હિન્દ ન્યુઝ, મહિસાગર
સમગ્ર ગુજરાતમાં આ વખતે ખૂબ જ સારો વરસાદ થયો છે ત્યારે રાજસ્થાન મધ્યપ્રદેશમાં પણ સારો વરસાદ થતાં મહિસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમમાં સારી પાણીની આવક થતા સંપૂર્ણ ભરાયો હતો પરંતુ નવ જિલ્લાને પાણી પહોચાડતા આ ડેમમાંથી આવનાર સમયમાં કેટલું પાણી પહોંચાડી શકાશે, કેટલો જથ્થો હયાત છે એ તમામ જાણવાની કોશિશ કરીશું.
મહિસાગર જિલ્લામાં આવેલા કડાણા ડેમ આ વર્ષે સંપૂર્ણ ભરાઈ ચૂક્યો હતો મહીસાગર ઉપરાંત ખેડા, આણંદ, સાબરકાંઠા અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા આમ નવ જિલ્લાના જીવાદોરી સમાન એવા આ કડાણા ડેમમાં આ ચોમાસામાં સારા વરસાદથી પાણીની ખૂબ જ આવક થતાં તેની મહત્તમ સપાટી પહોંચી ગયો હતો. આ વખતે ડેમ સંપૂર્ણ ભરાતા આ તમામ જિલ્લાવાસીઓ માટે મોટી રાહતના સમાચાર છે. ડેમ સંપૂર્ણ ભરાયા બાદ શિયાળુ સીઝનમાં સિંચાઇ અને પીવાનું પાણી છોડવામાં આવતા હાલ કડાણા ડેમની જળસપાટી ૪૦૯ ફૂટની આજુ બાજુ રાખવામાં આવી રહી છે. આ વર્ષે ડેમમાં ચોમાસામાં ૪૪૧૧૯ લાખ ઘનફૂટ જેટલું પાણી સંગ્રહાઈ ચૂક્યું હતું જે હવે ઓછું થયા બાદ હાલ ૩૩૦૦૦ લાખ ઘનફૂટ પાણીનો જથ્થો હયાત છે.
જે ડેમની સંગ્રહ શક્તિના ૭૬ ટકા પાણી છે. કડાણા ડેમમાંથી ડાબા કાંઠા મુખ્ય નહેર મારફતે કડાણા, સંતરામપુર અને લુણાવાડા તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી પહોંચાડવામાં આવે છે, જેમાં હાલ ૨૬૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, બીજી બાજુ સબ માઈનોર કેનાલ મારફતે કડાણા અનેં ખાનપુરના ખેડૂતોને સિંચાઈ માટે પાણી પહોંચાડાય છે જો કે ઘણી વાર નહેરમાં પડતા ગાબડા ઓ અને ક્યારેક પાણીની અછતના કારણે પાણી ઓછું મળે છે એવી પણ ફરિયાદ ખેડૂતો કરે છે જો કે હાલ પાણી છોડાઈ રહ્યું છે અને ખેતી પણ થઈ રહી છે. કડાણા ડેમ ના અધિકારીઓ સાથે વાતચીત કરતા ત્યાંની જાણવા મળ્ય કે તંત્ર દ્વારા આવનાર ઉનાળાની સીઝન માં પાણીનો ઉપયોગ કઈ રીતે કરવો તેનું સંપૂર્ણ આયોજન કરી લેવામા આવ્યું છે આવનાર સમયમાં પીવાના ઉપયોગ માટે ૮૮૨ mcft પાણીનો જથ્થો અનામત રાખવામાં આવશે, સિંચાઈ માટે કડાણા ડાબા કાંઠા મુખ્ય નહેર માં ૨૬૦ ક્યુસેક, મહી જમણા કાંઠા નહેરમાં ૧૮૬૦ ક્યુસેક, સુજલામ સુફલામ્ કેનાલમાં ૪૮૦ ક્યુસેક, કડાણા જમણા કાંઠા નહેરમાં ૫૦ ક્યુસેક અને કડાણા દાહોદ પાઇપ લાઈનમાં ૧૭૦ ક્યુસેક પાણી છોડવામાં આવશે આ રીતે પાણીની આયોજન કરતા આવનાર ૫ મહિના બાદ ૩૦/૦૬/૨૨ની સ્થિતિએ ડેમ નું લેવલ ૩૭૮ ફૂટે રહેશે અને ૯૮૬૫ પાણીનો જથથો હયાત રહેશે.
રિપોર્ટર : વિજય ડામોર, મહિસાગર


