવામાં આવે છે. તેમના ઉચ્ચ શૈક્ષણિક જીવન-કવનમાંથી તમામ શિક્ષકોને શ્રેષ્ઠ આપવાની પ્રેરણા મળી રહે છે, તેમ ચેરમેનએ ઉમેર્યું હતું. વધુમાં રાજ્યમાં શિક્ષણનો વ્યાપ વધે અને શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ બહાર આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા…

Read More

દિયોદર તાલુકાના કોતરવાડા મેન નર્મદા કેનાલ થી ફુલપુરા જતો કાચો રસ્તો બીસ્માર હાલત

દિયોદર, રાજ્ય તેમજ ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં જયાં જયાં ખેડૂતો રહેતા હોય જેમને કોઈ જાતની અગવડતા ઉભી ના થાય એવા જરૂરિયાત વાળા રસ્તાઓ ભંગાણ હાલતમાં જોવા મળી રહ્યા છે અને એ રસ્તાઓ સમારકામ કરવા માટે કરોડો રૂપિયા ની ગ્રાન્ટો ફાળવવામાં આવતી હોય છે, પણ અમુક રાજકીય વ્હાલા દોહલા નીતિ જોવા મળી રહે છે. ત્યારે દિયોદર તાલુકાના કોતરવાડા ગામે મુખ્ય નર્મદા કેનાલ થી ફુલપુરા જતો કાચો રસ્તો બહુ ભંગાર હાલતમાં જોવા મળી રહ્યો છે અને આ રસ્તા ની આજુબાજુ માં ૭૦ જેટલા ખેડૂતો જેમના પરિવાર સાથે વસવાટ કરી…

Read More

જોડિયા તાલુકાના જસાપર ગામના નિવાસી ગ.સ્વ. મોતીબેન હરખાભાઈ પનારા શુક્રવાર ના રોજ દુ:ખદ અવસાન

જોડિયા તાલુકાના જસાપર ગામના નિવાસી અમારા પૂ.માતુશ્રી ગ.સ્વ. મોતીબેન હરખાભાઈ પનારા ઉ.વ 110 નું તા.04.09.2020ને શુક્રવાર ના રોજ દુ:ખદ અવસાન થયેલ છે. વચનબ્ધ, નિઃસ્વાર્થ ની જિંદગી જીવી કુટુંબને અલગ સંભારણું અમારા ખરા અર્થમાં ગંગાસ્વરૂપ જીવન જીવી ગયા તમારા સતકર્મ જીવન અમારા કુટુંબને સદાય રહેશે. સંદેહ- તમો નથી પણ અમારા અસ્તિત્વમાં તમો સદા રહેશો અમારા જીવનની એક એક પળ તમારી પુનિત યાદ સાથે પસાર થશે. આપની હૈયાતી અમારી હૂંફ અને પ્રેરણા હતી. હાલની પરિસ્થિતિ ને ધ્યાનમાં લઈને લોકિક પ્રથા બંધ રાખવામાં આવ્યું છે. સદગતનું ટેલીફોનનીક બેસણું રાખેલ છે. લિ. સ્વ.અરજણભાઈ હરખભાઈ…

Read More

ભરતીઓ ચાલુ કરવાનો નિર્ણય આવતા આંદોલનકારી પ્રવિણ રામને બેરોજગારી મુદ્દે મળી અન્ય સફળતા

ગીર સોમનાથ, 1/8/18 ના ઠરાવના કારણે ઓબીસી, એસસી, એસટી અને ઇબિસી ને તો અન્યાય થતો હતો પરંતુ લાખો બેરોજગાર યુવાનોને પણ અન્યાય થતો હતો કારણકે ઠરાવના કારણે અનેક ભરતીઓ અટકીને પડી હતી અને એમના કારણે લાખો બેરોજગાર યુવાનોને ભવિષ્ય અધ્ધરતાલ હતું પરંતુ આંદોલનકારી પ્રવિણ રામ, સાથીમિત્રો અને એલ.આર.ડી. મહિલાઓ દ્વારા ઠરાવને રદ કરવા બાબતે ગાંધીનગર ખાતે 70 દિવસ સુધી આંદોલન કરવામાં આવ્યું હતું અને આ આંદોલનના પગલે થોડા સમય પહેલા ઠરાવ રદ કરવા બાબતે હાઇકોર્ટ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો હતો. જેમના કારણે પ્રવિણ રામ, સાથીમિત્રો અને એક આર ડી મહિલાઓના…

Read More

થરાદનાં નર્મદાની મુખ્ય કેનાલ માંથી અજાણ્યા યુવકની લાશ મળી આવતા લોકો ચકચાર

બનાસકાંઠા, થરાદના દૂધ શીત કેન્દ્ર પાસેની નર્મદાની મુખ્ય કેનાલ માંથી અજાણ્યા યુવકની લાશ મળી.. કેનાલમાં લાશ દેખાતા પાલિકાના તરવૈયા સુલતાન મીરે અજાણ્યા યુવકની લાશને બહાર કઢાઈ.. યુવકની લાશને પોસમોર્ટમ માટે થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડાઇ. રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Read More